Friday, October 18News That Matters

Month: December 2023

દમણમાંથી દારૂ ઢીંચી ગુજરાતમાં સરકારના નવા કાયદાનો વિરોધ કરવા આવેલા ચાલકે વીજ પોલમાં કન્ટેઇનર ટ્રક અથડાવતા અંધારપટ

દમણમાંથી દારૂ ઢીંચી ગુજરાતમાં સરકારના નવા કાયદાનો વિરોધ કરવા આવેલા ચાલકે વીજ પોલમાં કન્ટેઇનર ટ્રક અથડાવતા અંધારપટ

Gujarat, National
વાપી ના ચલામાં ગત રાત્રે દમણથી દારૂ ઢીંચીને આવેલા એક ટ્રક ચાલકે ગુજરાત પોલીસ સાથે બબાલ કર્યા બાદ એક વીજ પોલ સાથે ટ્રક અથડાવી દેતા કેટલાક વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. ઘટના અંગે મળતી વિગતો મુજબ 30 મી ડિસેમ્બરે શનિવારે રાત્રે 8:30 વાગ્યે વાપી ટાઉન પોલીસ વાપી દમણ રોડ પર ડાભેલ ચેકપોસ્ટ નજીક દારૂડિયાઓને પકડવાની ઝુંબેશ ચલાવી રહી હતી. તે સમયે એક કન્ટેનર ટ્રક ચાલક દમણ તરફથી આવી ચેકપોસ્ટ આગળ ટ્રક થોભાવી દીધી હતી. જેને પરત જવા પોલીસ જવાનોએ જણાવતા દારૂ પીધેલી હાલતમાં રહેલા ટ્રક ચાલકે સૌ પ્રથમ હાલમાં જ સરકારે અકસ્માત પર નવા કાયદા સાથેનું બિલ સંસદમાં પસાર કર્યું છે. તેનો વિરોધ કરવાનો છે તેવું જણાવી પોલીસ જવાનો અને અન્ય વાહન ચાલકો સાથે બોલાચાલી કરી હતી. જે બાદ પોલીસ જવાનોએ રોડ પરથી ટ્રક ને હટાવવા બળ પ્રયોગ કરતા ટ્રક ચાલક ટ્રક લઈને ભાગ્યો હતો. જેમાં ચલા વિસ્તારમાં એક GEB ના પોલ સાથે ટ્રક અથડાવી દેતા આ...
વાપીના ચણોદ સ્થિત અથર્વ પબ્લિક સ્કૂલમાં 13માં એન્યુઅલ ડે સેલિબ્રેશન

વાપીના ચણોદ સ્થિત અથર્વ પબ્લિક સ્કૂલમાં 13માં એન્યુઅલ ડે સેલિબ્રેશન

Gujarat
વાપીના ચણોદ વિસ્તારમાં આવેલ અથર્વ પબ્લિક સ્કૂલ ખાતે શાળાનો એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો હતો. ધરોહર ભારત કી થીમ પર ઉજવાયેલ આ વર્ષીકોત્સવમાં વાપીના જાણીતા તબીબ, ઉદ્યોગકારો, સામાજિક શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓની અને શાળાના વાલીઓની ઉપસ્થિતિમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતાં. આ એન્યુઅલ ડે માં ધોરણ 1 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓએ જ સ્ટેજ પર એન્કરિંગ, ડ્રામાથી માંડીને તમામ આયોજન કર્યું હતું. જે નિહાળી સૌકોઈ મંત્રમુગ્ધ બન્યા હતાં. એન્યુઅલ ડે નિમિતે શાળાના પ્રિન્સિપાલ લીના બોરસે અને સંજીવ બોરસે એ શાળાનો વાર્ષિક રિપોર્ટ અને એક નાનકડી શાળા કઈ રીતે હાઈસ્કૂલ સુધી પહોંચી વિદ્યાર્થીઓના જીવન ઘડતર અંગે કેવા પ્રયાસો કર્યા તેની વિગતો મહેમાનો અને વાલીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. એન્યુઅલ ડે સેલિબ્રેશનમાં બાળકોએ બતાવેલ પ્રદર્શન ન...
વાપી રોફેલ MBA કોલેજ ખાતે સમન્વય 2023નું અયોજન, ઉત્કૃષ્ઠ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, એવોર્ડ આપી સન્માનિત કર્યા

વાપી રોફેલ MBA કોલેજ ખાતે સમન્વય 2023નું અયોજન, ઉત્કૃષ્ઠ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, એવોર્ડ આપી સન્માનિત કર્યા

