Sunday, December 22News That Matters

Month: March 2024

Impact of the report:- ન્યુ ઉમરગામ સ્ટેશનના સ્થાને મુકાયેલ ન્યુ ઘોલવડનું બોર્ડ હટાવી DFCCIL-રેલવે વિભાગે ન્યુ ઉમરગામ સ્ટેશનનું બોર્ડ લગાવ્યું

Impact of the report:- ન્યુ ઉમરગામ સ્ટેશનના સ્થાને મુકાયેલ ન્યુ ઘોલવડનું બોર્ડ હટાવી DFCCIL-રેલવે વિભાગે ન્યુ ઉમરગામ સ્ટેશનનું બોર્ડ લગાવ્યું

Gujarat, Most Popular, National
Report:- Meroo Gadhvi, Auranga Times ગુજરાતના વિકાસમાં DFCCIL પ્રોજેકટની મહત્વતાને ધ્યાને લઇ 12મી માર્ચે દેશના વડાપ્રધાન અમદાવાદથી સ્ટેશનનું ઉદ્દઘાટન અને 4 ટ્રેનને લીલીઝંડી આપવાના છે. જો કે DFCCIL પ્રોજેકટ હેઠળ જ્યાં, ન્યુ ઉમરગામ સ્ટેશનનું પાટિયું હોવું જોઈએ એ સ્થળે ન્યુ ઘોલવડ સ્ટેશનું પાટિયું લાગી ગયું હતું. જે અંગે ઉમરગામના સિનિયર જર્નલિસ્ટ એ. ડી. ભંડારીએ વિસ્તૃત કન્ટેન્ટ પ્રસારિત કરી DFCCIL ના અધિકારીઓ, રેલવે વિભાગ અને સ્થાનિક નેતાઓનું ધ્યાન દોર્યું હતું. તો, આ અંગે Auranga Times વેબ પોર્ટલ પર પણ વિસ્તૃત કન્ટેન્ટ પ્રસારિત કરાયેલ જેની નોંધ રેલવે વિભાગે લીધી છે. આ સ્ટેશન ગુજરાતના વલસાડ માં આવેલ ઉમરગામના નામથી ન્યુ ઉમરગામ રેલવે સ્ટેશન યાર્ડ તરીકે જ ઓળખાશે અહીં અગાઉ લગાવેલ મહારાષ્ટ્રના ઘોલવડ સ્ટેશનના ન્યુ ઘોલવડ સ્ટેશનનું પાટિયું ઉતારી લેવાયું છે. 12મી માર્ચના સ્ટેશનના ઉદ્ઘાટન પહેલા DF...
दमण-दिव के लोकसभा उम्मीदवार लालुभाई पटेल का कचिगांव में सत्कार सन्मान, पच्चीस हज़ार से ज्यादा मतो से विजयी बनाने का लिया संकल्प

दमण-दिव के लोकसभा उम्मीदवार लालुभाई पटेल का कचिगांव में सत्कार सन्मान, पच्चीस हज़ार से ज्यादा मतो से विजयी बनाने का लिया संकल्प

Gujarat, National
भारतीय जनता पार्टी दादरा नगर हवेली एवं दमण दिव प्रदेश के दमण ज़िला के कच्चीगाम मंडल अध्यक्ष गणेश भंडारी द्वारा आज दमण दिव के सांसद एवं लोकसभा-2024 के दमण-दिव से भाजपा के उम्मीदवार लालुभाई पटेल का “सम्मान सत्कार” करने का एक कार्यक्रम कच्चीगाम स्थित कंठेश्वर महादेव मंदिर के पटागण में रखा गया था। कार्यक्रम की शरुआत में लालुभाई पटेल द्वारा कंठेश्वर महादेव मंदिर में पूजा अर्चना की गई। तत्पश्चात् उपस्थितों को संबोधित करते हुए कहा कि में एकबार फिर से आप सभी के बीच चौथी बार उपस्थित हूँ और इसके लिए आदरणीय प्रधानमंत्री नरेन्द्र मोदी,राष्ट्रीय अध्यक्ष जे.पी.नडा जी का आभारी हूँ। में प्रदेश भाजपा अध्यक्ष दीपेश भाई और पूरी संगठन की टिम का हृदय पूर्वक आभार व्यक्त करता हूँ। मुझे विश्वास है जिस प्रकार से भाजपा की प्रथम सूची में दमण दिव के उम्मीदवार का नाम आया था ठीक उसी प्रकार चुनाव परिणामों में ...
વલસાડ જિલ્લામાં TB ના દર્દીઓને પોષણયુક્ત ખોરાક પૂરો પાડતી મુસ્કાન NGO દ્વારા ફંડ એકત્ર કરવા અનુપ જલોટાના ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન

