ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત સરીગામ ખાતે આવેલ લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાએ ધોરણ 10 માં 98%, ધોરણ 12 સાયન્સમાં 96.4% અને ધોરણ 12 કોમર્સમાં 91.6 % તથા હ્યુમાનિસાઇસ્ટમાં 100 % પરિણામ પ્રાપ્ત કર્યું છે.
ધોરણ 10 માં 9 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 28 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ધોરણ 12 સાયન્સમાં 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 10 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.જ્યારે ધોરણ 12 કોમર્સમાં 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 5 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તથા હ્યુમાનિસાઇસ્ટમાં 1 વિદ્યાર્થીએ A1 ગ્રેડ અને 1 વિદ્યાર્થીએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
આ જ્વલંત સફળતા અને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવા બદલ શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા અને કુ. કિંજલબેન ગજેરા તથા શાળાના આચાર્ય પ્રવિણભાઈ પવારે અભિનંદન પાઠવ્યા છે.