Friday, January 31News That Matters

Month: December 2023

પાથરણા વાળા પાસે હપ્તા પેટે ખંડણી ઉઘરાવનાર આરોપીની વાપી GIDC પોલીસે ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો

પાથરણા વાળા પાસે હપ્તા પેટે ખંડણી ઉઘરાવનાર આરોપીની વાપી GIDC પોલીસે ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો

Gujarat
વાપી જી.આઇ.ડી.સી. ગુંજન વિસ્તારમાં પાથરણા કરી ધંધો કરતા લોકો પાસે પરેશ ઉર્ફે પવનકુમાર ઠાકોરભાઇ પટેલ ગેરકાયદેસર રીતે હપ્તા ઉઘરાવતો હોય અને છેલ્લા ચાર વર્ષથી માસીક રૂ.500, તથા રૂ. 1000/- તથા રૂ. 2500- હપ્તાની રકમ બળજબરીથી ઉઘરાવતા વેપારીઓએ વાપી ઉધોગનગર પોલીસ સ્ટેશનમા ફરીયાદ આપી હતી. જે બાદ GIDC પોલીસે આરોપીની ધડપકડ કરી પોલીસ કસ્ટડી રીમાન્ડ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. વાપી જી.આઇ.ડી.સી. ગુંજન સુર્યા હોસ્પીટલની સામે જયસ્વાલ ડાયનીંગ હોલની સામે ખુલ્લી જગ્યામાં ખાટલા તેમજ લારી પાથરણા કરી ધંધો કરતા લોકોને આરોપી પરેશ ઉર્ફે પવનકુમાર ઠાકોરભાઇ પટેલ રહે. વાપી જી.આઇ.ડી.સી. એલ.આઇ.જી.-1 રૂમ નં. 38 બીજો માળ તા.વાપી જી.વલસાડ મુળરહે. માલવણ ગામ વાસી ફળીયા તા.જી.વલસાડ નાનો ઈ.સ. 2018 થી ગેરકાયદેસર રીતે હપ્તા ઉઘરાવતો હોય અને છેલ્લા ચાર વર્ષથી માસીક રૂ.500, તથા રૂ. 1000/- તથા રૂ. 2500- હપ્તાની રકમ બળજબરીથી ઉઘરાવતા ...
વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં યોજાયેલ 28માં રક્તદાન કેમ્પમાં 621 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં યોજાયેલ 28માં રક્તદાન કેમ્પમાં 621 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

Gujarat, National
વાપી GIDC માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપની ખાતે સ્વ. શ્રી રસિકલાલ દેવજી ગાલા, સ્વ. શ્રી માતૃશ્રી ધનવંતીબેન વલ્લભજી ગોગરી તથા સ્વ. શ્રી શાંતિલાલ તેજશી શાહના સ્મણાર્થે 22મી ડિસેમ્બર શુક્રવારે 28માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુઁ. જેમાં પુરુષ અને મહિલા રક્તદાતોએ ઉમળકાભેર રક્તદાન કરતા કુલ 621 યુનિટ રક્ત એકત્ર થયું હતું. વાપી ઔધોગિક વસાહતમાં આવેલ જાણીતી આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 26 વર્ષથી અવિરત પણે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ રક્તદાન શિબિરમાં દર વર્ષે આરતી અને તેની ગ્રુપ કંપનીના કર્મચારીઓ રક્તનું દાન કરે છે. જે અંતર્ગત શુક્રવારે 28 માં રકતદાન કેમ્પમાં કંપનીના કર્મચારીઓએ વલસાડ જિલ્લાના બિમાર દર્દીઓ માટે લોહીની જરૂરિયાત પૂરી કરવા સ્વેચ્છાએ 621 યુનિટ રક્તનું દાન કર્યું હતું. રક્તદાન શિબિર અંગે આરતી ઈન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના સિનિયર મેનેજર ર...
સરીગામમાં લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા “Sports devlopment program for girls”નું  સમાપનનું ભવ્ય આયોજન

સરીગામમાં લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા “Sports devlopment program for girls”નું  સમાપનનું ભવ્ય આયોજન

