પાથરણા વાળા પાસે હપ્તા પેટે ખંડણી ઉઘરાવનાર આરોપીની વાપી GIDC પોલીસે ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો
વાપી જી.આઇ.ડી.સી. ગુંજન વિસ્તારમાં પાથરણા કરી ધંધો કરતા લોકો પાસે પરેશ ઉર્ફે પવનકુમાર ઠાકોરભાઇ પટેલ ગેરકાયદેસર રીતે હપ્તા ઉઘરાવતો હોય અને છેલ્લા ચાર વર્ષથી માસીક રૂ.500, તથા રૂ. 1000/- તથા રૂ. 2500- હપ્તાની રકમ બળજબરીથી ઉઘરાવતા વેપારીઓએ વાપી ઉધોગનગર પોલીસ સ્ટેશનમા ફરીયાદ આપી હતી. જે બાદ GIDC પોલીસે આરોપીની ધડપકડ કરી પોલીસ કસ્ટડી રીમાન્ડ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
વાપી જી.આઇ.ડી.સી. ગુંજન સુર્યા હોસ્પીટલની સામે જયસ્વાલ ડાયનીંગ હોલની સામે ખુલ્લી જગ્યામાં ખાટલા તેમજ લારી પાથરણા કરી ધંધો કરતા લોકોને આરોપી પરેશ ઉર્ફે પવનકુમાર ઠાકોરભાઇ પટેલ રહે. વાપી જી.આઇ.ડી.સી. એલ.આઇ.જી.-1 રૂમ નં. 38 બીજો માળ તા.વાપી જી.વલસાડ મુળરહે. માલવણ ગામ વાસી ફળીયા તા.જી.વલસાડ નાનો ઈ.સ. 2018 થી ગેરકાયદેસર રીતે હપ્તા ઉઘરાવતો હોય અને છેલ્લા ચાર વર્ષથી માસીક રૂ.500, તથા રૂ. 1000/- તથા રૂ. 2500- હપ્તાની રકમ બળજબરીથી ઉઘરાવતા ...