Friday, September 13News That Matters

દમણમાં પ્રેમિકાને મળવા યુવકે લીધો બુરખાનો સહારો…! પણ… પકડાઈ જતા બન્યો હાંસિપાત્ર…

સંઘપ્રદેશ દમણમાં યુવકને બુરખો પહેરવો ભારે પડી ગયો હતો. પોતાની પ્રેમિકાને મળવા માટે યુવક બુરખો પહેરીને પહોંચ્યો હતો. પરંતુ, સ્થાનિકોને શંકા જતા તપાસ કરી તો યુવકનો ભાંડો ફૂટી ગયો હતો. બાળકો ચોરવા માટે યુવક આવ્યો હોવાનુ સમજી સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો હતો અને બાદમાં પોલીસને સોંપ્યો હતો. મળતી માહિતી મુજબ દમણના એક વિસ્તારમાં રહેતી પ્રેમિકાને ઘણા સમયથી યુવક મળ્યો નહોતો. જેથી પ્રેમિકાને મળવા માટે ગતરાત્રીએ યુવક બુરખો પહેરી તેની પ્રેમિકાને મળવા ગયો હતો. જે દરમ્યાન સ્થાનિક લોકોએ બુરખાની અંદર મહિલાની જગ્યાએ કોઈ અજાણ્યો ઈસમ હોવાનું અને તે ઈસમ બાળકોને ચોરી કરવા આવ્યો હોવાની શંકા ગઈ હતી. શંકાના આધારે સ્થાનિક લોકોએ બુરખામાં આવેલા યુવકને ઘેરી ચેક કરતા બુરખામાં અજાણ્યો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું હતું. યુવકની સ્થાનિક લોકોએ પ્રાથમિક પૂછપરછ કરતા યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. સ્થાનિક લોકોએ યુવકને મેથીપાક ચખાડી દમણ પોલીસના હવાલે કર્યો હતો.દમણ પોલીસની ટીમે યુવકને દમણ પોલીસ મથકે લઈ જઈ  પ્રાથમિક પૂછપરછ કરતા યુવક યુવતીને મળવા બુરખો પહેરી જતો હોવાનું જણાવ્યું હતું. દમણ પોલીસે ક્રોસ તપાસ કરતા યુવક સાચું બોલી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. અંતે દમણ પોલીસે યુવકના સ્થાનિક હોવાના પુરાવા મેળવી 151 હેઠળ નોંધ કરી યુવકને મુક્ત કર્યો હતો.

સોશ્યલ મીડિયા વાયરલ વિડિઓ……

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને લઈ દમણ વિસ્તારમાં કેટલાક વિડિઓ પણ વાયરલ થયા હતાં. આ વિડિઓમાં બુરખાધારી યુવકને પોલીસ લઈ જતી હોવાનું અને સ્થાનિક લોકોનું ટોળું પણ સાથે જતું હોવાનું દેખાઈ રહ્યું છે. તેમજ એક બાઇક પર પોલીસ જવાનો બુરખાધારી યુવકને બેસાડી ટ્રિપલ સવારી પોલીસ મથક તરફ રવાના થયા હોવાનું જોવા મળી રહ્યું છે. જો કે સમાજમાં બદનામીના ડરથી યુવકે કરેલી હરકત હવે હાંસિપાત્ર બની ગઈ છે એવુ જાણી લોકો આ યુવક પર હસી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *