Thursday, November 21News That Matters

Tag: Vapi News The Air Quality Index AQI in Vapi at 293 First place in the worst air in the Gujarat state second in the country In Tantra Kumbhakarna’s sleep

વાપીમાં હવાની ગુણવત્તાનો આંક (AQI) 293 પર, રાજ્યમાં સૌથી ખરાબ હવામાં વાપી પ્રથમ સ્થાને દેશમાં બીજા સ્થાને…! તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં…?

વાપીમાં હવાની ગુણવત્તાનો આંક (AQI) 293 પર, રાજ્યમાં સૌથી ખરાબ હવામાં વાપી પ્રથમ સ્થાને દેશમાં બીજા સ્થાને…! તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં…?

Gujarat, Most Popular, National, Science & Technology
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના હવા પ્રદુષણ અંગે રોજેરોજના આવતા આંકડા મુજબ વાપીમાં 29મી ફેબ્રુઆરીએ AQI (એર ક્વોલીટી ઇન્ડેક્સ) 310 પર પહોંચ્યા બાદ દિવસના અંતે 293 પર સ્થિર રહેતા વાપીવાસીઓમાં ગભરાટ ફેલાયો છે. તો ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB), વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) કુંભકર્ણની નિંદ્રામાં હોવાનું ફરી એકવાર સાબિત થયું છે.  સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા દેશના 240 સેન્ટરમાં હવા-પાણીની ગુણવત્તા ચકાસવા ખાસ મોનીટરીંગ સિસ્ટમ ડેવલપ કરી છે. હવાનું પ્રદુષણ માપવા ખાસ ઓટોમેટિક મશીન લગાડવામાં આવ્યા છે. જેમાં AQIને PP (પ્રોમિનન્ટ પોલ્યુટન્ટ) pm2.5,ને ખરાબથી અતિ ખરાબ ગણવામાં આવે છે. જ્યારે PP pm10ને આદર્શ માનવામાં આવે છે. જે મુજબ વાપીમાં ફેબ્રુઆરી 29 ના pm2.5 અને AQI શરૂઆતમાં 310 સુધી નોંધાયા બાદ અંતે 293 પર સ્થિર રહ્યો હતો. જે અતિ ખરાબ હવાની ગુણવત્તા સૂચવે છે. ...