વલસાડ જિલ્લાના નેતાઓએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રસ્તાના ખાડા, ટ્રાફિક, અકસ્માતોની રજુઆત કરવાને બદલે ક્ષુલ્લક અને જૂની સમસ્યાઓની રજુઆત કરી!
વલસાડ જિલ્લામાં નેતાઓ કેવી સમસ્યાઓને પ્રાધાન્ય આપે છે. પ્રજાના વિકાસ માટેના કેવા પ્રશ્નોની રજુઆત કરવી જોઈએ તેમની કેટલી ગતાગમ છે. તે હાલમાં જ વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા સંકલન- વ- ફરિયાદ સમિતિની બેઠકમાં જોવા મળી છે. બેઠકમાં ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ ધવલ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત વહીવટીતંત્ર ના અધિકારીઓ હાજર રહ્યા હતાં. જેઓએ જિલ્લાના વિવિધ પ્રશ્નોની રજૂઆતો અને તેની સમીક્ષા કરી હતી. જો કે બેઠકમાં એકપણ પ્રતિનિધીએ હાલમાં બિસ્માર બનેલા રસ્તાઓની વહેલી તકે મરામત થાય, ખરાબ રસ્તાઓ માત્ર વરસાદને કારણે જ ખરાબ થયા કે હલકી કક્ષાના મટીરીયલ વાપરવાને કારણે થયા, ટ્રાફિકનો હલ કેવી રીતે લાવવો તેવો એક પણ પ્રશ્ન પૂછી આ અંગે કોઈ જ પુછાણું લીધું નહોતું.
બેઠકમાં ઉંમરગામના ધારાસભ્ય રમણલ...