Wednesday, December 4News That Matters

Month: March 2022

પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત કરવાના વિરોધમાં રાજકારણીઓના રવાડે ચડી સ્થાનિક લોકોએ સોનેરી તક ગુમાવી દીધી?

પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત કરવાના વિરોધમાં રાજકારણીઓના રવાડે ચડી સ્થાનિક લોકોએ સોનેરી તક ગુમાવી દીધી?

Gujarat, National
પાર-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટ અંતર્ગત પાર અને તાપી નદી વચ્ચેની પાર, ઔરંગા, અંબિકા અને પૂર્ણા નદીમાં થઈ દરિયામાં ભળી જતા વધારાના પાણીના જથ્થાને વાળીને ગુજરાતના પાણીની અછત વાળા વિસ્તારમાં પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે. જેના થકી સિંચાઈ અને પીવાનું પુરતું પાણી મળી રહે. યોજના માટેનું પ્લાનિંગ પૂર્ણ થઈ ગયું હતું. વર્ષના અંત સુધીમાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી કામનો પ્રારંભ થવાનો હતો. જો કે એ પહેલાં જ સ્થાનિક આદિવાસી સમાજે વિસ્થાપિત થવાના ભય હેઠળ તેનો વિરોધ કરતા આખરે આ પ્રોજેકટ ગુજરાત સરકારે પડતો મુક્યો છે. જો કે રાજકારણીઓ ના રવાડે ચડી વિરોધ કરી પ્રોજેકટ ને સ્થગિત કરનારા સ્થાનિક લોકોએ ખૂબ જ મોટી તક ગુમાવી હોવાનું આ પ્રોજેકટને સારી રીતે જાણનારા નિષ્ણાંતોનું માનવું છે. સૌ પ્રથમ આ પ્રોજેકટ અંગે વાત કરીએ તો કેન્દ્ર સરકારનો આ મહત્વનો પ્રોજેકટ હતો. પ્રોજેકટ અંતર્ગત નવા 7 બંધ બનાવવાની યોજના ...
વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર માટે 38 વર્ષ લાંબા સમયની રજુઆત બાદ ખાતરી, પણ જમીન ક્યાં અને ક્યારે મળશેની મુંઝવણ!

વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર માટે 38 વર્ષ લાંબા સમયની રજુઆત બાદ ખાતરી, પણ જમીન ક્યાં અને ક્યારે મળશેની મુંઝવણ!

Gujarat, National
વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર માટે જમીન ફાળવવાની 38 વર્ષ જૂની માંગણી સંદર્ભે હાલમાં જ કનું દેસાઈએ વાપીમાં VTA માટે ટ્રાન્સપોર્ટ નગર બનાવવા જમીન આપવામાં આવશે તેવી જાહેરાત કરતા સોમવારે VTA દ્વારા નાણાપ્રધાન કનું દેસાઈનો આભાર પ્રગટ કર્યો હતો. પરંતુ આ જમીન ક્યાં અને ક્યારે મળશે તેની કોઈ છણાવટ નાણાપ્રધાને કરી ના હોય ખુશી સાથે મુંઝવણ વધી છે. વલસાડ જિલ્લામાં 1968માં વાપી GIDC નો પાયો નંખાયા બાદ વર્ષ 1984માં વાપી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની સ્થાપના થઇ. ત્યારથી લઈને વર્તમાન 2022 સુધીમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશને ગુજરાતના મુખ્યપ્રધાન, GIDC, સ્થાનિક રાજકારણીઓ સમક્ષ લેખિત-મૌખિક અનેકવાર ટ્રાન્સપોર્ટ નગર બનાવવા માટે જમીનની માંગ કરી છે. 38 વર્ષ જૂની આ માંગણી સંદર્ભે હાલમાં જ કનું દેસાઈએ વાપીમાં VTA માટે ટ્રાન્સપોર્ટ નગર બનાવવા જમીન આપવામાં આવશે તેવી જાહેરાત કરતા સોમવારે VTA દ્વારા નાણાપ્રધાન કનું દેસ...
વલસાડ જિલ્લામાં SSC/HSC બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, પરીક્ષાર્થીઓ લકી ચીજવસ્તુઓ સાથે પરીક્ષા આપવા આવ્યા!