Gujarat, National
સરીગામ ખાતે આવેલ શ્રીમતિ, શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠમાં તારીખ 18 થી 21 દરમ્યાન "sports development program for girls" નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં સરીગામ સ્થિત લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલ અને સુરત માં આવેલી ગજેરા ટ્રસ્ટ સંચાલિત  વિવિધ શાળાઓની 92 વિદ્યાર્થીનીઓને વિવિધ રમતોની ઓસ્ટ્રેલિયન એથ્લેટ આયેશા બિલીમોરિયા કે જેઓ આંતરરાષ્ટ્રીય રમતમાં 4 ગોલ્ડ મેડાલીસ્ટ છે તેમના દ્વારા તાલીમ આપવામાં આવી હતી.એમનો મુખ્ય ધ્યેય ભારતની છોકરીઓને ફિટનેસ શિક્ષણની સાથે સશકત કરવાનો હતો. આ કાર્યક્રમના સમાપન સમારોહમાં ઓસ્ટ્રેલિયન કોનશ્યુલેટ જનરલ (ACG) ટીમ પણ હાજર રહ્યા હતા. ટ્રસ્ટી કિંજલબેન ગજેરાના હસ્તે અતિથિ માજેલ હિંદ, રંજની માધવન, આલિયા એલારીશનું ઉત્સાહ પૂર્વક સન્માન કરવામાં આવ્યું અને તાલીમમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી કાર્યક્રમનું સમાપન ક...
સરીગામમાં SIA ની AGM મળી, CETPની ક્ષમતામાં 10 MLDના વધારા સાથે થઈ રહેલા વિકાસના કામોની રૂપરેખા રજૂ કરી

સરીગામમાં SIA ની AGM મળી, CETPની ક્ષમતામાં 10 MLDના વધારા સાથે થઈ રહેલા વિકાસના કામોની રૂપરેખા રજૂ કરી

Gujarat, National
ગુરુવારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ સરીગામ GIDC ના સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA)ની AGM & Half Yearly General Meeting (AGM) મળી હતી. આ AGM માં પ્રમુખ કમલેશ ભટ્ટની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો, કમિટી મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતાં. જેમની સમક્ષ બે વર્ષમાં થયેલા કામ,આવનારા દિવસોમાં થનારા કામના અહેવાલો તેમજ સરીગામ ઇન્ડસ્ટ્રીઝ ના વિકાસમાં સહભાગી થવા અપીલ સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. AGM માં પ્રમુખ કમલેશ ભટ્ટ, સિરિષ દેસાઈ સહિતના ઉદ્યોગકારોએની ઉપસ્થિતીમાં સૌ પ્રથમ વાર્ષિક હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આખા વર્ષ દરમિયાન કરેલી કામગીરી નો સભ્યોને ચિતાર આપવામાં આવ્યો હતો તેમજ છ વર્ષથી એસ્ટેટની ડિરેક્ટરીનું કાર્ય બાકી હતું તે ડીલીટ કરીને તૈયાર કરી તેનો વિમોચન કરવામાં આવ્યું હતું આવનારા સમયમાં જે વિકાસના કામ કરવાના છે તે અંગે વિગતો પૂરી પાડી કંપની સંચાલકોને કં...
ડેહલી માં કંપનીનું બાંધકામ કરનાર કોન્ટ્રાકટર પાસે 10 લાખની માંગણી કરનાર ગામના મયંક ભંડારી સામે ભિલાડ પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ડેહલી માં કંપનીનું બાંધકામ કરનાર કોન્ટ્રાકટર પાસે 10 લાખની માંગણી કરનાર ગામના મયંક ભંડારી સામે ભિલાડ પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ ડેહલી ગામે નિર્માણ થઈ રહેલ સોની સ્ટીલ એપ્લાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કોન્ટ્રાકટર પાસે ગામના સ્થાનિક વ્યક્તિએ 10 લાખની માંગણી કરી પૈસા નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા કોન્ટ્રાકટરે ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ભિલાડ પોલિસ મથકમાંથી મળતી વિગતો મુજબ મૂળ મુંબઈના અને વલસાડ જિલ્લાના ડેહલી ગામે નવી સ્થપાઈ રહેલી સોની સ્ટીલ એપ્લાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બાંધકામ નો કોન્ટ્રાકટર લેનાર અભયરાજસિંહ ઠાકુરે ફરિયાદ નોંધાવી છે કે, કંપનીના બાંધકામ દરમ્યાન ડેહલી ગામનો મયંક કિરણ ભંડારી નામનો વ્યક્તિ તેમના કામમાં અવરોધ ઉભો કરી, ધાક ધમકીઓ આપી 10 લાખ રૂપિયાની માંગણી કરે છે. આ ઇસમ છેલ્લા કેટલાક મહિનાથી કોન્ટ્રાકટર અભયરાજસિંહને મોબાઈલ ફોન કરી આ માંગણી કરી રહ્યો છે. તેમજ કંપની ના કામમાં વપરાય રહેલા JCB ડમ્પરના ચાલકોને તેમજ બાંધકામના કામ કરવા આ...
ઉમરગામના ડહેલી ગામે કંપની દ્વારા ખેતરોમાં દૂષિત પાણી છોડાતું હોવાના આક્ષેપ સામે કંપની સંચાલકનો ખુલાસો, સ્વહિતમા કંપનીને બદનામ કરવાના પ્રતિઆક્ષેપ

