બેંકમાંથી ચેકની ચોરી કરી તેને વટાવી લાખોની છેતરપીંડી કરનાર માસ્ટર માઇન્ડને વલસાડ પોલીસે દબોચી લીધો
મહારાષ્ટ્રના પાલઘરથી કાર ભાડે કરી વાપીમાં આવેલી બેંકોમાં ચેકની ચોરી કરી તે ચેક બેંકની અન્ય શાખામાં જઇ વટાવી લેનાર એક માસ્ટરમાઇન્ડની વલસાડ પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી પાસેથી પોલીસે 1 લાખ 2 હજાર રોકડ, 2 સોનાના સિક્કા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.વાપીમાં છેલ્લા એકાદ મહિનાથી વિવિધ બેંકમાં ચેક જમા કરવા આવેલ ગ્રાહકોના ચેક ચોરી થતા હતા અને તે બાદ તે ચેક પરની રકમ અન્ય શાખામાંથી ઉપાડી લેવામાં આવતી હતી. આ ઘટનામાં પોલીસે મુખ્ય માસ્ટર માઇન્ડની ધરપકડ કરી મહત્વની સફળતા મેળવી છે.
ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા કારણરાજ વાઘેલાએ વિગતો આપી હતી કે, વાપી GIDC માં આવેલ bank of baroda માં ઓગસ્ટ મહિનામાં બે ચેક ની ચોરી થઈ હતી. એ ચેક ના પૈસા અન્ય બેંક ઓફ બરોડાની શાખામાંથી એન્કેશ કરી લેવાની એક હકીકત ધ્યાને આવી હતી.
જે અંગે તાત્કાલિક વાપી GIDC, ડુંગરા, ટાઉન પોલીસ સ્ટેશનની પોલીસ ટીમને તપાસ સોંપી હતી. અને...