દમણમાં પ્રેમિકાને મળવા યુવકે લીધો બુરખાનો સહારો…! પણ… પકડાઈ જતા બન્યો હાંસિપાત્ર…
સંઘપ્રદેશ દમણમાં યુવકને બુરખો પહેરવો ભારે પડી ગયો હતો. પોતાની પ્રેમિકાને મળવા માટે યુવક બુરખો પહેરીને પહોંચ્યો હતો. પરંતુ, સ્થાનિકોને શંકા જતા તપાસ કરી તો યુવકનો ભાંડો ફૂટી ગયો હતો. બાળકો ચોરવા માટે યુવક આવ્યો હોવાનુ સમજી સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો હતો અને બાદમાં પોલીસને સોંપ્યો હતો. મળતી માહિતી મુજબ દમણના એક વિસ્તારમાં રહેતી પ્રેમિકાને ઘણા સમયથી યુવક મળ્યો નહોતો. જેથી પ્રેમિકાને મળવા માટે ગતરાત્રીએ યુવક બુરખો પહેરી તેની પ્રેમિકાને મળવા ગયો હતો. જે દરમ્યાન સ્થાનિક લોકોએ બુરખાની અંદર મહિલાની જગ્યાએ કોઈ અજાણ્યો ઈસમ હોવાનું અને તે ઈસમ બાળકોને ચોરી કરવા આવ્યો હોવાની શંકા ગઈ હતી. શંકાના આધારે સ્થાનિક લોકોએ બુરખામાં આવેલા યુવકને ઘેરી ચેક કરતા બુરખામાં અજાણ્યો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું હતું. યુવકની સ્થાનિક લોકોએ પ્રાથમિક પૂછપરછ કરતા યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. સ્થાનિક લોકોએ યુવકને મેથીપાક ચખાડી...