Gujarat
વાપીમાં રોફેલ–MBA (ગ્રીમ્સ, વાપી) ખાતે “સમન્વય 2023" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ, નવું એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓ મળી કુલ 140 વિદ્યાર્થીઓ પૈકી 45 વિદ્યાર્થીઓ ને અલગ અલગ કેટેગરીના એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જ્યારે ઉત્તમ પર્ફોમન્સ આપી કોલેજનું નામ રોશન કરનાર 10 વિદ્યાર્થીઓ ને 5-5 હજારની સ્કોલરશિપ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ વિદ્યાર્થીઓ ને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતાં. આ અંગે કોલેજના પ્રોફેસર અને ડાયરેક્ટર ડૉ. કેદાર શુકલાએ જણાવ્યું હતું કે, વાપી રોફેલ MBA કોલેજ કેમ્પસમાં એકેડમિક, નોન એકેડમિક અને રિસર્ચ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનો એવોર્ડ સન્માન સમારોહ યોજાયો હતો, વિદ્યાર્થીઓમાં ...
છીરી ગ્રામપંચાયત પ્રીમિયર લીગ-3 (CGPL-3) ક્રિકેટ ટુર્નામેન્ટમાં 16 ટીમો વચ્ચે ખેલાયો ક્રિકેટ જંગ, રામનગર ટીમ બની વિજેતા

છીરી ગ્રામપંચાયત પ્રીમિયર લીગ-3 (CGPL-3) ક્રિકેટ ટુર્નામેન્ટમાં 16 ટીમો વચ્ચે ખેલાયો ક્રિકેટ જંગ, રામનગર ટીમ બની વિજેતા

Gujarat
વાપી નજીક આવેલ છીરી ગ્રામપંચાયતના નુરુદ્દીન ચૌધરી દ્વારા બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડિયાર નગર છરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તારીખ 28 અને 29 ડિસેમ્બરે આયોજિત આ છીરી ગ્રામપંચાયત પ્રીમિયર લીગ-3 (CGPL-3) માં 16 ટીમોએ ભાગ લીધો હતો. 29મી ડિસેમ્બરે CGPL-3માં ભાગ લેનાર રામનગર અને રણછોડ નગર ટીમ વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી. જેમાં રામનગર ટીમ વિજેતા રહી હતી. જ્યારે રણછોડનગર ટીમ રનર્સ અપ રહી હતી. બન્ને ટીમને રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. છીરી ગ્રામપંચાયત દ્વારા તારીખ 28 અને 29 ડિસેમ્બર 2023ના ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના અલગ અલગ ફળિયામાં રહેતા યુવાનોને ક્રિકેટ ક્ષેત્રે પ્રોત્સાહન મળે તેવા ઉદેશયથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. છીરી ગ્રામપંચાયતના નુરુદ્દીન ચૌધરી દ્વારા આયોજિત છીરી ગ્રામપંચાયત પ્રીમ...
વાપીમાં ખાટું શ્યામ બાબાની સિગડી યાત્રા, ભજન સંધ્યા, મહાપ્રસાદના આયોજન સાથે વાર્ષિક મહોત્સવની ઉજવણી

વાપીમાં ખાટું શ્યામ બાબાની સિગડી યાત્રા, ભજન સંધ્યા, મહાપ્રસાદના આયોજન સાથે વાર્ષિક મહોત્સવની ઉજવણી

Gujarat, National
રાજસ્થાનના ખાટું ધામ ખાતે બિરાજમાન આસ્થાના પ્રતીક સમા ખાટું શ્યામ બાબાની નિશાન યાત્રા અને સિંગડી યાત્રાનું દર વર્ષે ભક્તો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત વાપીમાં શ્રી ખાટું  શ્યામ પ્રચાર મંડલ દ્વારા 30 અને 31 ડિસેમ્બરે 18 મી નિશાન અને સિંગડી યાત્રા સાથે ભજન સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે ડિસેમ્બર મહિનાના અંતિમ રવિવારે યોજાતા આ કાર્યક્રમ અંગે શ્રી ખાટું શ્યામ પ્રચાર મંડલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપવામાં હતી. જેમાં શ્રી ખાટું શ્યામ પ્રચાર મંડલ વાપી દમણ સેલવાસના અધ્યક્ષ પાલીરામ સૈની એ વિગતો આપી હતી કે, 30 અને 31 ડિસેમ્બરે આ આયોજન કરવામાં આવ્યું છે. રાજસ્થાનના સુરજગઢના ખાટું ધામ ખાતે 4 દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો ભક્તો ખાટું શ્યામ બાબાના દર્શને આવે છે. આ મહોત્સવમાં બાબા ની જ્યોતનો અનેરો મહિમા છે. જેથી વાપીમાં દ...
નાની દમણ ખાતે સ્વર્ગીય પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલના સ્મરણાર્થે 3જી જાન્યુઆરીથી શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન, કથાકાર પ્રફુલ શુક્લ કથાનું રસપાન કરાવશે

