વાપીના ચણોદમાં ગણેશ મંડપ બાંધતી વખતે કરંટ લાગતા એકનું મોત…! લાખોના ખર્ચે ગણેશ મંડપ બંધાવનારા ગણેશ મંડળોના આયોજકો માટે ચેતવણી સમાન કિસ્સો…?
શનિવાર 7મી સપ્ટેમ્બરથી દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વકની ઉજવણી શરૂ થઈ રહી છે. ત્યારે, આ ધાર્મિક મહોત્સવને દેખાદેખીનો મહોત્સવ બનાવનાર ગણેશ મંડળના આયોજકો માટે ચેતવણી સમાન ઘટના વાપીમાં બની છે.
ઇમેજ સૌજન્ય સોશ્યલ મીડિયા.......
વાપી જી.આઇ.ડી.સી.ના ચણોદ કોલોનીમાં ગણેશ મંડપ બાંધતી વખતે કરંટ લાગતા 24 વર્ષીય સુનિલ પ્રભુભાઈ ભુરકુંડ નામના યુવકનું મૃત્યુ નીપજ્યું છે. મૃતક યુવક મૂળ વાડી મુળગામ ફળીયા, તા.કપરાડાનો વતની હતો. હાલ તે વાપીમાં ડુંગરા ડુંગરી ફળીયા શેઠ નીલેશભાઈના રૂમની બાજુના શેડમાં રહેતો હતો.
જે ચણોદ કોલોનીમાં આવેલ શ્રી રામ મંદિરની બાજુમાં ગણેશ મહોત્સવ અંતર્ગત આયોજકો દ્વારા તૈયાર કરેલ ગણપતીનુ મંડપ બાંધવા ગયો હતો. જ્યાં મંડપ બાંધવાની લોખંડની એન્ગલ ઉપર ચડી કામ કરી રહ્યો હતો. ત્યારે, કરંટ લાગતા આશરે 15 ફુટની ઉંચાઈથી નીચે પડી ગયો હતો. જેને સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો....