Friday, October 18News That Matters

Month: March 2022

વલસાડ-વાપીના સિનેમાં ગૃહમાં જય શ્રી રામના નારા સાથે ભુદેવોએ નિહાળી ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ 

વલસાડ-વાપીના સિનેમાં ગૃહમાં જય શ્રી રામના નારા સાથે ભુદેવોએ નિહાળી ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ 

Gujarat, National
કાશ્મીરના પંડિતો પર થયેલા અત્યાચાર પર બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની દેશભરમાં ચર્ચા થઇ રહી છે. વાપી અને વલસાડના સિનેમા ગૃહમાં આ ફિલ્મ રજુ થતાં વલસાડ જિલ્લાના ભુદેવો તેને જોવા ઉમટી પડયા હતાં.  વલસાડ-વાપીના સિનેમા ગૃહમાં ભુદેવોના જય શ્રી રામના નારા સાથે ફિલ્મ જોવા પહોંચ્યા હતાં. કાશ્મીરી પંડિતો થયેલ અત્યાચાર ને ફિલ્મી પરદે રજૂ કરતી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ જિલ્લામાં અઠવાડિયા સુધીનું એડવાન્સ બુકીંગ થઈ ચૂક્યું છે. થિયેટરમાં જય શ્રી રામના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠયુ હતું. ફિલ્મ જોઇને બહાર આવેલાં ભુદેવોએ તમામ લોકોને આ ફિલ્મ જોવા માટે અનુરોધ પણ કર્યો હતો. આ ફિલ્મમાં અનુપમ ખેરના રોલની પ્રશંસા થઇ રહી છે. ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં વાર્તા ઘણી જ ઇમોશનલ હોવાથી દર્શકોના રૂંવાડા ઊભા થઇ જાય છે. આ ફિલ્મ દર્શકોને પસંદ આવતાં લોકો ઉમટી રહ્યાં છે. ખાસ કરીને કાશ્મીરી પંડિતો પર તૈયાર કરેલી...
વલસાડ જિલ્લાના ભિલાડની નદીઓના પાણીને કેમિકલયુક્ત બનાવનાર GHCL હવે કચ્છના દરિયા કાંઠાને કરશે પ્રદુષિત?

વલસાડ જિલ્લાના ભિલાડની નદીઓના પાણીને કેમિકલયુક્ત બનાવનાર GHCL હવે કચ્છના દરિયા કાંઠાને કરશે પ્રદુષિત?

Gujarat, National
વલસાડ જિલ્લામાં ભિલાડ ખાતે કાર્યરત GHCL કંપની દ્વારા આગામી દિવસોમાં કરોડો રૂપિયાના ખર્ચે ગ્રીનફિલ્ડ કેમિકલ કોમ્પ્લેક્સ આધારિત 3000 TPDની ક્ષમતાનો લાઇટ સોડા એશ પ્લાન્ટ, 1500 TPDની ક્ષમતાનો ડેન્સ સોડા એશ, 600 TPD ક્ષમતાનો સોડિયમ બાયકાર્બોનેટ સાથે ધન ઇંધણ આધારિત 120 મેગાવોટનો કેપ્ટિવ કો-જનરેશન પાવર પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. આ પ્લાન્ટ માટે આગામી 6 એપ્રિલ 2022ના રોજ કચ્છના માંડવી તાલુકાના બાડા ગામે જન સુનાવણી યોજાવાની છે. જો કે વલસાડ જિલ્લામાં ભિલાડની નદીઓના પાણીને કેમિકલયુક્ત બનાવનાર GHCL હવે કચ્છના દરિયા કાંઠાને પ્રદુષિત કરશે તેવી ભીતિ પર્યાવર્ણવિદો સેવી રહ્યા છે.  આ અંગે મળતી વિગતો મુજબ GHCL લિમિટેડ કંપની એ હાલની પ્રતિષ્ઠિત સોડા એશ ઉત્પાદન કરતી કેમિકલ કંપની છે જે 1983 માં કાર્યરત થયા બાદ સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ખાતે એકઝો ડ્રાય લાઇમિંગ ટેકનોલોજી પર આધારિત ભારતનો પ્રથમ સંક...
વાપીની સેન્ટ મેરી સ્કૂલના જય શ્રી રામ વિવાદનો સુખદ અંત આવ્યા બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે DYSP એ કરી અપીલ