નાની દમણ ખાતે સ્વર્ગીય પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલના સ્મરણાર્થે 3જી જાન્યુઆરીથી શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન, કથાકાર પ્રફુલ શુક્લ કથાનું રસપાન કરાવશે

Gujarat, National
નાની દમણમાં આવેલ શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભવન ખાતે આગામી 3જી જાન્યુઆરી 2024થી કથાકાર પ્રફુલ ભાઈ શુક્લ શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન કરાવશે. આ કથા દમણ-દિવના પૂર્વ સાંસદ સ્વર્ગીય ડાહ્યાભાઈ પટેલના પરિવાર દ્વારા આયોજિત છે. કથા મુખ્ય યજમાન જીગ્નેશ પટેલ ઉપરાંત શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના પ્રમુખ ચંચળ બેન ડાહ્યાભાઈ પટેલ દ્વારા આયોજિત છે. જેમાં કથાના તમામ દિવસે વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. 9મી જાન્યુઆરીએ કથા વિરામ લેશે. કથામાં દમણ ઉપરાંત દિવ અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી કથાનું રસપાન કરશે. દિવ દમણના માજી સ્વર્ગીય સાંસદ ડાયાભાઈ પટેલ ના સ્મરણાર્થે દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે કથાકાર પ્રફુલ શુક્લ દ્વારા શ્રીમદ ભાગવત કથા, સનાતન ધર્મ, દેશ વિદેશમાં થતી તેમની કથાઓ અંગે અને શ્રી રામ જન્મોત્સવ એ...
બોર્ડર કોન્ફરન્સ બાદ જિલ્લાના દરિયા કિનારે આવેલ 14 જેટલા લેન્ડિંગ પોઇન્ટ પર સંઘપ્રદેશ, મહારાષ્ટ્રની પોલીસ સાથે વલસાડ પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું

બોર્ડર કોન્ફરન્સ બાદ જિલ્લાના દરિયા કિનારે આવેલ 14 જેટલા લેન્ડિંગ પોઇન્ટ પર સંઘપ્રદેશ, મહારાષ્ટ્રની પોલીસ સાથે વલસાડ પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું

Gujarat, Most Popular, National, Science & Technology
વાપીમાં બુધવારે 27મી ડિસેમ્બરે વલસાડ જિલ્લા સહિત 6 સરહદી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોન્ફરન્સ નું આયોજન કર્યું હતું. જેમાં ઉપસ્થિત 75થી વધુ પોલીસ અધિકારીઓ સાથે વલસાડ જિલ્લાના SP ડૉ. કરણરાજ વાઘેલાએ કાયદો વ્યવસ્થા અંગે સંકલન સાધવા ચર્ચા કરી હતી. જેના ભાગ રૂપે 28મી ડિસેમ્બરે સરહદી રાજ્યના જિલ્લાઓની અને સંઘપ્રદેશ ની પોલીસ સાથે વલસાડ પોલીસે વલસાડના કોસ્ટલ વિસ્તારમાં આવેલ 14 જેટલા લેન્ડિંગ પોઇન્ટ પણ સઘન ચેકીંગ કર્યું હતું. તેમજ માછીમારોને દરિયાઈ ગતિવિધિ અંગે જાણકારી આપવા સૂચના આપી હતી. બુધવારે તા.27/12/2023ના વાપી ખાતે પાલઘર, નાસીક, દમણ, સેલવાસ, વલસાડ અને ડાંગ એમ કુલ-06 જિલ્લાના બોર્ડર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ સીનીયર અધિકારીઓ વચ્ચે કોન્ફરન્સ યોજાય હતી. જે કોન્ફરન્સમાં રાજયોની બોર્ડર ઉપર આવેલ પોલીસ સ્ટેશનો એકબીજા સાથે સહકારથી કામગીરી કરે તથા સંયુકત નાકાબંધી, સંયુકત કોમ્બીંગ ઓપરેશન, સંય...
ઇન્ટર યુનિવર્સિટી મેન હેન્ડબોલ ટુર્નામેન્ટ માટે વાપીની KBS કોલેજ ખાતે ખેલાડીઓની સિલેક્શન પ્રક્રિયા હાથ ધરાઈ

ઇન્ટર યુનિવર્સિટી મેન હેન્ડબોલ ટુર્નામેન્ટ માટે વાપીની KBS કોલેજ ખાતે ખેલાડીઓની સિલેક્શન પ્રક્રિયા હાથ ધરાઈ

