વાપીમાં શિવસેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સતીશ પાટીલ ની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાનો પદનિયુક્તિ કાર્યક્રમ યોજાયો
રવિવારે વાપીમાં શિવસેના કાર્યાલય ખાતે જિલ્લાના વિવિધ પદ માટે પદ નિયુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સતીશ પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ પહેલા સર્કિટ હાઉસથી શિવસેના કાર્યાલય સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ કાર્યાલય ખાતે દીપ પ્રાગટય કરી વલસાડ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા પદ નિયુક્તિ માટેના નામોની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં વાપી શહેર પ્રમુખ, વલસાડ જિલ્લા ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામ જાહેર કર્યા હતા.
આ પદ નિયુક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શિવસેનાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સતીશ પાટિલે સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લા સંગઠનને મજબૂત બનાવી આગળ ધપવાના ઉદેશ્ય સાથે વલસાડ જિલ્લા પ્રભારી અને જિલ્લા પ્રમુખની આગેવાનીમાં આ પદ નિયુક્તિનો કાર્યક્રમ યોજાયો છે. શિવસેના ને ગુજરાતમાં મજબૂત કરવા વિશેષ આયોજન હાથ ધરાયું છે...