
વાપીની ક્લિપકો કંપનીમાં મૃત્યુ પામનાર યુવાનના પરિવારની વ્હારે આવ્યા વાંસદાના MLA અનંત પટેલ, કંપનીની મુલાકાત લઈ પોલીસ મથકે રજુઆત કરી
વાપી GIDC માં ફર્સ્ટ ફેઈઝમાં આવેલ ક્લિપકો પ્રાઇવેટ લિમિટેડ કંપની માં ગત રોજ એક કામદારનું મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહ નહિ સ્વીકારી આ અંગે ન્યાય ની માંગ કરતી અરજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને કરી હતી. જેથી MLA અનંત પટેલે કંપની ની મુલાકાત લઈ ઘટના કઈ રીતે બની તેનું નિરીક્ષણ કરી કંપનીના માલિકો સાથે મૃતકના પરિવારને વળતર મળે તેમજ મૃત્યુના ચોક્કસ કારણો જાણવા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે GIDC પોલીસ મથકે PI સમક્ષ રજૂઆત કરી હતી.સમગ્ર ઘટના અંગે મળતી વિગતો મુજબ મૂળ નવસારીના વાંસદા તાલુકાના કુરેલીયા ગામે રહેતો 38 વર્ષીય સુનીલ પરભુ પટેલ વાપી GIDC માં ફર્સ્ટ ફેઈઝમાં આવેલ ક્લિપકો પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં 9 વર્ષથી કામ કરતો હતો. જે ગત રોજ કંપનીમાં ફરજ પર કામ કરી રહ્યો હતો. ત્યારે, તેમના ટેબલ નજીક અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ તે મૃત્યુ પામ્યો હતો. જે અંગે કંપની સંચાલકો...