વાપીની સેન્ટ મેરી સ્કૂલના જય શ્રી રામ વિવાદનો સુખદ અંત આવ્યા બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે DYSP એ કરી અપીલ

Gujarat, National
વાપીના ચણોદ માં આવેલ સેન્ટ મેરી સ્કૂલમાં વિદ્યાર્થીઓએ જય શ્રી રામ ના નારા લગાવ્યા બાદ માફીપત્ર લખાવવાના અને તે બાદ હિન્દૂ સંગઠનો, વાલીઓના વિરોધમાં શાળા સંચાલકોએ માફી માંગી છંછેડેલા વિવાદનો સુખદ અંત આવ્યો છે. આ ઘટના દરમ્યાન પોલીસે પણ સાવચેતી રાખી હોય આગામી દિવસોમાં પણ શાંતિપૂર્ણ માહોલ બની રહે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ ગ્રામ્ય DYSP વી. એન. પટેલે મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી છે. વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચણોદ કોલોનીમાં આવેલ સેન્ટ મેરી સ્કુલ કમ્પાઉન્ડમાં 11મી માર્ચે ધોરણ -9 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દ્વારા ”જય શ્રીરામ” ના નારા લગાવ્યા હતાં.  જેથી શાળાના શિસ્ત કમીટીના હેડ કલ્પેશ ભગતે વિદ્યાર્થીઓને ઓફીસમાં બોલાવી માફીપત્રક લખાવ્યું હતું. જે સબંધે વિદ્યાર્થીઓના વાલીને જાણ કરતા તેમજ સોશીયલ મીડીયામાં બનાવ વાયરલ થયો હતો. બન્ને વિદ્યાર્થીઓના વાલી તથા વ...
GPCB-પોલીસમાં ઓળખાણ છે. આ જગ્યામાં કેમીકલનો વેસ્ટ ખાલી કરું છું, મને કોઈ રોકી શકે તેમ નથી:-કરવડમાં ભંગારીયાની દાદાગીરી

GPCB-પોલીસમાં ઓળખાણ છે. આ જગ્યામાં કેમીકલનો વેસ્ટ ખાલી કરું છું, મને કોઈ રોકી શકે તેમ નથી:-કરવડમાં ભંગારીયાની દાદાગીરી

Gujarat, National
વાપી નજીક કરવડ ગામે એક જમીન માલિકને તેની જમીન નજીક કેમિકલ વેસ્ટ ખાલી કરતાં ભંગારીયાએ GPCPB પોલીસમાં મોટી ઓળખાણ હોય આ જગ્યામાં કેમીકલનો વેસ્ટ ખાલી કરું છું, મને કોઈ રોકી શકે તેમ નથી તારું બાંધકામ તોડી પાડીશ તેવું કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા જમીન માલિકે ડુંગરા પોલીસ મથકમાં અને GPCB માં ફરિયાદ નોંધાવી છે. વલસાડ જિલ્લાના વાપી GIDC ની અનેક કેમિકલ ફેક્ટરીઓમાંથી કેમીકલ વેસ્ટ લાવી તે વેસ્ટ કરવડ-ડુંગરા જેવા વિસ્તારોમાં તો ક્યારેક છેક કપરાડા ના અંતરિયાળ વિસ્તારમાં ઠાલવી જમીન, પાણી અને હવાને પ્રદુષિત કરનારા ભંગારીયાઓની કેટલી દાદાગીરી છે તેનો એક કિસ્સો વાપી નજીક કરવડ ગામે નોંધાયો છે. કરવડ ગામે આદર્શ નગરમાં પારડીના નાસીરખાન પઠાણે સર્વે નંબર 297 પૈકી 2 માં પાડવામાં આવેલ બીનખેતીના પ્લોટો પૈકી પ્લોટ 16 નાં કુલ ક્ષેત્રફળ 470 ચો.મી પૂર્વ દિશા તરફથી 250.92 ચો.મી.ની જમીન રજીસ્ટર વેચ...
જય શ્રી રામ સંબોધન પર માફીનામું લખાવનાર વાપી ચણોદની સેન્ટ મેરી સ્કૂલના સંચાલકોએ લેખિત માફી માંગી વિવાદનો અંત આણ્યો

