NHSRCL Fact Video :- વિશ્વામિત્રી નદીનું પુર બુલેટ ટ્રેનના કામને કારણે આવ્યું હોવાની ભ્રામક સેટેલાઈઝ ઇમેજ સામે NHSRCLનો ખુલાસો
હાલમાં ચોમાસામાં વડોદરામાં પુરના પાણીએ તબાહી સર્જી છે. ત્યારે, આ પુરનું પાણી વિશ્વામિત્રી નદી પર બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ચાલી રહેલ બ્રિજના અવરોધને કારણે આવ્યું હોવાની એક સેટેલાઈઝ ઇમેઝ વાયરલ થઈ છે. જે તદ્દન ભ્રામક હોવાનો ખુલાસો NHSRCL દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ તે અંગેનો એક વિડિઓ પણ અખબારી યાદીમાં અને X પર પ્રસારિત કર્યો છે.NHSRCLએ સોશ્યલ મીડિયા X ના પ્લેટફોર્મ થી અને અખબારી યાદીના માધ્યમથી જણાવ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચાલી રહેલા બ્રિજના કામને કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે તેવો ભ્રામક વીડિયો પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. હકીકતે વિડિયોમાં દેખાડવામાં આવેલી સેટલાઇટ તસવીરો ચોમાસા પહેલાની છે.પ્રદેશમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, નદીના વહેણને સરળ બનાવવા માટે નદી પર પુલ બનાવવાની સુવિધા માટે બનાવેલ કામચલાઉ એપ્રોચ રોડને ચોમાસા પહેલા જ તોડી પાડવામાં આવ્યો હતો. અને બ...