વલસાડ જિલ્લામાં SSC/HSC બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, પરીક્ષાર્થીઓ લકી ચીજવસ્તુઓ સાથે પરીક્ષા આપવા આવ્યા!

Gujarat, National
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડ દ્વારા લેવાતી ધોરણ દસ અને બારની બૉર્ડ પરીક્ષાઓનો શુભારંભ થયો છે. પ્રથમ દિવસે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી હોંશભેર આવકાર અપાયો હતો. જેમાં પ્રથમ દિવસે પ્રથમ ભાષા મુજબનું પેપર હોય અને તે સહેલું નીકળતા વિદ્યાર્થીઓએ પેપર સારું ગયું હોવાની ખુશી વ્યક્ત કરી હતી. પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરવા ઘણાં પરીક્ષાર્થીઓ પોત-પોતાની લકી ચીજવસ્તુઓ સાથે લઈને પરીક્ષા આપવા આવ્યા હતા. કારકીર્દિ માટે અત્યંત મહત્વની ગણાતી ધોરણ 10 અને બારની બૉર્ડ પરીક્ષાનો જિલ્લામાં શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. જિલ્લામાં ધોરણ 10 અને બારના 51433 વિદ્યાર્થીઓ નોંધાયેલાં છે. જેમાં, અંધ અને અપંગ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી રહ્યાં છે. વલસાડ જિલ્લામાં વાપી સહિતના કેન્દ્ર પર વિવિધ સામાજીક-સ્વૈચ્છિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી, તેમનુ...
વાપીમાં ખીદમત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ફ્રી મેગા મેડિકલ કેમ્પમાં દર્દીઓએ વિવિધ બીમારીઓનું નિઃશુલ્ક નિદાન કરાવ્યું

વાપીમાં ખીદમત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ફ્રી મેગા મેડિકલ કેમ્પમાં દર્દીઓએ વિવિધ બીમારીઓનું નિઃશુલ્ક નિદાન કરાવ્યું

Gujarat, National
વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ખીદમત ચેરીટેબલ ટ્રસ્ટ ડુંગરા અને યશફિન હોસ્પિટલ નવસારીના સહયોગમાં વાપીના છીરી ખાતે રવિવારે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1500 જેટલા લોકોએ વિવિધ રોગોનું નિદાન કરાવી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા જે દર્દીઓ ઓપરેશનની રકમ ખર્ચી શકે તેમ નથી તેમને રાહતદરે અથવા આયુષ્યમાન કાર્ડ હેઠળ ઓપરેશન કરાવી આપવાની બાંહેધરી આપી હતી.     વાપીમાં છીરી ખાતે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના ઉદ્દેશ્ય અંગે ખીદમત ચેરીટેબલ ટ્રસ્ટ ડુંગરાના વાઇસ પ્રેસિડેન્ટ્સ સાબિર ખાને વિગતો આપી હતી કે, કેમ્પમાં વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી લોકો આવ્યાં છે. આ એવા દર્દીઓ છે જે તેમની નાનીમોટી શારીરિક બીમારીઓથી પીડાય છે. પરંતુ તેની પાછળ ઓપરેશનનો મોટો ખર્ચ હોય તે કરી શકતા નથી. એટલે ટ્રસ્ટે યશફિન હોસ્પિટલ ...
Part -5- રિવરલીન્ક પ્રોજેકટનો વિરોધ કરનારા એ નથી જાણતા કે વર્ષે દહાડે દક્ષિણ ગુજરાતની નદીઓમાંથી વેડફાઈ જતું પાણી જો બચાવીએ તો તેનો સીધો લાભ કેટલો થશે?

Part -5- રિવરલીન્ક પ્રોજેકટનો વિરોધ કરનારા એ નથી જાણતા કે વર્ષે દહાડે દક્ષિણ ગુજરાતની નદીઓમાંથી વેડફાઈ જતું પાણી જો બચાવીએ તો તેનો સીધો લાભ કેટલો થશે?

Gujarat, National
દક્ષિણ ગુજરાતના નવસારીની પૂર્ણાં નદીથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની તુમ્બ નદી સુધીમાં અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા, દારોઠા જેવી ડઝનથી વધુ નદીઓ દક્ષિણ ગુજરાતની બારેમાસ વહેતી નદીઓ છે. આ નદીઓ ચોમાસા દરમ્યાન ગાંડીતુર બને છે. અને તેમાં વહેતુ અબજો લીટર પાણી દર વર્ષે અરબસાગરમાં ભળી જાય છે. એમાં પણ ડાંગ, વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વરસાદી પાણી મેળવતા મહત્વના પ્રદેશ છે. આ વિસ્તારમાં સિઝનનો સરેરાશ 100 ઇંચથી વધુ વરસાદ વરસે છે.  આ પાણીને નદીઓના જોડાણ થકી સૌરાષ્ટ્ર કચ્છ સુધી પહોંચાડી ત્યાંના વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ લાવવાનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારનો છે. તો પાણીનો ઉપયોગ સ્થાનિક લેવલે કપરાડા, ધરમપુર તાલુકાના અને ડાંગ-નવસારી જિલ્લાના ખેડૂતો માટે પણ બારેમાસ ઉપજ મેળવવા નિમિત્ત બનશે. વર્ષ 2022-23ના સામાન્ય બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને રિવર લિંક પ્રોજેકટ...
Part 4- રિવરલીન્ક પ્રોજેકટ, ચેકડેમ થકી પાણીને બચાવવું અનિવાર્ય છે. પરંતુ તે માટેનું આયોજન લોકોને ગળે ઉતરે તેવું હોવું જોઈએ

Part 4- રિવરલીન્ક પ્રોજેકટ, ચેકડેમ થકી પાણીને બચાવવું અનિવાર્ય છે. પરંતુ તે માટેનું આયોજન લોકોને ગળે ઉતરે તેવું હોવું જોઈએ

Gujarat, National
વલસાડ જિલ્લામાં ઉઠેલો રિવરલીન્ક પ્રોજેક્ટનો વિરોધ હવે લોકસભા સુધી પહોંચ્યો છે. આ પ્રોજેકટથી 75 ગામના 35 હજાર લોકો વિસ્થાપિત થશે. તેમનો ધંધો રોજગાર, બાળકોનું શિક્ષણ ખોરવાશે તેવી વાતો કરી આ પ્રોજેકટ નો વિરોધ થઈ રહ્યો છે. પરંતુ એક વાત એ પણ એટલી જ સાચી છે કે ગુજરાત માં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં દરિયામાં વહી જતા પાણીને બચાવવા આ પ્રકારના પ્રોજેકટ હાથ ધરવા જરૂરી છે. જો કે એ માટે સરકારે લોકોને આ આયોજનનો તમામ ખ્યાલ આપવો જરૂરી છે. અને જરૂર પડ્યે વિસ્થાપિત થનારા ગ્રામજનો માટે સુરક્ષિત સ્થળે આખું ટાઉન ઉભું કરી તેમાં પાયાગત તમામ સુવિધાઓ આપી ત્યાર બાદ આ પ્રોજેકટ ને આગળ ધપાવવો જોઈએ   ધરામપુરમાં આકાર લેનારા સૂચિત પાર-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટ થી હજારો આદિવાસી પરિવારોના જીવન પર અનેક પ્રકારની માઠી અસર થશે તેવી રજુઆત દાદરા નગર હવેલીના શિવસેના સાંસદ કલાબેન ડેલકરે  લોકસભામાં કરી છે. સાં...
Part -3- કનુભાઈએ ચોખવટ કરી નહિ અને કલાબેને મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો એટલે રાતોરાત કેન્દ્રમાંથી ગુજરાત સરકારના મંત્રીઓને તેંડુ આવ્યું?

Part -3- કનુભાઈએ ચોખવટ કરી નહિ અને કલાબેને મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો એટલે રાતોરાત કેન્દ્રમાંથી ગુજરાત સરકારના મંત્રીઓને તેંડુ આવ્યું?

Gujarat, National
પાર-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટ મામલે વલસાડ-ડાંગ-નવસારીના આદિવાસીઓ જોરશોરથી વિરોધ કરી રહ્યા છે. જો કે આ વિરોધનો સુર માત્ર દક્ષિણ ગુજરાત પૂરતો જ સમાચારના માધ્યમોમાં જળકી રહ્યો હતો. પરંતુ 2 દિવસ પહેલા અચાનક આ મુદ્દો દાદરા નગર હવેલીના શિવસેનાના સાંસદ કલાબેન ડેલકરે લોકસભા માં ઉઠાવ્યો હતો. અને તે બાદ આ મુદ્દો ગરમાતા કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને આદેશ આપી દિલ્હીનું તેંડુ મોકલ્યું છે. દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર એ રીતે જોઈએ તો રિવરલીન્ક પ્રોજેકટ વિરોધ ના પડદા પાછળના ખેલાડીની ભૂમિકામાંથી સીધા ફ્રન્ટફૂટ પર આવી ગયા છે. આ મુદ્દો છેલ્લા 2 મહિનાથી આદિવાસી સંગઠનો ઉઠાવતા હતા અને તેનો વિરોધ કરતા હતાં. જે બાદ અનંત પટેલ એન્ડ ટીમે આ મુદ્દો હાઇજેક કરી ગાંધીનગર સુધી પહોંચાડ્યો જેને કલાબેન ડેલકરે સંસદ સુધી પહોંચાડી સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે.    આદિવાસી સમાજ જે વિરોધ ક...
Part -2- કનુભાઈએ બજેટમાં કરેલો બફાટ બુમરેન્ગ બનીને આવ્યો, હવે ડેમેજ કન્ટ્રોલ કરવા નીકળ્યા?

Part -2- કનુભાઈએ બજેટમાં કરેલો બફાટ બુમરેન્ગ બનીને આવ્યો, હવે ડેમેજ કન્ટ્રોલ કરવા નીકળ્યા?

Gujarat, National
પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટ અને દમણગંગા-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટ થકી ચોમાસામાં વહી જતા પાણીને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડી ખેતી ક્ષેત્રે પાણીની તંગી દૂર કરવાના આશયથી આગામી દિવસોમાં રિવરલીન્ક પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. એવી જાહેરાત કેન્દ્ર સરકારના બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમને કરી હતી. જે બાદ ધરમપુર-કપરાડા તાલુકામાં ગામલોકો વિસ્થાપિત થશે તેવા ડરે વિરોધનો સુર ઉઠ્યો હતો.  જો કે પીઢ રાજકારણી, વલસાડ જિલ્લાના ચાણક્ય ગણાતા નાણાપ્રધાન કનું દેસાઈએ આ વિરોધ ભવિષ્યમાં નડી શકે છે તેની શંકા સેવ્યા વિના જ ગુજરાત સરકારના બજેટમાં ધરમપુર કપરાડા વિસ્તારમાં પંચવર્ષીય યોજના હેઠળ 500 કરોડની ફાળવણી કરી હોવાની જાહેરાત કરી હતી. જેમાં કેન્દ્રીય નાણાપ્રધાનની રિવરલીન્ક પ્રોજેકટની જાણકારીના વખાણ કર્યા, પંરતુ એ ચોખવટ ના કરી કે તેમણે ફાળવેલ 500 કરોડ એ પ્રોજેકટ માટે નહીં પરંતુ આ વિસ્તારમાં નાન...
Part-1- રિવર લિંક પ્રોજેકટ મુદ્દે ઉઠેલા વિરોધને ડામવા વલસાડમાં નાણામંત્રી, આદિજાતિ મંત્રી સહિત વલસાડ-ડાંગના ધારાસભ્યોની પત્રકાર પરિષદ