જય શ્રી રામ સંબોધન પર માફીનામું લખાવનાર વાપી ચણોદની સેન્ટ મેરી સ્કૂલના સંચાલકોએ લેખિત માફી માંગી વિવાદનો અંત આણ્યો

Gujarat, National
વાપી ચણોદ કોલોનીમાં માં shri dinesh devshi mandhu કેમ્પસ માં આવેલ સેન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 9માં ધોરણમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીએ સ્કૂલ પરિસરમાં મોટેથી જય શ્રી રામ બોલતા સ્કૂલના ડિસીપ્લીન કમિટી હેડ કલ્પેશ ભગત દ્વારા માફીનામું લખાવ્યું હતું. જે અંગે વિદ્યાર્થીઓના વાલીઓ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની ટીમે સ્કૂલે જઇ હોબાળો કર્યો હતો. આ વિવાદ વકરતા આખરે ડિસીપ્લીન હેડએ સ્કૂલના લેટર હેડ ઉપર વાલીઓ પાસેથી માફી માંગી વિવાદનો અંત લાવ્યા છે. જય શ્રી રામ સંબોધવાથી માફીનામુ લખાવી લેવાની જાણ વાલીઓએ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપપ્રમુખ નરેંદ્ર પાયકને કરતા બજરંગ દળ અને તેમની ટીમ સેન્ટ મેરી સ્કૂલમાં પહોંચી હતી અને સ્કૂલની કઇ ચોપડીમાં જય શ્રી રામ બોલવા ઉપર પ્રતિબંધ છે કહી હોબાળો મચાવ્યો હતો. જે બાદ આ વિવાદને મીડિયાએ ચગાવ્યો હતો. અન્ય કેટલાય હિન્દૂ સંગઠનોએ પણ આ મામલે પોતાનો આક્રોશ...
ભારતીય સિનેમાની સો વર્ષની સફર કરાવતા નેશનલ મ્યુઝિયમ ઑફ ઈન્ડિયન સિનેમા (NMIC) ખાતે 75 વિન્ટેજ કાર અને બાઈકનું પ્રદર્શન 

ભારતીય સિનેમાની સો વર્ષની સફર કરાવતા નેશનલ મ્યુઝિયમ ઑફ ઈન્ડિયન સિનેમા (NMIC) ખાતે 75 વિન્ટેજ કાર અને બાઈકનું પ્રદર્શન 

Gujarat, National, Science & Technology
ફિલ્મ્સ ડિવિઝન સંકુલમાં 13મી માર્ચે નેશનલ મ્યુઝિયમ ઑફ ઈન્ડિયન સિનેમા NMIC પરિસરમાં વિન્ટેજ કાર અને બાઈકનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું છે.  આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આયોજીત આ પ્રદર્શનનું આયોજન NMIC દ્વારા ધ વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ ઓફ ઈન્ડિયા (VCCCI)ના સહયોગથી કરવામાં આવ્યું છે. જેમાં પ્રદર્શિત કરવામાં આવેલ કાર બાઇકને જોઈને અક્ષય કુમાર સહિતના અભિનેતાઓ પણ મોહી પડ્યા હતાં. પ્રદર્શન અંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિક સચિવ નીરજા શેખરે જણાવ્યું હતું કે આજે પ્રદર્શન માટે 75 વિન્ટેજ કાર અને બાઇકનું ખૂબ જ સુંદર કલેક્શન રજૂ કરવામા આવ્યું છે.  "આ એક પ્રતીકવાદ છે જે વર્તમાન પેઢીને આપણી અગાઉની પેઢીઓ દ્વારા આપવામાં આવેલ સંઘર્ષ અને બલિદાન વિશે યાદ અપાવવામાં મદદ કરે છે. અભિનેતા અક્ષય કુમાર અને કૃતિ સેનને પણ અધિક સચિવ સાથે પ્રદર્શનની મુલાકાત લીધી હતી. ...
વાપીની સેન્ટ મેરી સ્કૂલ ચણોદમાં બે વિદ્યાર્થીએ ‘જય શ્રી રામ’ બોલતા માફી નામું લખાવનાર શાળા હવે પોતે માફીનામું લખીને આપશે!

