વલસાડ જિલ્લા કલેકટરની પ્રિ-મોન્સુન બેઠક મળી, ચોમાસામાં ભારે વરસાદથી પુર/વાવાઝોડા સમયે એલર્ટ રહેવા, રસ્તા પરના ખાડા 15 દિવસમાં પુરી દેવા તાકીદ
સૌજન્ય... વલસાડ માહિતી ખાતું....
ચોમાસા પૂર્વે તૈયારીઓના ભાગરૂપે વલસાડ જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત કરવાની થતી કામગીરીઓના આયોજન અને જરૂરી વ્યવસ્થાઓની તૈયારીઓ સંદર્ભે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓને ચોમાસા દરમિયાન કરવાની કામગીરી અને તેની આગોતરી તૈયારી અંગે સૂચના આપી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન કરવાની થતી કામગીરી અન્વયે જિલ્લા કક્ષાએથી નોડલ અધિકારીઓની નિમણુક કરવામાં આવી છે. તાલુકા વહીવટીતંત્ર આ નોડલ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામગીરી બજાવશે.
બેઠકમાં જિલ્લા કલેકટરે આગામી ચોમાસુ-2024 દરમ્યાન તા.01/06/24 થી તાલુકા કક્ષાએ ત્રણ શિફ્ટમાં ચાલુ થનાર કંટ્રોલરૂમ, તાલુકામાં આવેલા ડેમ/કેનાલોની ચકાસણી તથા ભૂતકાળમાં નુકશાન પામેલા તળાવો અને ભારે વરસાદથી કટ ઓફ થયેલ ગામો/રસ્તાઓની વિગતો, વાહ...