Thursday, December 5News That Matters

વાપીની સેન્ટ મેરી સ્કૂલ ચણોદમાં બે વિદ્યાર્થીએ ‘જય શ્રી રામ’ બોલતા માફી નામું લખાવનાર શાળા હવે પોતે માફીનામું લખીને આપશે!

વાપી ચણોદ કોલોનીમાં આવેલ સેન્ટ મેરી સ્કૂલમાં બે વિદ્યાર્થીએ સ્કૂલ પરિસરમાં મોટેથી જય શ્રી રામ બોલતા બંને વિદ્યાર્થીને સ્કૂલના ડિસીપ્લીન કમિટી હેડ દ્વારા આવી ભૂલ ફરી ન થાય તે માટે માફીનામું લખાવતા વાલીઓએ સ્કૂલમાં પહોંચી હોબાળો મચાવ્યો હતો. જે બાદ VHP અને બજરંગ દળના કાર્યકરોએ સ્કૂલમાં જઈ વિરોધ નોંધાવતા માફીનામું લખાવનાર સ્કૂલ સંચાલકો તેમની ભૂલ બદલ માફીનામું લખીને આપશે તેવી ખાતરી આપી હતી.
વાપી ચણોદ કોલોનીમાં માં shri dinesh devshi mandhu કેમ્પસ માં આવેલ સેન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 9માં ધોરણમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીએ સ્કૂલ પરિસરમાં મોટેથી જય શ્રી રામ બોલતા વિવાદ સર્જાયો હતો. જય શ્રી રામ બોલનારા બંને વિદ્યાર્થીને બોલાવી સ્કૂલના ડિસીપ્લીન કમિટી હેડ કલ્પેશ દ્વારા આવી ભૂલ ફરી ન થાય તે માટે માફીનામું લખાવ્યું હતું. જે અંગે વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલમાં પહોંચી હોબાળો મચાવ્યો હતો. જે બાદ VHP અને બજરંગ દળના કાર્યકરોએ સ્કૂલમાં જઈ વિરોધ નોંધાવતા આખરે બાળકો પાસે માફીનામું લખાવનાર સ્કૂલ સંચાલકોએ તેમની આ ભૂલ બદલ સોમવારે શાળા ખુલશે ત્યારે પોતે વિદ્યાર્થીઓ ના વાલીઓને અને VHP, બજરંગદળના કાર્યકરો સમક્ષ માફીનામું લખીને આપશે તેવી ખાતરી આપતા મામલો શાંત થયો હતો. જો કે જય શ્રી રામ બોલવાના વિવાદનો વીડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા હિંદુ સંગઠનો માં અને વિદ્યાર્થીઓના વાલીઓએ શાળા સંચાલકોની આ પ્રકારની મેન્ટાલિટી પર ફિટકાર વરસાવ્યો હતો.
વાપી ચણોદ સ્થિત સેન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આ પહેલા પણ વિવાદમાં રહેતી આવી છે. તેમાં ગુરૂવારે સ્કૂલના ધોરણ-9ના બે વિદ્યાર્થીઓએ સ્કૂલ પરિસરમાં એકબીજાને જય શ્રી રામ કહીને મોટેથી સંબોધન કર્યું હતું. જેની જાણ સ્કૂલના ડિસીપ્લીન કમિટીને થઇ હતી. જેથી કમિટીના હેડ કલ્પેશભાઇએ બંને વિદ્યાર્થીને બોલાવી બંને પાસેથી માફીનામું લખાવ્યું હતું. માત્ર જય શ્રી રામ બોલવાથી માફીનામું લખાવી લેવાની જાણ વાલીઓએ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપપ્રમુખ નરેંદ્ર પાયકને કરતા બજરંગ દળના સંયોગક રાજુ મિશ્રા અને તેમની ટીમ વાલીઓ સાથે સેન્ટ મેરી સ્કૂલે પહોંચી હતી. જ્યાં પ્રિન્સીપાલ ન મળતા સ્ટાફ સાથે વાતચીત કરવામાં આવી હતી.