Part-1- રિવર લિંક પ્રોજેકટ મુદ્દે ઉઠેલા વિરોધને ડામવા વલસાડમાં નાણામંત્રી, આદિજાતિ મંત્રી સહિત વલસાડ-ડાંગના ધારાસભ્યોની પત્રકાર પરિષદ

Gujarat, National
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં સૂચિત પાર-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટ મામલે ઉઠી રહેલા વિરોધને ડામવા માટે કેન્દ્ર સરકાર માંથી આદેશ છૂટ્યા બાદ રવિવારે વલસાડના સર્કિટ હાઉસ ખાતે ગુજરાત રાજ્ય સરકારના નાણાપ્રધાન કનું દેસાઈ, આદિજાતિ મંત્રી તેમજ વલસાડ-ડાંગના પ્રભારી નરેશ પટેલ, પાણી પુરવઠા વિભાગના મંત્રી જીતુ ચૌધરી, પૂર્વ મંત્રી રમણલાલ પાટકર, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિતના રાજકીય આગેવાનોએ પત્રકાર પરિષદ બોલાવી આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં આ સ્થળે કોઈ ડેમ બનવાનો જ નથી. અને કોઈ જ પરિવાર વિસ્થાપિત થવાનો નથી. આ એક રાજકીય કાવતરા હેઠળ આદિવાસી સમાજના લોકોને બહેકાવવા માં આવી રહ્યા હોવાનો ખુલાસો કર્યો હતો. વલસાડ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં કનું દેસાઈએ જણાવ્યું હતું કે તેમણે બજેટમાં જે 500 કરોડની ફાળવણી કરી છે. તે સ્થાનિક ધરમપુર-કપરાડા વિસ્તારમાં નાના ચેક ડેમ...
વાપીની ગ્રીમ્સ રોફેલ MBA કોલેજના વિદ્યાર્થીઓ માટે HR મીટ 2021-22નું આયોજન કરવામાં આવ્યું 

વાપીની ગ્રીમ્સ રોફેલ MBA કોલેજના વિદ્યાર્થીઓ માટે HR મીટ 2021-22નું આયોજન કરવામાં આવ્યું 

Gujarat, National
શનિવારે વાપીની ગ્રીમ્સ રોફેલ એમીબીએ કોલેજના વિદ્યાર્થીઓ માટે HR મીટ 2021-22નું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વાપીની અનેક કંપનીઓના HR હેડ્સ દ્વારા કોલેજના MBA ફેકલ્ટી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને વર્તમાન સમયના ઔદ્યોગિક ક્ષેત્રમાં ક્યાં ઉતાર ચઢાવ આવી રહ્યા છે, તેમજ આવનાર ભવિષ્ય માટે ઔદ્યોગિક ક્ષેત્રે ક્યા ક્રાંતિકારી બદલાવો આવશે તે અંગેની રજેરજની માહિતી આપવામાં આવી હતી,    આ HR મીટમાં વિવિધ કંપનીઓના 32 થી પણ વધુ HR ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા લોકોએ ભાગ લીધો હતો, જેમણે ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલ તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ કરીને વિદ્યાર્થીઓને મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું,    જેમાં હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન, સ્ટ્રેટેજિક HR તેમજ HR વિભાગમાં જે પણ નવા નવા કોન્સેપ્ટ આવે છે તે તમામ વિષે ચર્ચાઓ કરવામાં આવી હતી, જેનાથી વિદ્યાર્થ...