Thursday, December 5News That Matters

ગુજરાતના કચ્છના રણમાં આવેલું ધોળાવીરા ભારતનું 40મું World Heritage સ્થળ

PIB Ahmedabad :- ભારતે રજૂ કરેલા ગુજરાતના કચ્છના રણમાં આવેલાં હડપ્પન નગર ધોળાવીરાને Unesco ના World Heritage List-વિશ્વ ધરોહર યાદીમાં અંકિત કરવામાં આવ્યું છે. ભારતે જાન્યુઆરી 2020માં World Heritage center ને ધોળાવીરા- એક હડપ્પા નગર માટે નૉમિનેશનનું ડૉઝિયર સુપરત કર્યું હતું. આ સ્થળ 2014થી યુનેસ્કોની હંગામી યાદીમાં હતું. ધોળાવીરા એ આજથી ત્રીજી કે મધ્ય બીજી સહસ્ત્રાબ્દી પૂર્વેની એટલે કે 3500 વર્ષો પૂર્વેની દક્ષિણ એશિયાની સારી રીતે સચવાયેલી બહુ જૂજ શહેરી વસાહતોમાંની એક એવું હડપ્પા નગર છે.

 

 

ધોળાવીરા :- એક હડપ્પા નગરી, એ આજથી ત્રીજી કે બીજી સહસ્ત્રાબ્દીની મધ્યે એટલે કે લગભગ 3500 વર્ષો પૂર્વેની દક્ષિણ એશિયાની સારી રીતે સચવાયેલી બહુ જૂજ શહેરી વસાહતોમાંની એક છે. અત્યાર સુધીમાં શોધાયેલ 1000થી વધુ હડપ્પા સ્થળોમાં એ છઠ્ઠું સૌથી મોટું સ્થળ છે અને 1500થી વધુ વર્ષો સુધી એમાં વસવાટ રહ્યો હતો. માનવ જાતની આ પ્રારંભિક સંસ્કૃતિના ઉદય અને પતનના સમગ્ર પથનું ધોળાવીરા ન માત્ર સાક્ષી છે બલકે એ નગર રચના, બાંધકામની પદ્ધતિઓ, જળ વ્યવસ્થાપન, સામાજિક શાસન અને વિકાસ, કલા, ઉત્પાદન, વેપાર અને માન્યતા પદ્ધતિના સંદર્ભમાં બહુમુખી સિદ્ધિઓ વર્ણવે છે. અત્યંત સમૃદ્ધ હસ્તકલાની વસ્તુઓ સાથે ધોળાવીરાની સારી રીતે સચવાયેલી શહેરી વસાહત એની વિશિષ્ટ લાક્ષણિકતાઓ સાથે એક પ્રાદેશિક કેન્દ્રનું આબેહૂબ ચિત્ર રજૂ કરે છે જે સમગ્ર રીતે હડપ્પા સંસ્કૃતિના હાલના જ્ઞાનમાં નોંધપાત્ર યોગદાન પણ આપે છે.

 

 

આ અસ્કયામત બે ભાગમાં છે: એક કોટની અંદરનું શહેર અને શહેરની પશ્ચિમે એક અંતિમવિધિનું સ્થળ. કોટની અંદરના શહેરમાં એક અત્યંત સુરક્ષિત કિલ્લો છે અને તેની સાથે અગાઉ બનાવીને મૂકાયેલો પુલ છે અને ધાર્મિક વિધિ માટે મેદાન છે, કિલ્લેબંધીવાળું મધ્યનું નગર અને હેઠવાસનું નગર છે. અંતરકોટ પૂર્વમાં અને દક્ષિણમાં શ્રેણીબદ્ધ જળાશયો છે. કબ્રસ્તાનમાં થયેલાં મોટા ભાગના દફન પ્રકૃતિનાં સ્મારક છે.

