JEE મેઇન-2024 માં વાપી-ઉમરગામના 2 વિદ્યાર્થીઓએ 99 થી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા, જિયા દુબે નામની વિદ્યાર્થીની AIR 417 પ્રાપ્ત કરી ડિસ્ટ્રીકટ ટોપર બની
25 એપ્રિલ, 2024: ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસમાં નેશનલ લીડર એવી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) મેઇન-2024ના બીજા સત્રમાં વાપી બ્રાન્ચ ના 2 વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે.
આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ની વાપી શાખામાં કોચિંગ લેતી અને ઉમરગામ ની એસ.વી. જ્ઞાન શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જિયા દુબેએ ગણિતના મુખ્ય વિષયમાં 100 પર્સન્ટાઈલ સાથે 99.98 પર્સન્ટાઈલ મેળવીને શૈક્ષણિક ક્ષેત્રે પોતાનું નામ રોશન કર્યું છે. જિયા એ ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) 417 પ્રાપ્ત કર્યા છે. એ જ રીતે વલસાડ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ઉપરાંત મિહિર કાપસે નામના વાપીના વિદ્યાર્થીએ પણ 99 થી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા છે. મિહિર પ્રકાશ કાપસેએ 99.96 પર્સન્ટાઈલ મેળવ્યા છે. તે વાપી સીટી ટોપર્સ રહ્યો છે.
આ સિદ્ધિ મેળવ્યા બદલ જિયા દુબે ...