ગઇ તા.17/05/2024 ના ભિલાડ પો.સ્ટે.ની હદમાં આવેલ સરીગામ જી.આઇ.ડી.સી.ની દેવરાજ ટ્રેડર્સ દુકાનમાંથી રાત્રી દરમ્યાન આઇશર ટેમ્પામાં આવેલ ત્રણ અજાણ્યા ઇસમોએ દુકાનનું શટર તોડી દુકાનમાં રાખેલ વિમલ પાન મસાલા, તમ્બાકુના જથ્થાની ચોરી કરી નાશી ગયા હતાં. જેઓને LCB ની ટીમે ઝડપી પાડી કુલ 10.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
એલ.સી.બી વલસાડની ટીમે બાતમી હકીકતના આધારે ને.હા.નં.48, વલવાડા ઓવરબ્રિજ પાસે સુરતથી મહારાષ્ટ્ર તરફ જતા રોડ ઉપરથી આરોપીઓ (1) મોહમદ કેફ મોહમદ અકીલ સીદીકી, (2) આસીફ આફાક સીદીકી (3) નિલેશ ઉર્ફે પંડીત S/O અજયકુમાર શંભુ મિશ્રાને ઝડપી પાડેલ અને ઇસમોના કબજામાંથી ટાટા ટેમ્પો નં.GJ- 15-XX-0608 કિ.રૂ.5 લાખ, મહીન્દ્રા પંઢરપુરી તમ્બાકુ તથા રાજશ્રી પાન મસાલા, તમ્બાકુ તથા વિમલ પાનમસાલાનો જથ્થો કુલ કિ.રૂ.5,43,686/- તથા અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ 4 મળી કુલ્લે કિ.રૂ.10,54,686 /- નો મુદામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ તથા મુદામાલ વધુ તપાસ અર્થે ભિલાડ પો.સ્ટે. ખાતે સુપ્રત કરવામાં આવેલ છે. પકડાયેલ ત્રણેય આરોપીઓની સઘન પુછપરછ કરતા પકડાયેલ ત્રણ ઇસમો તથા નહી પકડાયેલ રાજુ, ગુરુ, શેરસીંગ જેના પુરા નામ સરનામાની ખબર નથી તેની સાથે મોહમદ કેફ મોહમ્મદ અકીલ સીદીકીનો ટાટા ટેમ્પો નં.GJ-15-XX-0608 નો લઇને ગયા ગુરૂવારની રાત્રીએ ભિલાડ સરીગામ GIDCમાં નહેરની બાજુમાં આવેલ એક દેવરાજ ટ્રેડર્સ નામની દુકાનમાંથી મહેન્દ્ર પંઢરપુરી તમ્બાકુના કોથળાઓ તથા રાજશ્રી પાનમસાલા તથા વિમલ પાનમસાલાની ચોરી કરી પકડાયેલ આસીફ આસફાક સીદીકીની પારડી જી.આઇ.ડી.સી. ખાતે આવેલ ભાડાની દુકાનમાં રાખેલ હતા. જેને ટેમ્પા માં ભરી મહારાષ્ટ્ર તરફ વેચાણ કરવા સારૂ નીકળ્યા હતાં.
સદર કામગીરી સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલાની સુચના મુજબ I/C પો.ઈન્સ એ.યુ.રોઝ, એલ.સી.બી વલસાડ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. વલસાડના પો.સ.ઇ. જે.એન.સોલંકી, તથા સ્ટાફના માણસોની ટીમ બનાવી સદર ઘરફોડ ચોરીની ગુનાવાળી જગ્યાના આજુબાજુના CCTV ફુટેઝ તથા ટેકનીકલ એનાલીસીસ આધારે વર્કઆઉટ કરી ગુન્હાનો ભેદ ઉકળવામાં સફળતા મેળવી હતી.