ઉમરગામના ડહેલી ગામે કંપની દ્વારા ખેતરોમાં દૂષિત પાણી છોડાતું હોવાના આક્ષેપ સામે કંપની સંચાલકનો ખુલાસો, સ્વહિતમા કંપનીને બદનામ કરવાના પ્રતિઆક્ષેપ

Gujarat, National
ઉમરગામ તાલુકાના ડહેલી ગામ ખાતે આવેલ ટેકસ્ટાઇલ્સ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી ખેતરોમાં છોડાતું હોવાના અને તેને કારણે જમીન ખરાબ થતી હોવાના આક્ષેપ સ્થાનિક ગામલોકોએ કર્યા છે. તેમજ તે અંગે GPCBમાં ફરિયાદ કરતા GPCB ની ટીમે પાણીના સેમ્પલ લઈ વડી કચેરીએ તપાસ માટે મોકલ્યા છે. જો કે, આ સમગ્ર આક્ષેપ અંગે સતલજ ટેકસ્ટાઇલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંચાલકોએ ખુલાસો કરવા સાથે પ્રતિ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કંપની 22 વર્ષથી ગામલોકોને રોજગારી આપવા સાથે ગામના વિકાસમાં પોતાનો સહયોગ આપી રહી છે. પરંતુ, ગામના જ કેટલાક લોકો પોતાના સ્વહિત સાધવા માટે કંપનીને બદનામ કરી રહ્યા છે. કંપનીના મેનેજર પ્રદીપ શર્મા અને કંપનીમાં કર્મચારીઓના આરોગ્યની કાળજી લેતા મેડિકલ ઓફિસર ડૉ. કે. પી. સિન્હાએ જણાવ્યું હતું કે, 22 વર્ષથી કાર્યરત કંપની પર્યાવરણ બાબતે, કામદારોના કલ્યાણ બાબતે તેમજ ગામના વિકાસ માટે હંમેશા સતર્ક રહી છે. કં...
NRI મહિલાની કરોડોની જમીન બારોબાર વેચી નાખનાર વ્યક્તિએ છરવાડા માં પણ ગૌચરણની જમીન પર કબજો કર્યો હોવાનો ગામના જાગૃત નાગરિકનો આક્ષેપ

NRI મહિલાની કરોડોની જમીન બારોબાર વેચી નાખનાર વ્યક્તિએ છરવાડા માં પણ ગૌચરણની જમીન પર કબજો કર્યો હોવાનો ગામના જાગૃત નાગરિકનો આક્ષેપ

Gujarat, National
વાપીના રાતા અને છીરીમાં વડીલોપાર્જિત સાત જેટલા સર્વે નંબરો પૈકી એક જ સર્વે નંબરવાળી જમીન માટે કરેલી પાવર ઓફ એટર્નીના આધારે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી સાતેય સર્વે નંબરની જમીનો બારોબાર વેચી મારતાં અમેરિકાથી આવેલી 77 વર્ષિય NRI મહિલાએ ન્યાય માટે વલસાડ જિલ્લા પોલીસવડા, કલેકટર સમક્ષ અરજ કરી છે. ત્યારે, આ ઘટના બાદ છરવાડા ના એક જાગૃત નાગરિકે પણ આક્ષેપો કર્યા છે. કે, NRI મહિલાની જમીન વેચી દેનાર વ્યક્તિએ છરવાડા ગામમાં પણ ગૌચરણની જગ્યા પર કબજો કર્યો છે. જે અંગે તે વર્ષોથી ન્યાયની માગ કરે છે. જેમાં તેને સફળતા મળી નથી. ત્યારે આ મહિલાને સફળતા મળશે કે કેમ? વાપી નજીક છરવાડા ગામે રહેતા જાગૃત નાગરિક સુરેન્દ્ર ધીરુભાઈ પટેલે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, બે ચાર દિવસ પહેલા તેમના ધ્યાનમાં આવ્યું કે એક NRI મહિલાની 40 કરોડની જમીન રાજેશ વસંત પરમાર નામના વ્યક્તિએ બારોબાર વેચી દીધી છે. તે અંગે મહિલાએ પો...
સંજાણ મેમણ જમાતના પ્રમુખની સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ ભાવભેર વિદાય આપી નવા પ્રમુખની વરણી કરાઈ

સંજાણ મેમણ જમાતના પ્રમુખની સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ ભાવભેર વિદાય આપી નવા પ્રમુખની વરણી કરાઈ

Gujarat
વલસાડ જીલ્લાની સંજાણ મેમણ જમાતના પ્રમુખ “હાજી ઈકબાલ ભા” દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત બાદ ગઈકાલે રાત્રે સંજાણ મેમણ જમાતની એક સામાન્ય સભાનું આયોજન સંજાણ મેમણ કોલોનીના આંગણે કરવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનના રાષ્ટ્રીય પ્રવક્તા અને વલસાડ જીલ્લાના ઝોનલ સેક્રેટરી મજીદ લધાણીની અધ્યક્ષતામાં મળેલી આ સામાન્ય સભામાં નવી ટીમની પસંદગીની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. છેલ્લા ત્રીસ વર્ષથી સંજાણ મેમણ જમાતના પ્રમુખ પદે રહેલા હાજી ઈકબાલ ભા ને આજે શાલ ઓઢાડી અને પુષ્પનો ગુચ્છો આપી સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી. આજની બેઠકમાં સંજાણ મેમણ જમાતના પ્રમુખ તરીકે સંજાણ મેમણ જમાતના સભ્ય અને સ્થાનિક બિલ્ડર નાસીર ભાઈ જાલીયા વાળા ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તેમજ હાજર સભ્યોની પરવાનગીથી મેમણ જમાતની સમગ્ર કમિટીની રચના કરવામાં આવી હતી અને સ્થળ પર જ તેની જાહેરાત કરવામાં આવી ...
વલસાડ LCB એ સિગારેટ ચોરતા 2 ચોરને વાપીમાંથી ઝડપી લઈ કુલ 2.14 લાખના મુદ્દામાલ સાથે 6 ગુન્હા ડિટેકટ કર્યા

વલસાડ LCB એ સિગારેટ ચોરતા 2 ચોરને વાપીમાંથી ઝડપી લઈ કુલ 2.14 લાખના મુદ્દામાલ સાથે 6 ગુન્હા ડિટેકટ કર્યા

Gujarat, National
વલસાડ LCB ની ટીમે આંતરરાજય સિગારેટ ચોરી કરતા પુના-મહારાષ્ટ્રના બે ઇસમોને 2,14,777/- રૂપિયાના ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે  પકડાયેલ બન્ને ઇસમોને પકડી સિગારેટ ચોરીના છ (6) ગુના ડીટેકટ કરવામાં આવ્યા છે. આ સિગારેટ ચોર ઈસમો ગુજરાતના વાપી, સુરત તથા મહારાષ્ટ્રના નાશીક, મુંબઇ, મધ્યપ્રદેશ, કર્ણાટકા, આન્ધ્રપ્રદેશ રાજયના અલગ અલગ શહેરી વિસ્તારોમાં દિવસ દરમ્યાન પાન પાર્લર તથા સીગરેટના હોલસેલ વેપારીઓની દુકાનો બહાર રેકી કરી વેપારી જયારે પાન પાર્લર વાળાને ત્યાં સીગરેટનો માલ આપવા આવતો ત્યારે તેના થેલાઓ ચોરી કરીને મોપેડ પર ફરાર થઇ જતા હતાં. વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ LCB ની ટીમે બાતમી આધારે નેશનલ હાઇવે નંબર 48 વાપી જકાતનાકા નજીક વોચ ગોઠવી હતી. જે દરમ્યાન મુંબઇથી સુરત જતા રોડ ઉપરથી આરોપીઓ (1) આકાશ S/O ભવરસીંગ ગુલાબસીંગ રાજપુત (2) રોહન ઉર્ફે ધુમ S/O પલંગે ભગોન ભોસ...
दमण जिल्ला पंचायत अध्यक्षा जागृति पटेल ने 63 वें मुक्ति दिवस पर किया ध्वजवंदन

दमण जिल्ला पंचायत अध्यक्षा जागृति पटेल ने 63 वें मुक्ति दिवस पर किया ध्वजवंदन

Gujarat
दमण जिला पंचायत की अध्यक्षा जागृतिबेन पटेल ने दमण के 63 वें मुक्ति दिवस पर आज जिला पंचायत कार्यालय के परिसर में ध्वजारोहण किया। जि. पं. अध्यक्षा जागृतिबेन पटेल ने दमण मुक्ति दिवस पर जिला पंचायत में अपने पहले ध्वजवंदन में स्वतंत्रता सेनानियों को नमन् करते हुए दमणवासियों को मुक्ति दिवस की शुभकामनाएं दीं। इस दौरान राष्ट्रगान हु़आ और जि. पं. अध्यक्षा ने तिरंगा ध्वज को सलामी दी। जि. पं. अध्यक्षा जागृतिबेन पटेल ने अपने संबोधन में कहा कि प्रशासक  प्रफुल पटेल के मार्गदर्शन और प्रशासन के सहयोग से दमण जिला पंचायत ग्रामीण विकास को बल प्रदान करने लगी है। जिला पंचायत प्रशासन के सहयोग से दमण जिले की सभी 14 ग्राम पंचायतों का समतुल्य विकास करने को प्रतिबद्ध है। उन्होंने कहा कि दमण जिला पंचायत ने प्रधानमंत्री नरेन्द्र मोदी द्वारा शुरू किए 'विकसित भारत संकल्प यात्रा' कार्यक्रम को सफलतापूर्वक आयोजित किय...