તરસે રઝળતો પૂર્વ પાણી પુરવઠા મંત્રીનો વિધાનસભા વિસ્તાર હવે રસ્તે રઝળતો થયો, જુવો કપરાડાનો રસ્તે રઝળતો વિકાસ
વલસાડ જીલ્લામાં કપરાડા વિધાનસભા વિસ્તાર જિલ્લાનો સૌથી મોટો વિસ્તાર છે. સૌથી વધુ ગામ, સૌથી વધુ મતદારો, તો સૌથી વધુ કૌભાંડો (શિક્ષણ, આરોગ્ય જેવા) ધરાવતો વિસ્તાર પણ કપરાડા છે. પાયાગત સુવિધાઓના અભાવે જિલ્લામાં વિકાસની દ્રષ્ટિએ સૌથી પછાત વિસ્તાર પણ કપરાડા જ છે. તો, સૌથી વધુ ક્વોરી ધરાવતો વિસ્તાર, જિલ્લાના અન્ય માર્ગો, રેલવે લાઇન માટે સૌથી વધુ કોન્ક્રીટ પૂરો પાડતો વિસ્તાર પણ કપરાડા છે. હવે સૌથી વધુ ખરાબ, ખાડા વાળા ધૂળિયા રસ્તા ધરાવતો વિસ્તાર પણ કપરાડા છે.
આ વિસ્તાર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જીતુ ચૌધરીનો મત વિસ્તાર છે. 2007 થી અહીં જીતુ ભાઈ ચૌધરી સક્રિય રાજકારણમાં ચર્ચાતા રહ્યા છે. નામ મુજબ જીતતા રહ્યા છે. વિકાસના બણગાં ફૂંકતા રહ્યા છે. અને વિકાસ રસ્તે રઝળતો જોયા કરે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા તે પહેલાં જીતુભાઇ ચૌધરી અનેક વિકાસના વાયદાઓ કરતા હતાં અને તે પુરા નહિ થતા ભાજપ સરકાર સામે હૈયા વ...