વલસાડ જિલ્લામાં TB ના દર્દીઓને પોષણયુક્ત ખોરાક પૂરો પાડતી મુસ્કાન NGO દ્વારા ફંડ એકત્ર કરવા અનુપ જલોટાના ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન

Gujarat, National
વલસાડ જિલ્લામાં અંદાજિત 3500 જેટલા TB ના દર્દીઓ છે. જેમાંના 200 જેટલા દર્દીઓને વાપીની મુસ્કાન NGO દ્વારા દર મહિને દવા અને જરૂરી પ્રોટીન યુક્ત ખોરાકની રાશન કીટ પુરી પાડવામાં આવે છે. TB જેવા રોગને નાબૂદ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાસ અભિયાન હાથ ધર્યું છે. આગામી 2025 સુધીમાં TB મુક્ત ભારતનો તેમાં સંકલ્પ રહેલો છે. જે માટે ની-ક્ષય મિત્ર યોજના પણ શરૂ કરવામાં આવી છે. જેમાં સહભાગી થવા ફંડની જરૂર હોય મુસ્કાન NGO દ્વારા આગામી 30 મી માર્ચે જાણીતા ભજનિક અને પદ્મશ્રી અનુપ જલોટા નો ભજન સંધ્યા કાર્યક્રમ યોજવામાં આવશે. જે અંગે મુસ્કાન NGO દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો પુરી પાડવામાં આવી હતી. મુસ્કાન NGO ના ફાઉન્ડર રીમાં કલાણીએ જણાવ્યું હતું કે, તેમની સંસ્થા વલસાડ જિલ્લામાં ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ બે વર્ષથી કાર્ય કરે છે. આ અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું છે. જેઓએ વર્ષ 2025 ...
વાપીમાં Cheesecake mills કેક શૉપ નો શુભારંભ, પ્યોર વેજ અને ઓર્ગેનિક્સ કેકની અવનવી વેરાયટી માટે જાણીતી બ્રાન્ડ છે.

વાપીમાં Cheesecake mills કેક શૉપ નો શુભારંભ, પ્યોર વેજ અને ઓર્ગેનિક્સ કેકની અવનવી વેરાયટી માટે જાણીતી બ્રાન્ડ છે.

Gujarat, National
વાપીમાં આવેલ ફોર્ચ્યુન લેન્ડ માર્ક ખાતે ચેઝકેક મિલ્સ નામની કેક શોપનો 10મી માર્ચ રવિવારના શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેક શૉપ માં પ્યોર વેજ અને ઓર્ગેનિક્સ કેક બનાવવામાં આવે છે. ગુજરાતમાં સુરત બાદ વાપીમાં તેની ત્રીજી બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે. વાપીમાં શરૂ થયેલ ચિઝકેક મિલ્સ નામની કેક શૉપ એક જાણીતી બ્રાન્ડ છે. જે અંગે કેક શોપના મનોજ ઉગરાણી એ જણાવ્યું હતું કે, આ કેક શૉપની સુરત બાદ વાપીમાં આ ત્રીજી શાખા છે. સુરતમાં આ કેક શૉપ સુરતના જ નહીં પરંતુ વાપી વલસાડના કેક શોખીનોની પહેલી પસંદ રહી છે. વાપી વલસાડના આ ગ્રાહકોની માંગ હતી કે વાપીમાં આ કેક શોપની શાખા ખુલે જેથી આ કેક શૉપ નો શુભારંભ કરવામાં આવ્યો છે. ચિઝકેક મિલ્સમાં તૈયાર કરવામાં આવતી દરેક કેક ચીઝ અને અન્ય ફ્રૂટ સહિતની ખાદ્ય ચીજમાંથી બનાવવામાં આવે છે. આ કેક 100 ટકા વેજ તેમજ ઓર્ગેનિક્સ ફૂડમાંથી બનાવવામાં આવે છે. ચીજ કેકની કેટલીક વેરાયટી 15 કલ...
વાપીમાં VIA અને DISH દ્વારા સેફ્ટી વીક સેલિબ્રેશનના ભાગરૂપે “હેલ્થ એન્ડ સેફ્ટી ટ્રેનિંગ વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું

વાપીમાં VIA અને DISH દ્વારા સેફ્ટી વીક સેલિબ્રેશનના ભાગરૂપે “હેલ્થ એન્ડ સેફ્ટી ટ્રેનિંગ વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું

Gujarat, National
9 માર્ચ 2024ના સેન્ટર ઓફ એક્સલન્સ (COE) - વાપી ખાતે VIA અને DISH દ્વારા સેફ્ટી વીક સેલિબ્રેશનના ભાગરૂપે "હેલ્થ એન્ડ સેફ્ટી ટ્રેનિંગ વર્કશોપ" નું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) ઉદ્યોગોના કામદારો અને કર્મચારીઓમાં આરોગ્ય અને સલામતી અંગે જાગૃતિ લાવવા માટે અવિરતપણે કામ થઇ રહ્યું છે જેથી ઉદ્યોગોમાં થતાં અકસ્માતોને ઘટાડી શકાય. VIA દ્વારા આ પ્રયાસના ભાગરૂપે અસંખ્ય તાલીમ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને વાપી ઔદ્યોગિક વસાહતને ઝીરો એક્સિડન્ટ એસ્ટેટ બનાવવા માટે સેફ્ટી એલર્ટ પ્રોગ્રામના બેનર હેઠળ ઘણી ઇવેન્ટ્સ પણ હાથ ધરવામાં આવી છે અને આ મિશનના ભાગરૂપે VIA અને વાપી ગ્રીન એન્વાયરો લિ. (VGEL) દ્વારા ડીસ્ટ્રીકટ ઇન્ડસ્ટ્રીઅલ હેલ્થ એન્ડ સેફટી (DISH) - વલસાડના સહયોગથ...
ઉમરગામ નગરપાલિકાના પાંચ કોંગ્રેસી કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

ઉમરગામ નગરપાલિકાના પાંચ કોંગ્રેસી કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

Gujarat, National
Meroo Gadhvi, Auranga Times ઉમરગામ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના 5 નગરસેવકોએ ભાજપનો ખેસ ધારણ કરતા ઉમરગામ કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં આયોજિત વિકાસના કાર્યક્રમમાં ઉપસ્થિત નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકરની હાજરીમાં 5 કોંગ્રેસી કોર્પોરેટર ભાજપમાં જોડાતા હતાં. જેઓને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી આવકાર આપ્યો હતો. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં 9મી માર્ચે નવા બસ સ્ટેશનના નિર્માણનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ખાતમુહરત કર્યું હતું. આ પ્રસંગે ઉમરગામ નગરપાલિકાના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતાં. ઉમરગામ નગરપાલિકામાં કુલ 7 વોર્ડ છે. જેમાં 28 નગરસેવકો પૈકી 22 નગરસેવકો ભાજપના છે. જ્યારે 6 નગરસેવકો કોંગ્રેસના હતાં. જેમાંથી 5 નગરસેવકોએ ભાજપનો ખેસ અને ટોપી પહેરી લેતા ઉમરગામ નગરપાલિકામાં હવે 1 કોંગ્રેસી નગરસેવક સામે 27 નગરસેવકો ભાજપના છે. ઉમરગા...
વાપીમાં મુસ્કાન NGO એ મિશન ફૂટપાથ અભિયાન હેઠળ ગરીબ દીકરીને ભણાવી પગભર કરી, પરણવા લાયક થઈ તો લગ્નનો ખર્ચ ઉપાડી લગ્ન કરાવ્યા….!

વાપીમાં મુસ્કાન NGO એ મિશન ફૂટપાથ અભિયાન હેઠળ ગરીબ દીકરીને ભણાવી પગભર કરી, પરણવા લાયક થઈ તો લગ્નનો ખર્ચ ઉપાડી લગ્ન કરાવ્યા….!

Gujarat, National
Meroo Gadhvi, Auranga Times વાપીમાં આવેલ ચલા સોસાયટીમાં એક ગરીબ પરિવારની દીકરીએ લગ્ન બંધનમાં બંધાઈ ગૃહસ્થ જીવનમાં પગલાં પાડ્યા હતાં. આ દીકરીના માતાપિતા ગરીબ હોય દીકરીના લગ્નનો તમામ ખર્ચ મુસ્કાન NGO ની મહિલાઓએ ઉપાડ્યો હતો. જેઓએ નંદીની નામની આ ગરીબ દીકરીના સમીર નામના યુવક સાથે લગ્ન કરાવી પ્રભુતામાં પગલાં મંડાવ્યા હતાં. NGO ની બહેનો અને દાતાઓએ આ દંપતીને સુખી દામ્પત્ય જીવનના શુભ આશિષ સાથે વિદાય આપી હતી. વાપીમાં મુસ્કાન NGO નામની સંસ્થા કાર્યરત છે. છેલ્લા 12 વર્ષથી આ સંસ્થા મિશન ફૂટપાથ અભિયાન હેઠળ ગરીબ બાળકોને શિક્ષણ આપવા સાથે તેમનો તમામ શૈક્ષણિક ખર્ચ ઉપાડે છે. તો, બીમાર અને સારવારની જરૂરિયાતવાળા ગરીબ બાળકોની સારવારનો ખર્ચ ઉપાડી સ્વસ્થ બનાવે છે. આ સંસ્થા વાપીના રીમાં કાલાણી નામની મહિલાએ શરૂ કરી હતી. જે બાદ તેમાં અન્ય મહિલાઓ જોડાતા આજે વટવૃક્ષ બની છે. શિક્ષા-સ્વાસ્થ્ય ક્ષેત્રે ગરીબ બાળકોના...
સેલવાસમાં The Fashionic Unisex Saloon નું સેલવાસ પાલિકા પ્રમુખના હસ્તે કરાયું ઉદ્દઘાટન

સેલવાસમાં The Fashionic Unisex Saloon નું સેલવાસ પાલિકા પ્રમુખના હસ્તે કરાયું ઉદ્દઘાટન

Gujarat, National
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કામલી ફળિયામાં આવેલ સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્ષ ખાતે The Fashionic Unisex Saloonનો પ્રારંભ થયો છે. પુરુષો અને મહિલાઓ માટેના આ સાલુંનનું સેલવાસ નગરપાલિકા પ્રમુખ રંજન શેટ્ટીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ સલૂન બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતા મેક-અપ આર્ટિસ્ટ રાજુકુમાર ઠાકુર પાસેથી તાલીમ મેળવેલ સેલવાસના માયા ચંદે દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. સેલવાસના કામલી ફળિયામાં 20 વર્ષથી રહેતા માયા ચંદે એક ગૃહિણી છે. જેને કઇંક નવું કરવાનો વિચાર આવ્યો હતો. જેથી તેમણે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતા મેક-અપ આર્ટિસ્ટ રાજુકુમાર ઠાકુર પાસે તાલીમ લઈ આ સલૂન શરૂ કર્યું છે. જેના ઉદ્દઘાટન પ્રસંગે તેમના પરિવારજનો, મિત્રો, રાજુકુમાર ઠાકુર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ સલૂનમાં રહેલી અદ્યતન સામગ્રી અને તેના ઇન્ટિરિયર ડિઝાઇન અંગે ખૂબ જ વખાણ કર્યા હતાં. આ સલૂન શરૂ કરવા અંગે માયા...
ઉમરગામ પાલિકાને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે ફળવેલી જમીન અન્ય વિભાગોને પણ ફાળવી દેતા કામ અટક્યું ફેર માપણીની પ્રક્રિયા હાથ ધરાઈ

ઉમરગામ પાલિકાને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે ફળવેલી જમીન અન્ય વિભાગોને પણ ફાળવી દેતા કામ અટક્યું ફેર માપણીની પ્રક્રિયા હાથ ધરાઈ

Gujarat
ઉમરગામ કોસ્ટલ હાઈવે પર મામલતદાર કચેરીના નિર્માણ માટે તેમજ ઉમરગામ નગરપાલિકા ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ના નિર્માણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીન ફાળવણી કરાઈ છે. જો કે, અન્ય વિભાગો જેમાં એસટી વિભાગ અને સબ રજીસ્ટર કચેરીના નિર્માણ માટે પણ આ જ જમીન ફાળવણી કરાઈ છે. જેને લઈને અન્ય વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નું કાર્ય અટકાવી હદ નક્કી કરવા ફેર માપણી કાર્યવાહી હાથ ધરવાની બોબત આવી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે કુલ 2 હેકટર જેટલી જમીન ફાળવવામાં આવી છે. અહીં STP પ્લાન્ટનો નિર્માણાધીન ભાગ મામલતદાર કચેરીને ફાડવેલ જમીન હદમાં હોવાની રાવ બાદ હદ નક્કી કરવા ડીએલઆરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મામલતદાર કચેરીના નિર્માણ માટે આશરે રૂપિયા 5 કરોડની ફાળવણી કરાઈ છે. જ્યારે STP પ્લાન્ટ નું નિર્માણ કાર્ય લાંબા સમયથી ચાલી રહ્યું છે હવે, હદ બાબતે ગોટાળા સર્જાતા અંતિમ નિર્ણય ઉચ્ચ અધિકારીઓ...
વલસાડ પોલીસનો સરાહનીય પ્રયાસ, જિલ્લાના 152 યુવાનોના સપનાને સાકાર કરવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિઃશુલ્ક તાલીમ આપી સજ્જ કર્યા

વલસાડ પોલીસનો સરાહનીય પ્રયાસ, જિલ્લાના 152 યુવાનોના સપનાને સાકાર કરવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિઃશુલ્ક તાલીમ આપી સજ્જ કર્યા

Gujarat, National
  વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ વલસાડ જિલ્લાના 152 યુવાનોનું સપનું સાકાર કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે. ગૃહ વિભાગની વિશેષ ગ્રાન્ટનો લાભ મેળવી વલસાડ જિલ્લાના હેડ કવાટર્સ ખાતે એક મહિના સુધી 152 વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની આગોતરી તાલીમ આપી સજ્જ કર્યા છે. આ પૂર્વ તાલીમ બાદ યુવાનો PI, PSI, LRD, તલાટી કમ મંત્રી અને કોન્ટેબલ સહિત વર્ગ 2, 3 અને 4 ની સ્પર્ધાત્મક પરિક્ષાર્થીમાં ઉત્સાહભેર ભાગ લઈ શકશે. આ તાલીમ વર્ગમાં ઇનડોર કલાસીસ અને આઉટડોર ફિઝિકલ તાલીમ આપવામાં આવી હતી. 28મી જાન્યુઆરી 2024થી 28મી ફેબ્રુઆરી 2024 ના 30 દિવસની આ તાલીમ બાદ તમામ 152 વિદ્યાર્થીઓ ને આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં વલસાડનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ આપી હતી. વલસાડ પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે 152 જેટલા વિદ્યાર્થીઓ ને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટેના નિઃશુલ્ક વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...