વાપીમાં સામાન્ય બોલાચાલીમાં આધેડની હત્યા કરનાર ઝનૂની યુવકની પોલીસે કરી ધરપકડ
વાપી ટાઉન પોલીસે એક એવી હત્યાનો આરોપી પકડ્યો છે. જે એટલો ઝનૂની છે કે, તેણે સામાન્ય બોલાચાલીમાં એક આધેડની હત્યા કરી નાખી છે. હત્યા કરનાર આરોપી વાપીના ગીતા નગરના ટાંકી ફળિયામાં વર્ષોથી એકલવાયું જીવન ગુજારે છે. અને ભીખ માંગીને કે, કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવે છે. વાપી ટાંકી ફળીયા પાણીની ટાંકી સામે 31મી ઓગસ્ટના એક નેપાળી આધેડની શંકાસ્પદ હાલતમાં હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે. જે અંગે વલસાડ જિલ્લા પોલીસવડાએ ચોંકાવનારી વિગતો આપી હતી. જિલ્લા પોલીસવડા ડૉ. કારણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, વાપી ટાંકી ફળીયા વિસ્તારમાં દિલબહાદુર બાલબહાદુર કારકી નામના નેપાળી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું CHC વાપી ખાતે પેનલ ડોક્ટરથી પી.એમ.કરાવતા તેમનું મોત માથાના તથા માથાના ડાબી સાઇડના કાનના પાછળના ભાગે ગંભીર ઇ...