Friday, December 27News That Matters

Tag: Tragic death of a young man drowning in Damanganga river flowing behind Nakshatra Garden in Selwas

સેલવાસના નક્ષત્ર ગાર્ડન પાછળ વહેતી દમણગંગા નદીમાં ડૂબી જતા એક યુવકનું કરૂણ મોત

સેલવાસના નક્ષત્ર ગાર્ડન પાછળ વહેતી દમણગંગા નદીમાં ડૂબી જતા એક યુવકનું કરૂણ મોત

Gujarat, National
ગુરુવારે સેલવાસના નક્ષત્ર ગાર્ડન પાછળ વહેતી દમણ ગંગા નદીમાં ડૂબી જતા એક યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું, મળતી માહિતી મુજબ મૂળ બિહારના રોહતાસ જિલ્લાનો અને સેલવાસના અથાલની એક કંપનીમાં નોકરી કરતો 21 વર્ષીય યુવક બીરબલ યાદવ આજે બપોરે કંપનીમાંથી રજા લઈને તેના બે મિત્રો રાકેશ યાદવ અને હનુમાન યાદવ સાથે નક્ષત્ર ગાર્ડનમાં ફરવા આવ્યો હતો, જ્યાંથી તે દમણ ગંગા નદીમાં ન્હાવા પડ્યો હતો,જો કે હાલ ચોમાસાની સીઝનમાં દમણગંગા નદી તેના રૌદ્ર સ્વરૂપે વહેતી હોય નદીમાં ન્હાવા પડેલો બીરબલ યાદવ પાણીના ધસમસતા વહેણમાં તણાવા લાગતા તેના બે મિત્રો કિનારા પર ઉભા રહીને તેને બચાવવાનો ભારે પ્રયાસો કર્યા હતા, પરંતુ બંને યુવકો તેના મિત્રને બચાવવામાં નિષ્ફળ નીવડ્યા હતા, બીરબલે બચવા માટે નદીની ઝાડીઓ પકડવાનો ખુબ પ્રયાસ કર્યો હતો પરંતુ આખરે નદીનો ભારે પ્રવાહ બીરબલને પાણીમાં ખેંચી ગયો હતો, ઘટનાની જાણ લોકલ પોલીસને કરવામાં આવતા પોલ...