Thursday, January 30News That Matters

Science & Technology

ગાંધીનગરની PDEU ના 4 વિદ્યાર્થીઓએ વાપીમાં વિશ્વનો પ્રથમ 16KV નો સોલાર ટ્રી પ્લાન્ટ તૈયાર કર્યો

ગાંધીનગરની PDEU ના 4 વિદ્યાર્થીઓએ વાપીમાં વિશ્વનો પ્રથમ 16KV નો સોલાર ટ્રી પ્લાન્ટ તૈયાર કર્યો

Gujarat, National, Science & Technology
વાપી :- વાપીમાં વોટર સપ્લાય પ્લાન્ટનું વીજ બીલનું ભારણ ઘટાડવા સૌરઉર્જા આધારિત 4 સોલાર ટ્રી અને 2 રુફ શેડ તૈયાર કરવામાં આવ્યાં છે. GUDC અને ગુજરાત સરકારના આ મહત્વના પ્રોજેકટને ગાંધીનગરની પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ( PDEU ) ના 4 વિદ્યાર્થીઓએ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી મેક ઇન ઇંડિયા અંતર્ગત સ્ટાર્ટ અપ કંપની ઉભી કરી તૈયાર કર્યો તૈયાર કર્યો છે. જેેેમાં વિશ્વ નો 16 KV નો પ્રથમ સોલાર ટ્રી પ્લાન્ટ તૈયાર કરી અનોખી સિદ્ધિ મેળવી છે. વાપીમાં અટલ બિહારી વાજપેયી જળ ઉદ્યાન ખાતે તૈયાર કરવામાં આવેલા આ સોલાર પ્લાન્ટથી નગરપાલિકાનું વોટર સપ્લાયનું વાર્ષિક 10 લાખ રૂપિયા સુધીનું વીજ બીલનું ભારણ ઘટશે.    વાપીમાં અટલ બિહારી વાજપેયી જળઉદ્યાન ખાતે WTP માટે તેમજ નામધા STP ખાતે અને ટાંકી ફળિયામાં આવેલ પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ એમ ત્રણ સ્થળો પર આવા સોલાર પ્લાન્ટ ઉભા કરવાનું આયોજન GUDC, રાજ્યસરકાર અને...
દમણ-સંજાણમાં ખુલી ગઈ શ્રાવણીયા જુગારની ક્લબ, જાણો, અઠંગ જુગારી બનાવતું જુગાર પાછળનું મેડિકલ સાયન્સ

દમણ-સંજાણમાં ખુલી ગઈ શ્રાવણીયા જુગારની ક્લબ, જાણો, અઠંગ જુગારી બનાવતું જુગાર પાછળનું મેડિકલ સાયન્સ

Gujarat, National, Science & Technology
વાપી :- પીને વાલોં કો પીને કા બહાના ચાહીયે...તેમ શ્રાવણ માસમાં જુગારીયાઓને જુગાર રમવાડવા માટે દમણ અને વલસાડ જિલ્લાના સંજાણમાં જુગારની ક્લબ ધમધમતી થઈ ચૂકી છે....પણ..સાવધાન...શોખ ખાતર રમાતો જુગાર તમને અઠંગ જુગારી બનાવી શકે છે. આ કહેવું છે માનસિક હોસ્પિટલના નિષ્ણાંતોનું શ્રાવણ આવે કે લોકો જુગાર રમવાનું શરુ કરી દે છે. પરંતુ, નિર્દોષતા કે મોજમસ્તી ખાતર રમાતો જુગાર તમને વિચિત્ર બીમારીનો ભોગ બનાવી શકે છે. એવી બીમારી કે જે તમને અને તમારા પરિવારને બરબાદ કરી શકે છે. કેમ કે હવે કેટલાક નસેડીઓએ અને જુગારીયાઓ જુગારની ક્લબ જ ખોલી મોટાપાયે જુગાર રમાંડવાનો ધંધો શરૂ કરી દીધો છે. હાલ શ્રાવણ માસ શરૂ થતાં જ દમણમાં અને સંજાણમાં જુગારની ક્લબ શરૂ થઈ ચૂકી છે. દમણમાં ડાભેલ, દેવકા, પાતલીયામાં અનેક હોટેલો એ માટે બુક કરવામાં આવી છે. અને મોટું સેક્શન દમણ પોલીસ, સ્થાનિક પત્રકારો, રાજકીય નેતાઓએ નક્કી કરી નાખ્યું છ...
country registered 5,17,322 electric vehicles in three years

country registered 5,17,322 electric vehicles in three years

Gujarat, National, Science & Technology
The Ministry of Heavy Industries formulated a Scheme Faster Adoption and Manufacturing of (Hybrid &) Electric Vehicles in India (FAME India) Scheme in 2015 to promote adoption of electric/ hybrid vehicles (xEVs) in the country.  At present, Phase-II of FAME India Scheme is being implemented for a period of 5 years w.e.f. April 01, 2019 with a total budgetary support of Rs. 10,000 crores.   This phase focusses on supporting electrification of public & shared transportation and aims to support, through subsidies, 7090 e-Buses, 5 lakh e-3 Wheelers, 55000 e-4 Wheeler Passenger Cars and 10 lakh e-2 Wheelers. 38 original equipment manufacturers (OEMs) of e-2W, e-3W & e- 4W have been registered under phase-II of FAME-India Scheme as on 9th  August 2021.  Details of Electric V...
હવે નહિ સર્જાય ઓક્સિજનની તંગી, વાપીના પ્રેમલ પટેલે બનાવ્યા PSA મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ

હવે નહિ સર્જાય ઓક્સિજનની તંગી, વાપીના પ્રેમલ પટેલે બનાવ્યા PSA મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ

Gujarat, National, Science & Technology
વાપી :- દેશમાં કોરોના મહામારી દરમ્યાન મેડિકલ ઓક્સિજનની તંગીને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે હવે દેશમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ સારી ક્વોલિટીના PSA બેઝ ઓક્સિજન પ્લાન્ટની ટેકનોલોજી વિકસી છે. વાપીના યુવાન પ્રેમલ પટેલે હાલ આ ટેકનોલોજી આધારે એવા પ્લાન્ટ તૈયાર કર્યા છે. જેની ખૂબ જ ડિમાન્ડ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી સરકારે તેમજ કેટલીક પ્રાઇવેટ સેકટરની હોસ્પિટલોએ આ પ્લાન્ટ માટે 100 થી વધુ ઓર્ડર આપતા વાપીના યુવાને દેશભરમાં વાપીનું નામ રોશન કર્યું છે.    કેલીટેક બાયોટેક્નોલોજિસ કંપનીના પ્રેમલ પટેલે કોરોના કાળમાં ઓક્સિજની તંગીને જોયા બાદ આ ક્ષેત્રે રિસર્ચ કરી સરકારની મદદથી આ ટેકનોલોજી વિકસાવી છે. જેના કારણે હવે CHC, PHC અને તમામ નાનીમોટી હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજનની ઘટ નિવારી દર્દીઓના જીવ બચાવી શકીશું. મેડિકલ ક્ષેત્રે કાર્યરત કેલીટેક બાયોટેક્નોલોજિસના મેનેજીંગ ડિરેકટર પ્...
2022માં Chandrayaan-3 લોન્ચ થવાની સંભાવના–ડૉ. જિતેન્દ્ર સિંહ

2022માં Chandrayaan-3 લોન્ચ થવાની સંભાવના–ડૉ. જિતેન્દ્ર સિંહ

Gujarat, National, Science & Technology
PIB Ahmedabad કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) Science & Technology, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) Earth Sciences; MoS PMO, Personnel, Public Grievances, Pensions, Atomic Energy and Space (પૃથ્વી વિજ્ઞાન, પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, લોક ફરિયાદ, પેન્શન, પરમાણુ ઊર્જા અને અંતરિક્ષ) ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે Chandrayaan-3નો 2022ના ત્રીજા ત્રિમાસિક દરમિયાન સામાન્ય કાર્ય પ્રવાહ માનતા લોન્ચ કરવાની સંભાવના છે.  28મી જુલાઈએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં આ વાત ડૉ. જીતેન્દ્ર સિંહે કહી હતી. તેમણે વિસ્તાર પૂર્વક કહ્યું હતું કે ચંદ્રયાન-3ને સાકાર કરવાની કાર્ય પ્રગતિમાં છે. ચંદ્રયાન-3 ની રૂપરેખાંકનનું અંતિમ સ્વરૂપ, ઉપ-સિસ્ટમની રજૂઆત, એકીકરણ, અંતરિક્ષ યાન સ્તરની વિગતવાર તપાસ અને પૃથ્વીના પ્રણાલીના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે કેટલાક ખાસ પરીક્ષણો સામેલ છે. ...
Save Water-River Link જેવા કાગળ પરના પ્રોજેકટને કારણે દક્ષિણ ગુજરાતની નદીઓમાંથી ચોમાસામાં વેડફાય છે અબજો લીટર પાણી

Save Water-River Link જેવા કાગળ પરના પ્રોજેકટને કારણે દક્ષિણ ગુજરાતની નદીઓમાંથી ચોમાસામાં વેડફાય છે અબજો લીટર પાણી

Gujarat, National, Science & Technology
વલસાડ :- દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ વલસાડ જિલ્લામાં તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ચોમાસાની ઋતુ એટલે મબલખ આકાશી પાણી વરસવાની ઋતુ. જો કે અનેક નાનીમોટી નદીઓ, ઝરણાં અને ડેમ ચોમાસામાં આ વિસ્તારમાં છલકાયા વિના રહેતા નથી. આ બધું જ પાણી તે બાદ જળસંચયના યોગ્ય આયોજનના અભાવે દર વર્ષે અરબસાગર માં ભળી જાય છે. આ વર્ષે પણ આવું અબજો લીટર પાણી દરિયામાં વહી ગયું છે. અને વહી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના નવસારીની પૂર્ણાં નદીથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની તુમ્બ નદી સુધીમાં અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા, દારોઠા જેવી ડઝનથી વધુ નદીઓ દક્ષિણ ગુજરાતની બારેમાસ વહેતી નદીઓ છે. આ નદીઓ ચોમાસા દરમ્યાન ગાંડીતુર બને છે. અને તેમાં વહેતુ અબજો લીટર પાણી દર વર્ષે અરબસાગરમાં ભળી જાય છે. એમાં પણ ડાંગ, વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વરસાદી પાણી મેળવતા ગુજરાતના મહત્વના પ્રદેશ છે. ...
ગુજરાતના કચ્છના રણમાં આવેલું ધોળાવીરા ભારતનું 40મું World Heritage સ્થળ

ગુજરાતના કચ્છના રણમાં આવેલું ધોળાવીરા ભારતનું 40મું World Heritage સ્થળ

Gujarat, National, Science & Technology
PIB Ahmedabad :- ભારતે રજૂ કરેલા ગુજરાતના કચ્છના રણમાં આવેલાં હડપ્પન નગર ધોળાવીરાને Unesco ના World Heritage List-વિશ્વ ધરોહર યાદીમાં અંકિત કરવામાં આવ્યું છે. ભારતે જાન્યુઆરી 2020માં World Heritage center ને ધોળાવીરા- એક હડપ્પા નગર માટે નૉમિનેશનનું ડૉઝિયર સુપરત કર્યું હતું. આ સ્થળ 2014થી યુનેસ્કોની હંગામી યાદીમાં હતું. ધોળાવીરા એ આજથી ત્રીજી કે મધ્ય બીજી સહસ્ત્રાબ્દી પૂર્વેની એટલે કે 3500 વર્ષો પૂર્વેની દક્ષિણ એશિયાની સારી રીતે સચવાયેલી બહુ જૂજ શહેરી વસાહતોમાંની એક એવું હડપ્પા નગર છે.     ધોળાવીરા :- એક હડપ્પા નગરી, એ આજથી ત્રીજી કે બીજી સહસ્ત્રાબ્દીની મધ્યે એટલે કે લગભગ 3500 વર્ષો પૂર્વેની દક્ષિણ એશિયાની સારી રીતે સચવાયેલી બહુ જૂજ શહેરી વસાહતોમાંની એક છે. અત્યાર સુધીમાં શોધાયેલ 1000થી વધુ હડપ્પા સ્થળોમાં એ છઠ્ઠું સૌથી મોટું સ્થળ છે અને 1500થી વધુ વર્ષો સુધી એમાં વ...
UNESCO દ્વારા ધોળાવીરાને વૈશ્વિક ધરોહર સ્થળ તરીકે જાહેર કરાયું, વડાપ્રધાન મોદીએ ટ્વિટથી ખુશી વ્યક્ત કરી

UNESCO દ્વારા ધોળાવીરાને વૈશ્વિક ધરોહર સ્થળ તરીકે જાહેર કરાયું, વડાપ્રધાન મોદીએ ટ્વિટથી ખુશી વ્યક્ત કરી

