લોકસભા ચૂંટણી, તહેવારોમાં વેપારીઓ સતર્ક રહે ધાડ, લુંટ, સ્નેચીંગ જેવી ઘટનાઓ સમયે જાગૃત રહે તે માટે જિલ્લા પોલીસવડાએ માર્ગદર્શન આપ્યું
વાપી વિસ્તારમાં આવેલ આંગડીયા પેઢી, જવેલર્સની દુકાનોવાળા તથા બેંકીંગ ક્ષેત્ર સાથે સંકળાયેલ વેપારીઓ/સંચાલકો સાથે વલસાડ જીલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ એક બેઠકનું આયોજન કરી આગામી લોકસભા ચૂંટણી, તહેવારોમાં વેપારીઓ સતર્ક રહે ધાડ, લુંટ, સ્નેચીંગ જેવી ઘટનાઓ સમયે જાગૃત રહે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. વાપીના VIA હોલમાં આયોજિત આ બેઠકમાં જિલ્લાના આંગડિયા પેઢી, જવેલર્સ સાથે સંકળાયેલ 400થી વધુ સંચાલકો, કર્મચારીઓ હાજર રહ્યા હતાં. આ બેઠકમાં અસામાજીક પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવાના હેતુથી તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેવા અગમચેતીના ભાગરૂપે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વાપીમાં આવેલ VIA ઓડિટોરિયમમાં વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 400થી વધુ અગાંડીયા પેઢી અને જવેલરીના વેંચાણ સાથે કે રોકડ રકમની હેરફેર સાથે સંકળાયેલ સંચાલ...