JEE, NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાનો મંત્ર આપનાર મોશન એજ્યુકેશનની વાપી શાખાનો શુભારંભ, સંસ્થાના ફાઉન્ડર નીતિન વિજય રહ્યા ઉપસ્થિત
દેશના અનેક રાજ્યોમાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં JEE, NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ને સફળતા મળે, મોટિવેશનલ અને કેરિયર ગાઈડન્સ મળે તેવા ઉદેશથી મોશન એજ્યુકેશન જાણીતું નામ છે. જેની નવી શાખાનો વાપીમાં શુભારંભ કરવામાં આવ્યો છે. આ શાખાનો મોશન એજ્યુકેશનના સ્થાપક અને CEO નીતિન વિજયના હસ્તે રીબીન કાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. એ સાથે જ ભાઠેલાં પાર્ટી પ્લોટમાં નીતિન વિજયે મોટીવેશનલ સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.
મોશન એજ્યુકેશનના સ્થાપક અને સીઈઓ નીતિન વિજયે કહ્યું હતું કે JEE, NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે યોગ્ય વ્યૂહરચના ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશના જાણીતા શિક્ષણવિદ અને ભૌતિકશાસ્ત્રના શિક્ષક નીતિન વિજય એટલે કે એન.વી. સર, રવિવારે સાંજે મોશનના વાપી સ્ટડી સેન્ટરના ઉદ્ઘાટન બા...