સ્કૂલની કઇ ચોપડીમાં જય શ્રી રામ બોલવા ઉપર પ્રતિબંધ છે કહી વાલીઓએ પ્રિન્સીપાલને બોલાવવા હોબાળો પણ કર્યો હતો. પરંતુ પ્રિન્સીપાલ સોમવારે મળશે ત્યારે વાત કરી લેજો કહેતા તેઓ પરત આવી ગયા હતા. જે અંગે VHPના નરેન્દ્ર પાયકે આ મામલે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, લોકો ધર્મ પ્રમાણે એકબીજાને સંબોધે છે. હિન્દુ ધર્મમાં આપણે રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી વિગેરે કહી એકબીજાને બોલાવીએ જ છીએ. પરંતુ માત્ર જય શ્રી રામ બોલવાથી સ્કૂલએ આ બંને વિદ્યાર્થીઓ પાસેથી માફીનામું લખાવતા અમે તેનો વિરોધ કર્યો હતો. અને સ્કૂલ સંચાલકો સાથે આ મામલે વાત કરી હતી. જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ હાજર ના હોય સોમવારે આ મામલે પ્રિન્સિપાલ અને સ્ટાફ તેમની ભૂલ બદલ માફીનામું લખીને આપશે તેવી ખાતરી આપી છે.
સેન્ટ  મેરી સ્કૂલને શ્રી દિનેશ દેવશી માંઢું ટ્રસ્ટ દ્વારા ઉદાર હાથે દાન આપવામાં આવ્યું હતું જેના થકી 1984માં શાળાની સ્થાપના કરી, તે સમયે માત્ર થોડા વિદ્યાર્થીઓ અને મુઠ્ઠીભર શિક્ષકો હતા જેમણે સમાજના હેતુ માટે પોતાને સમર્પિત કર્યા હતા. વર્તમાન સમયમાં ચણોદની સૌથી મોટી અને જાણીતી શાળા હોવાનું સાબિત કર્યું છે. એવી ગુલબાંગો મારનાર આ શાળામાં કૌટુંબિક આત્મા, વિવિધતા માટે આદર, કરુણા, સેવા-મનન, કૃતજ્ઞતા, શ્રેષ્ઠતા જેવા સૂત્રની આલબેલ પોકારવામાં આવે છે.
વિવાદિત શાળા અંગે તેની વેબસાઈટ માં જણાવ્યા મુજબ જોઈએ તો, સેન્ટ મેરી એક અધિકૃત અને સર્વગ્રાહી શિક્ષણ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે જ્યાં વિદ્યાર્થીઓને મજબૂત શૈક્ષણિક પ્રોગ્રામિંગના સંદર્ભમાં આત્મવિશ્વાસ અને ઉમદા બનવાનું શીખવવાનો દાવો કર્યો છે.  સેન્ટ મેરી સ્કૂલની શરૂઆત ચણોદ ખાતે 1984માં સોસાયટી ઓફ પિલરના નેજા હેઠળ થઈ હતી. સેન્ટ મેરી એ ભારતીય બંધારણની કલમ 30(1) મુજબ ખ્રિસ્તી ધાર્મિક લઘુમતી અધિકારો હેઠળ બિન-સહાયિત અંગ્રેજી માધ્યમની શાળા છે. સંપ્રદાય કે જાતિને ધ્યાનમાં લીધા વિના શાળા બધા માટે ખુલ્લી છે. તે સામાન્ય જનતાને પોસાય તેવા ખર્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડે છે. તેવો દાવો કરવામાં આવ્યો છે.
જેને હાલની વાસ્તવિક પરિસ્થિતિ મુજબ જોતા કોઈ જ મેલમેળાપ નથી. જો કે જે શાળામાં 90 ટકા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હિન્દૂ છે. શાળાની વેબસાઈટ પર દેશમાં મનાવતા દરેક હિન્દૂ તહેવારો, રાષ્ટ્રીય દિવસો અને ખ્રિસ્તી તહેવારોની ઉજવણી ના ફોટો વીડિઓ અપલોડ કરવામાં આવ્યા છે. જેમાં જય શ્રી રામ લખેલી થાળીઓના ફોટા પણ છે. તેમ છતાં 2 વિદ્યાર્થીઓ કેમ્પસમાં મોટેથી જય શ્રી રામ બોલ્યા તો માફીનામું લખાવ્યું અને વિવાદનો મધપૂડો છેડી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *