દમણ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખે પોતાની કચેરીમાં પોતાના પદને લગતું મોટું બેનર લગાવતા દમણના રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો છે, હાલ દમણ જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા હોય જિલ્લા પંચાયતના પ્રમુખ પદે જાગૃતિબેન પટેલ અને ઉપપ્રમુખ પદે વિકાસ ઉર્ફે બાબુભાઇ પટેલ બિરાજમાન છે,બાબુભાઇ આ અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચુક્યા છે, જે બાદ બીજી ચૂંટણીમાં તેમની સર્વાનુમતે ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી છે, જો કે નવાઈની વાત એ છે કે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખની ખુદની ઓફિસ આગળ આવું કોઈ બેનર લાગેલું નથી,ત્યારે ઉપપ્રમુખે પોતાની કચેરી આગળ મોટું બેનર લગાવી દેતા સમગ્ર મામલો ભારે ચર્ચાની એરણે ચઢ્યો છે, આમ તો દમણ જિલ્લા પંચાયતમાં ગમે ત્યારે કોઈ પણ વિકાસલક્ષી કાર્ય માટે ચર્ચા કરવામાં આવે ત્યારે પંચાયત પાસે ફંડ નથી તેવા બહાના કાઢવામાં આવતા હોય છે, પરંતુ આ તરફ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પોતે પોતાના ખર્ચે પોતાની પદને શો ઓફ કરતું બેનર લગાવીને ફરી રહ્યા છે,સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બાબતે જિલ્લા પંચાયત સીઓને જાણ કરવામાં આવતા COએ તેઓ સમગ્ર બાબતથી અજાણ હોવાનું જણાવીને જો પંચાયત ઉપપ્રમુખે આવું કોઈ બેનર લગાવ્યું હોય તો તેને તાત્કાલિક ધોરણે હટાવવાનો આદેશ આપ્યો હતો,