
બલિઠા માં નવા સર્વિસ રોડ પર પાર્ક કરેલ ટ્રક ચાલકો સામે પોલીસની કાર્યવાહી બાદ પણ સ્થિતિ જૈસે થે… જેવી જ…!
બલીઠા મામલતદાર કચેરી સામે નવા જ બનેલા સર્વિસ રોડ પર દરરોજના ભારે વાહનોના જમાવડાને કારણે અહીં રોજિંદા અવરજવર કરતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, સર્વિસ રોડના કિનારે જ ગેરેજો આવેલી હોય આ ગેરેજ સંચાલકો સર્વિસ રોડ પર જ મોટા વાહનો ઉભા કરીને ત્યાં જ ગેરેજને લગતું કામ કરવા લાગતા આખો સર્વિસ રોડ જાણે ગેરેજ સંચાલકો માટે બનાવવામાં આવ્યો હોય એવો એહસાસ સ્થાનિક લોકોને થઇ રહ્યો છે, સર્વિસ રોડ બન્યો એના બે થી ત્રણ મહિનામાં જ કેટલાક નાના મોટા અકસ્માતો પણ નોંધાઈ ચુક્યા છે, જેથી સર્વિસ રોડ પર બેપરવાઈ રીતે વાહનો પાર્ક કરતા વાહન ચાલકોની સાન ઠેકાણે લાવવા ગઈ કાલે રાત્રે વાપી પોલીસ હરકતમાં આવી હતી અને બલીઠા ગેટથી લઈને બ્રહ્મદેવ મંદિર સુધી સર્વિસ રોડ પાર્ક કરેલી તમામ ટ્રકોના ટાયરોની હવા કાઢી નાખી હતી, રાત્રે ટ્રકોની હવા કાઢી નાખતા આ વાહનો સવાર સુધી સર્વિસ રોડ પર પડી રહ્યા હતા, જે બાદ વહેલી સવારે ટ્રક...