વાપીની સેન્ટ મેરી સ્કૂલ ચણોદમાં બે વિદ્યાર્થીએ ‘જય શ્રી રામ’ બોલતા માફી નામું લખાવનાર શાળા હવે પોતે માફીનામું લખીને આપશે!

Gujarat, National
વાપી ચણોદ કોલોનીમાં આવેલ સેન્ટ મેરી સ્કૂલમાં બે વિદ્યાર્થીએ સ્કૂલ પરિસરમાં મોટેથી જય શ્રી રામ બોલતા બંને વિદ્યાર્થીને સ્કૂલના ડિસીપ્લીન કમિટી હેડ દ્વારા આવી ભૂલ ફરી ન થાય તે માટે માફીનામું લખાવતા વાલીઓએ સ્કૂલમાં પહોંચી હોબાળો મચાવ્યો હતો. જે બાદ VHP અને બજરંગ દળના કાર્યકરોએ સ્કૂલમાં જઈ વિરોધ નોંધાવતા માફીનામું લખાવનાર સ્કૂલ સંચાલકો તેમની ભૂલ બદલ માફીનામું લખીને આપશે તેવી ખાતરી આપી હતી. વાપી ચણોદ કોલોનીમાં માં shri dinesh devshi mandhu કેમ્પસ માં આવેલ સેન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 9માં ધોરણમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીએ સ્કૂલ પરિસરમાં મોટેથી જય શ્રી રામ બોલતા વિવાદ સર્જાયો હતો. જય શ્રી રામ બોલનારા બંને વિદ્યાર્થીને બોલાવી સ્કૂલના ડિસીપ્લીન કમિટી હેડ કલ્પેશ દ્વારા આવી ભૂલ ફરી ન થાય તે માટે માફીનામું લખાવ્યું હતું. જે અંગે વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલમાં પહોંચી હોબાળો મચાવ્યો હત...
ઉધારમાં ગુટકા લેવા જવાની ના પાડતા મજુરે મંગેતર ને ઉતારી દીધી મોત ને ઘાટ, પુરાવાના નાશમાં કોન્ટ્રાકટર સહિત ત્રણની ધરપકડ

ઉધારમાં ગુટકા લેવા જવાની ના પાડતા મજુરે મંગેતર ને ઉતારી દીધી મોત ને ઘાટ, પુરાવાના નાશમાં કોન્ટ્રાકટર સહિત ત્રણની ધરપકડ

Gujarat, National
વલસાડ જિલ્લાના વલવાડા ગામે મજૂરી કરવા આવેલા એક મજુરે તેની જ મંગેતરનું ગળું દબાવી હત્યા કરી નાખી છે. આરોપીએ તેની મંગેતર ને ગુટખા લેવા જવાનું કહ્યા બાદ યુવતીએ ના પાડતા તેની હત્યા કરી લાશને ઝાડની ડાળ સાથે લટકાવી દીધી હતી. પોલીસે હત્યારા આરોપી સહિત ત્રણની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના વલવાડા ગામે મજૂરી કરવા આવેલી યુવતીના શંકાસ્પદ મૃતદેહની તપાસમાં યુવતીની હત્યા થઈ હોવાની અને તે હત્યા યુવતીના જ મંગેતરે ગુટખા લેવા જવાની સામાન્ય બાબતે કરી હોવાની વિગતો સાથે ભિલાડ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી મહત્વની સફળતા મેળવી છે. જે અંગે વાપી ડિવિઝનના ASP શ્રીપાલ શેષમાં એ વિગતો આપી હતી કે ગત 6ઠ્ઠી માર્ચે નિતા નામની મજૂર યુવતીનો મૃતદેહ ભિલાડ સરકારી હોસ્પિટલમાં આવ્યો હતો. જે શંકાસ્પદ જણાતા તેનું ફોરેન્સિક PM કરવામાં આવ્યું હતું. જેમાં તેની ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવત...
વાપીમાં 16 લાખની લૂંટને અંજામ આપ્યા બાદ માસ્ટર માઈન્ડ એ જ વિસ્તારના પોલીસ થાણામાં GRD જવાન બની નોકરી કરતો હતો!