Gujarat, National, Science & Technology
PIB Ahmedabad :- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં હડપ્પા યુગના શહેર, ધોળાવીરાને વૈશ્વિક ધરોહર સ્થળ ઘોષિત કરવા અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે અહીં અવશ્ય જવું જોઈએ, ખાસ કરીને એ લોકોએ જેઓ ઈતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વમાં રસ ધરાવે છે. યુનેસ્કો દ્વારા કરાયેલા ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કહ્યું;   “આ સમાચારથી ખૂબ ખુશી થઈ. ધોળાવીરા એક મહત્વપૂર્ણ શહેરી કેન્દ્ર હતું અને આપણા અતીત સાથે આપણા સૌથી મહત્વના સંપર્કોમાંનું એક છે. અહીં જરૂર જવું જોઈએ, ખાસ કરીને એ લોકોએ જેઓ ઈતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વમાં રૂચિ ધરાવે છે. હું મારા વિદ્યાર્થી જીવનના દિવસોમાં પ્રથમવાર ધોળાવીરા ગયો હતો અને હું એ સ્થળથી મંત્રમમુગ્ધ થઈ ગયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મને ધોળાવીરામાં વારસાના અને જીર્ણોદ્ધારને સંબંધિત પાસાઓ પર કામ કરવ...
DRDO ने Surface-to-air missile Akash-NG का सफल परीक्षण किया

DRDO ने Surface-to-air missile Akash-NG का सफल परीक्षण किया

Gujarat, National, Science & Technology
PIB Delhi :- Defence Research & Development Organisation (DRDO) ने दिनांक 21 जुलाई, 2021 को ओडिशा के तट के करीब एकीकृत परीक्षण रेंज (ITR) से सतह से हवा में मार करने वाली नई पीढ़ी आकाश मिसाइल/New generation surface-to-air missile (Akash-NG) का सफलतापूर्वक परीक्षण किया। उड़ान का परीक्षण भूमि आधारित प्लेटफॉर्म से दोपहर करीब 12:45 बजे किया गया, जिसमें मल्टीफंक्शन रडार, कमांड, कंट्रोल एंड कम्युनिकेशन सिस्टम और तैनाती विन्यास में भाग लेने वाले लांचर जैसी सभी हथियार प्रणालियां थीं। नई पीढ़ी की सतह से हवा में मार करने वाली मिसाइल मिसाइल प्रणाली को रक्षा अनुसंधान एवं विकास प्रयोगशाला (DRDL), हैदराबाद द्वारा अन्य DRDO प्रयोगशालाओं के सहयोग से विकसित किया गया है। इस प्रक्षेपण को भारतीय वायु सेना के नुमाइंदों ने देखा। उड़ान डेटा को हासिल करने के लिए ITR ने Electro optical tracking syst...
વાપીમાં 2 દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસના લક્ષણો દેખાતા, વધુ સારવાર માટે મુંબઈ-સુરત ખસેડાયા!

વાપીમાં 2 દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસના લક્ષણો દેખાતા, વધુ સારવાર માટે મુંબઈ-સુરત ખસેડાયા!

Gujarat, National, Science & Technology
વાપી :- કોરોના રિકવર દર્દીઓ માટે વધુ એક બીમારી જીવલેણ બની રહી છે. આ બીમારી એટલે મ્યુકોર્માયકોસિસ. આ બીમારીને કારણે ગુજરાતમાં કેટલાય દર્દીઓએ આંખો ગુમાવવાની નોબત આવી છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ તેના 2 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે. અને તે વાપીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા બાદ તાત્કાલિક તેને સુરત-મુંબઈ વધુ સારવાર માટે રીફર કરી દેવામાં આવ્યા છે. વાપીમાં 2 દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસના લક્ષણો દેખાયા.... કોરોના રિકવરી બાદ આ ફંગલ ઈન્ફેક્શન સૌ પ્રથમ સાઈનસમાં થાય છે. અહીંથી આંખ સુધી પહોંચતાં 2 થી 4 દિવસ લાગે છે. આંખથી મગજ સુધી પહોંચવામાં માત્ર એક જ દિવસ લાગે છે. આ ઈન્ફેક્શન બાદ 20 થી 30 ટકા કેસમાં આંખોની રોશની જતી રહે છે. વલસાડ જિલ્લા માટે રાહતના સમાચાર છે કે હજુ સુધી આવા એકપણ કેસને વલસાડ જીલ્લામાં સારવાર આપવામાં આવી નથી. હાં, વાપીની ખાનગી હોસ્પિટલમાં 2 દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસના લક્...