Gujarat
આગામી દિવસોમાં ઇન્ટર યુનિવર્સિટી મેન હેન્ડબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં દક્ષિણ ગુજરાતની કોલેજમાંથી સારા ખેલાડીઓ ભાગ લે અને કોલેજ-યુનિવર્સિટીનું નામ રોશન કરે તેવા ઉદેશથી વાપીમાં આવેલ KBS નટરાજ પ્રોફેશનલ સાયંસીઝ કોલેજ ખાતે સિલેક્શન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ સિલેક્શન પ્રક્રિયા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તરફથી હોય તેમાં વાપીની વિવિધ કોલેજના 56 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ અંગે વાપીની KBS નટરાજ એન્ડ પ્રોફેશનલ સાયંસીઝ કોલેજના ફિઝિકલ વિભાગના પ્રોફેસર મયુર પટેલે જણાવ્યું હતું કે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા હેન્ડબોલ મેન ટુર્નામેન્ટ માટે ખેલાડીઓનું સિલેક્શન કરવા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઇન્ટર યુનિવર્સિટી લેવલની આ ટુર્નામેન્ટ માટે KBS કોલેજ ખાતે અલગ અલગ કોલેજના 56 જેટલા ખેલાડીઓએ ઉપસ્થિત રહ્યા હતાં. આ ખેલાડીઓનું પ્રદ...
નાનાપોંઢા ફોરેસ્ટ દ્વારા ખેરના જથ્થા સાથે કુલ 1,85,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

નાનાપોંઢા ફોરેસ્ટ દ્વારા ખેરના જથ્થા સાથે કુલ 1,85,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

Gujarat, National
વલસાડ વનવિભાગની નાનાપોંઢા કચેરી ના સ્ટાફ દ્વારા મહત્વની સફળતા મેળવી છે. જે અંગે નાનાપોંઢા RFO અભિજીતસિંહ રાઠોડ દ્વારા વિગતો આપવામાં હતી કે, તેમની ટીમે બાતમી આધારે એક મેક્સ કાર નો પીછો કરી તેમાં ભરેલા છોલેલા ખેરના લાકડાનો જથ્થો જપ્ત કર્યો છે. નાનાપોંઢા RFO અભિજીતસિંહ રાઠોડ તથા ફોરેસ્ટર દિવ્યેશ પટેલ, રાકેશભાઈ ગાંવિત, સુભાષભાઈ પટેલ તથા સ્ટાફ દ્વારા બાતમીના આધારે તા.27/12/2023 ના રાત્રિ ના સમયે માંડવા કપરાડા રોડ પર છોલેલા ખેર ભરેલી મહિન્દ્રા મેક્સ ગાડી નં. DD-03-C-1350 નો પીછો કરી ઝડપી પાડવામાં આવેલ. જેમાં છોલેલા ખેરનો જથ્થો 0.328 ઘન મીટર જેની અંદાજિત કિંમત રૂ.  25,000 તથા મહિન્દ્રા મેક્સ ગાડીની અંદાજિત કિંમત રૂ. 1,60,000/- એમ કુલ રૂ. 1,85,000/- નો મુદ્દામાલ નાનાપોંઢા ડેપો ખાતે લાવી જમા કરેલ છે. ...
નારગોલના ગ્રામજનોનું ગિફ્ટ સિટીમાં નશાબંધી હળવી કરવાના નિર્ણયને સમર્થન, નારગોલ પણ પ્રવાસન સ્થળ હોય ગિફ્ટ સીટી જેવી ભેટ આપવા માંગ

નારગોલના ગ્રામજનોનું ગિફ્ટ સિટીમાં નશાબંધી હળવી કરવાના નિર્ણયને સમર્થન, નારગોલ પણ પ્રવાસન સ્થળ હોય ગિફ્ટ સીટી જેવી ભેટ આપવા માંગ

Gujarat, National
ઉમરગામ તાલુકાના નારગોલ ગામ ખાતે આવેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સ્વીટી યતીન ભંડારી અને ગ્રામજનોએ ઉપસ્થિત ધારાસભ્ય અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અનોખી રજૂઆત કરી છે. ગ્રામજનોએ ગિફ્ટ સિટી ગાંધીનગરની માફક નારગોલ ગામને ગિફ્ટ વિલેજ તરીકે જાહેર કરી પ્રવાસનને વેગ આપવા માટે નશાબંધી હળવી કરવા   માટેની માંગ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી ગામની અંદરથી વિવિધ સમાજના આગેવાનો દ્વારા મળી રહેલી રજૂઆતને ધ્યાનમાં રાખી મહિલા સરપંચ સ્વીટી ભંડારીએ આ સંકલ્પ યાત્રા દરમ્યાન ઉપસ્થિત પદાધિકારીઓ, અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે. દક્ષિણ ગુજરાતના ઉમરગામ તાલુકાનું નારગોલ ગામ પારસીઓનું ઐતિહાસિક ગામ છે. જ્યાં સુંદર દરિયાકિનારો આવેલો હોવાથી વર્ષ દરમિયાન દેશ વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે. તાજેતરમાં સરકાર દ્વારા નારગોલ ગામને કરોડોના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટેની તૈયારી શરૂ કરી છે. આ મુદ્દ...