Thursday, December 5News That Matters

ઇન્ટર યુનિવર્સિટી મેન હેન્ડબોલ ટુર્નામેન્ટ માટે વાપીની KBS કોલેજ ખાતે ખેલાડીઓની સિલેક્શન પ્રક્રિયા હાથ ધરાઈ

આગામી દિવસોમાં ઇન્ટર યુનિવર્સિટી મેન હેન્ડબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં દક્ષિણ ગુજરાતની કોલેજમાંથી સારા ખેલાડીઓ ભાગ લે અને કોલેજ-યુનિવર્સિટીનું નામ રોશન કરે તેવા ઉદેશથી વાપીમાં આવેલ KBS નટરાજ પ્રોફેશનલ સાયંસીઝ કોલેજ ખાતે સિલેક્શન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ સિલેક્શન પ્રક્રિયા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તરફથી હોય તેમાં વાપીની વિવિધ કોલેજના 56 ખેલાડીઓએ ભાગ લીધો હતો.

આ અંગે વાપીની KBS નટરાજ એન્ડ પ્રોફેશનલ સાયંસીઝ કોલેજના ફિઝિકલ વિભાગના પ્રોફેસર મયુર પટેલે જણાવ્યું હતું કે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા હેન્ડબોલ મેન ટુર્નામેન્ટ માટે ખેલાડીઓનું સિલેક્શન કરવા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઇન્ટર યુનિવર્સિટી લેવલની આ ટુર્નામેન્ટ માટે KBS કોલેજ ખાતે અલગ અલગ કોલેજના 56 જેટલા ખેલાડીઓએ ઉપસ્થિત રહ્યા હતાં.

આ ખેલાડીઓનું પ્રદર્શન નિહાળી જેમાંથી સારું પ્રદર્શન કરનાર 12 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. આ ખેલાડીઓને ત્યાર બાદ સાગર યુનિવર્સિટી ખાતે આયોજિત હેન્ડબોલ ટુર્નામેન્ટમાં મોકલવામાં આવશે. હાલ એ માટે સિલેક્શન પ્રક્રિયા હાથ ધરાઈ છે. સિલેક્શન પામેલા ખેલાડીઓ આ ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી કોલેજ અને યુનિવર્સિટીનું નામ રોશન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *