Tuesday, October 22News That Matters

ઉમરગામ-સોળસુંબા ઓવરબ્રિજ નીચેની સમસ્યા વલસાડ જિલ્લા કલેકટરે હલ કરી તો, સાસંદ ધવલ પટેલની વાહવાહી કેમ? 6 ટ્રક કપચી ને બદલે 8 ટ્રક કપચી માં 2 ટ્રકની રકમ કોના ગજવામાં ગઈ?

ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામે નિર્માણ પામેલા રેલવે ઓવરબ્રિજ નીચે વાહનચાલકો  અને સ્થાનિક લોકોને હાલાકી વેઠવાની નોબત આવી રહી હતી જે અંગે પત્રકારોએ અહેવાલો પ્રસારિત કરી આ બાબત તંત્ર અને સ્થાનિક રાજકીય આગેવાનો સમક્ષ કર્યા બાદ આખરે આ સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. પરંતુ આ કામગીરી કરી કોણે કલેકટરે કે સાંસદે…?  એ અંગેની મુંજવણ લોકો માં ઉભી કરી છે. ઓવરબ્રિજ નીચેની ગંદકી, કાદવ કિચ્ચડની સમસ્યા અને સામાન્ય વરસાદમાં અનેક વાહન ચાલકો પટકાયા હોય. ઉમરગામ ના એક પત્રકારે વલસાડ કલેકટર સાથે મુલાકાત કરી કલેક્ટરનું ધ્યાન દોરતા ખાતરી આપી હતી. કે હાલ આ સમસ્યાના નિરાકરણ માટે R&B ને આદેશ આપી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. જે બાદ બ્રિજ નીચે એક JCB ની મદદથી કાદવ કિચ્ચડ હટાવી 6 ટ્રક કપચીઓ પાથરી કામ ચલાઉ રસ્તો બનાવી સ્થાનીકોને ગંદકી અને કાદવ કિચ્ચડની સમસ્યામાંથી રાહત અપાવી છે. જો કે આ કામગીરી સાંસદ ધવલ પટેલે કરી હોવાની એક પ્રેસનોટ અને કામગીરીના વિડીયો વલસાડ ભાજપના મીડિયા કન્વીનર દ્વારા દરેક સોશ્યલ મીડિયા ગ્રુપ માં શેર કરતા અને તેમાં 6 ટ્રક કપચી ને બદલે 8 ટ્રક કપચી પાથરી હોવાનો ઉલ્લેખ કરતા હવે લોકો અવઢવમાં છે કે, આખરે આ કામગીરી કરી કોણે કલેકટરે કે સાંસદે…?વલસાડ ભાજપના મીડિયા કન્વીનરે સોશ્યલ મીડિયા માં પ્રસારિત કરેલી પ્રેસનોટ મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે નિર્માણ પામી રહેલ રેલવે ઓવરબ્રિજ નીચે વરસાદ પડતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને લોકોને કાદવ-કીચડ ના કારણે થતી સમસ્યાઓ બાબતે સ્થાનિક રહીશો એ વલસાડ ના સાંસદ ધવલભાઈ પટેલને રજૂઆત કરી હતી. તેમણે તાત્કાલિક આ અંગે ઉમરગામ ના ધારાસભ્ય રમણભાઈ પાટકર સાથે ચર્ચા વિચારણા કરી તમામ સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને આ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવા અંગે જરૂરી સૂચનો કર્યા હતા, જેના ભાગરૂપે વલસાડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 8 ટ્રક જી.એસ.પી. નાખીને લોકોને પડી રહેલ અગવડતાનું સુ:ખદ સમાધાન થયું હતું. આવનાર દિવસોમાં વલસાડ ના સાંસદ ધવલભાઈ પટેલે રેલવે વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, તેમજ સોળસુંબા ગ્રામ પંચાયત સાથે સંકલન કરી તમામ વિભાગોની  સંયુક્ત બેઠક કરીને આ સમસ્યા અંગે કાયમી નિવેડો લાવવા પ્રયાસ હાથ ધરશે તેવી ખાતરી પણ સ્થાનિક રહીશોને આપી હતી.તો, આ તરફ ઉમરગામ ના જાણીતા પત્રકારે પોતાના અખબારમાં ફોટો સાથે પ્રસારિત કરેલા અહેવાલ મુજબ જણાવ્યું હતું કે, આ સમસ્યા અંગે સ્થાનિક પત્રકારોએ તંત્રનું અને રાજકીય આગેવાનોનું ધ્યાન દોર્યું હતુઁ જે બાદ તાત્કાલિક કોઈ ઉકેલ ના આવતા વલસાડ કલેકટરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. જે સાંભળી કલેકટરે આ સમસ્યાના નિરાકરણ માટે R&B ને આદેશ કરશે તેવી ખાતરી આપી હતી. અને એ બાદ આ સ્થળે JCB વડે કાદવ કિચ્ચડ સાફ કરી 6 ટ્રક કપચી પાથરી લોકોને કામચલાઉ રાહત આપી છે.

ત્યારે, આ કામગીરી આખરે કોના દ્વારા કરવામાં આવી અને એનો ખરો જશ કોને મળવો જોઈએ? સાંસદ કેમ વાહવાહી લૂંટી રહ્યા છે. એ મૂંઝવણ સ્થાનિકોમાં જોવા મળી છે. વળી વલસાડ ભાજપ ના કન્વીનરે પ્રસારિત કરેલી પ્રેસ નોટ મુજબ 8 ટ્રક કપચી પાથરી છે. જ્યારે સ્થાનિકોએ જણાવ્યા મુજબ 6 ટ્રક જ કપચી પાથરી છે તો, વધારાની 2 ટ્રક કપચી નો હિસાબ કોના ગજવામાં ગયો? આ અંગે ભાજપના મીડિયા કન્વીનર યોગ્ય ફોડ પાડશે કે કેમ? સાચું કોણ સ્થાનિકો કે મીડિયા કન્વીનર?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *