Wednesday, February 26News That Matters

Tag: valsad umargam news An additional pipeline will be laid to discharge chemical waste water from Sarigam industries into Tadgam sea

સરીગામ ઉદ્યોગોનું કેમિકલ વેસ્ટ પાણી તડગામના દરિયામાં છોડવા માટે વધારાની પાઇપલાઇન નાખવામાં આવશે

સરીગામ ઉદ્યોગોનું કેમિકલ વેસ્ટ પાણી તડગામના દરિયામાં છોડવા માટે વધારાની પાઇપલાઇન નાખવામાં આવશે

Gujarat, National
વલસાડ જિલ્લાના સરીગામ ઔધોગિક વસાહત ના CETP પ્લાન્ટની શ્રમતા વધતા કેમિકલ વેસ્ટ પાણી ટ્રીટમેન્ટ કર્યા બાદ તડગામના દરિયામાં છોડવા માટે વધારાની પાઇપ લાઇન નાખવા પહેલા દરિયાની અંદર એજન્સી દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકામાં આવેલ સરીગામ ઔદ્યોગિક એકમમાં બહુધા રાસાયણિક પ્રોડક્ટ ધરાવતી કંપનીઓ આવેલી છે. આ તમામ કંપનીમાંથી નીકળતું પ્રદૂષિત પાણી આડેધડ છોડવામાં આવતું હોવાથી જે તે સમયે આજુબાજુની નદીઓના નીર પ્રદુષિત થયા હતા. જે તે સમયે કેમિકલ યુક્ત પાણીના નિકાલ માટે સરીગામ ખાતે પંપીંગ સ્ટેશનનું નિર્માણ કરી સરીગામ થી તડગામના દરિયામાં 14 કિલોમીટર સુધી સિમેન્ટની પાઇપલાઇન નાખવામાં આવી હતી. એ પાઇપલાઇન મારફતે ટ્રીટમેન્ટ કર્યા વિના અનેક બેદરકારીથી પાણી દરિયાની અંદર છોડવામાં આવતું હતું. જેના કારણે વચ્ચે આવતા ગામોમાં વારંવાર પાઇપલાઇન તૂટવાથી કેમિકલ ખેતરોમાં ફેલાતું...