વાપીમાં 16 લાખની લૂંટને અંજામ આપ્યા બાદ માસ્ટર માઈન્ડ એ જ વિસ્તારના પોલીસ થાણામાં GRD જવાન બની નોકરી કરતો હતો!

Gujarat, National
વાપી GIDC માં જાન્યુઆરી 2020માં રાઇટર સેફ ગાર્ડ વતી ઇન્સ્ટાકાર્ટનુ કલેકશન કરવાનુ કામ કરતા કર્મચારી યતિન પટેલનું અપહરણ કરી 16 લાખની લૂંટ કરનાર 4 આરોપીઓને વલસાડ SOG, LCB ની ટીમે દબોચી લીધા છે. જો કે નવાઈની વાત એ છે કે લૂંટમાં માસ્ટર માઇન્ડ એક GRD જવાન જ નીકળ્યો છે કે જેણે પોતાના 3 સાથીદારો સાથે GIDC પોલીસ સ્ટેશન હદમાં જ લૂંટ ને અંજામ આપ્યા બાદ એ જ પોલીસ મથકમાં દોઢ વર્ષથી GRD તરીકે નોકરી મેળવી ફરજ બજાવતો હતો.           વાપી GIDC માં રાઇટર સેફ ગાર્ડ વતી ઇન્સ્ટાકાર્ટનુ કલેકશન કરવાનુ કામ કરતા કર્મચારી યતિન પટેલને 27મી જાન્યુઆરી 2020માં એન.આર.અગ્રવાલ સર્કલ પાસે મોટરસાયકલ પર આવેલા 2 ઈસમોએ બેગમાં રહેલ 16,09,178 રોકડા સાથે અટકાવ્યો હતો. ત્યાર બાદ યતિનના માથામાં ફટકો મારી તુ બે દિવસથી મારી બહેનને હેરાન કરે છે અને છેડતી કરે છે. તુ મારી ગાડીમાં બેસીજા એમ ક...
કલગામ ગામે SRP કેમ્પમાં નિર્માણાધીન ઇમારતના 10 માં માળેથી પટકાયેલ મજૂર 5માં માળે જાળીમાં ફસાયો, વાપી ફાયરે ઉગાર્યો

કલગામ ગામે SRP કેમ્પમાં નિર્માણાધીન ઇમારતના 10 માં માળેથી પટકાયેલ મજૂર 5માં માળે જાળીમાં ફસાયો, વાપી ફાયરે ઉગાર્યો

Gujarat, National
  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં કલગામ-મરોલી ગામ નજીક કોસ્ટલ હાઇવે પર આવેલ SRP કેમ્પમાં એક મજૂર 10 માં માળેથી પટકાયો હતો. જો કે મજૂર 5 માં માળે કામદારોની સેફટી માટે બાંધેલ ગ્રીન નેટ માં ફસાઈ ગયો હતો. જેને રેસ્ક્યુ કરવા વાપી પાલિકા ફાયરના જવાનોને જાણ કરતા પાલિકા ફાયરની ટીમે યુવકને હેમખેમ ઉગારી લીધો હતો. મજૂરને સામાન્ય ઇજાઓ થઈ હોય તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.         આ અંગે વાપી નગરપાલિકા ફાયર વિભાગમાંથી મળતી વિગતો મુજબ સાંજે સાડા સાત થી 8 વાગ્યા વચ્ચે કોલ આવ્યો હતો કે કલગામ ગામે એક યુવક ઝાળી માં ફસાયેલ છે. જેથી તાત્કાલિક ફાયર વિભાગના સાગર માંગેલા સહિતના જવાનોને મીની ફાયર સાથે રવાના કરવામાં આવ્યા હતાં.         કલગામ કામે કલગામ-મરોલી નજીક કોસ્ટલ હાઇવે પર SRP કેમ્પમાં આ ઘટ...