વલસાડ જીલ્લામાં ફરજ બજાવતાં જુદા જુદા સંવર્ગના 64 પોલીસ કર્મચારીઓને બઢતીનો અને 41 પોલીસ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળ્યો
વલસાડ જીલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનો, શાખાઓ, પોલીસ હેડ ક્વાર્ટર, મોટર ટ્રાન્સપોર્ટ, માઉન્ટેડ,વિભાગમાં ફરજ બજાવતાં બિન હથિયારી/ હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા મદદનીશ સબ ઇન્સપેક્ટર ની ખાલી જગ્યાઓ ઉપર પોલીસ કર્મચારીઓને મળવા પાત્ર બઢતી અને પાત્રતા ધરાવતાં હથિયારી/બિન હથિયારી સંવર્ગના પોલીસ કર્મચારીઓને 10, 12, 20 તથા 24 વર્ષે મળવાપાત્ર પ્રથમ તથા દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજુ૨ કરવામાં આવ્યાં બાદ વલસાડ જિલ્લા પોલીસવડા એ તમામ કર્મચારીઓને શુભેચ્છાઓ આપી હતી.આ બઢતી કાર્યવાહી અન્વયે તારીખ 02/09/2024 ના રોજ વલસાડ જીલ્લામાં ફરજ બજાવતાં બિન હથિયારી/ હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા મદદનીશ સબ ઇન્સપેક્ટરની બઢતી આપવામાં આવી હતી. તથા પાત્રતા ધરાવતાં બિન હથિયારી/ હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલ સંવર્ગના પોલીસ કર્મચારીઓને મળવાપાત્ર ઉચ્ચત૨ પગાર ધોરણ મંજુ૨ ક૨વામાં આવ્યું હતું. આમ, પોલીસ કર્મચારીઓને સમયસ૨ બઢતી ...