ધોળાવીરા જ્યારે સંપૂર્ણ વિક્સિત હતું એ સમય દરમ્યાન એની નગરની રચના સ્તરીય સમાજ, સંભવિત વિવિધ વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર આધારિત આયોજનબદ્ધ અને અલગ પાડવામાં આવેલા શહેરી રહેણાંક વિસ્તારો સાથે સુનિયોજીત નગરનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જળ સંચય પ્રણાલિ, પાણી ગટર પ્રણાલિમાં ટેકનોલોજિકલ આધુનિક્તા અને સાથે સ્થાપત્ય અને ટેકનોલિજિકલ વિક્સિત વિશેષતાઓ રચના, અમલીકરણ, અને સ્થાનિક સામગ્રીઓના અસરકારક ઉપયોગમાં પરિવર્તિત થાય છે. સામાન્ય રીતે અન્ય હડપ્પા નગરો નદી કિનારે અને જળ સ્ત્રોતોની ફરતે વિકસ્યા હતા એનાથી વિરુદ્ધ, ધોળાવીરાનું સ્થળ ખાડીના દ્વીપમાં વિવિધ ખનીજ અને કાચી સામગ્રીના સ્ત્રોત (તાંબુ, કવચ, અકીક, અબરખ, સીસું, મિશ્રિત ચૂનો અને અન્ય) અને મગન (આધુનિક ઓમન દ્વીપકલ્પ) અને મેસોપોટેમિયન પ્રદેશોને આંતરિક અને બાહ્ય વેપાર સુગમ કરવા વ્યૂહાત્મક હતું.

ધોળાવીરા પ્રાગૈતિહાસિક કાંસ્ય યુગના હડપ્પા સંસ્કૃતિને લગતા (આરંભ, પરિપક્વ અને પાછળના હડપ્પન તબક્કા) શહેરી વસાહતોનું અપવાદરૂપ ઉદાહરણ છે અને ઇસવીસન પૂર્વે ત્રીજી અને બીજી સહસ્ત્રાબ્દી મધ્ય દરમ્યાન બહુ સાંસ્કૃતિક અને સ્તરીય સમાજની સાબિતી ધરાવે છે. સૌથી જૂનો પુરાવો હડપ્પા સંસ્કૃતિના આરંભિક હડપ્પા તબક્કા દરમ્યાન ઇસવી સન પૂર્વે 3000 વર્ષમાં જોવા મળી શકે છે. આ નગર આશરે 1500 વર્ષો સુધી પાંગરેલું રહ્યું હતું જે લાંબા સતત વસવાટનું પ્રતિનિધિત્વ કરે છે. ખોદકામ દરમ્યાન મળેલા અવશેષો સ્પષ્ટપણે વસાહતના મૂળમાં એના વિકાસ, પરાકાષ્ઠા અને ત્યારબાદ ઘટાડાને શહેરની રચનામાં સતત ફેરફારો, સ્થાપત્ય તત્વો અને વિવિધ અન્ય ખાસિયતો સ્વરૂપે સૂચવે છે.

ધોળાવીરા એ અગાઉથી ધારી લેવાયેલ નગર નિયોજન, બહુ સ્તરીય કિલ્લેબંધી, અત્યાધુનિક જળાશયો અને ગટર વ્યવસ્થા તેમજ બાંધકામ સામગ્રી તરીકે પથ્થરના વ્યાપક ઉપયોગ સાથે હડપ્પા નગર નિયોજનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ વિશેષતાઓ હડપ્પા સંસ્કૃતિના સમગ્ર ક્ષેત્રમાં ધોળાવીરાની અજોડ સ્થિતિને પરાવર્તિત કરે છે.

 

 

ઉપલબ્ધ પાણીના દરેક ટીપાંને સંગ્રહ કરવા માટે બનાવાયેલી વિસ્તરિત જળ વ્યવસ્થાપન પ્રણાલિ ઝડપથી બદલાતી ભૌગોલિક અને આબોહવા ફેરફારો સામે  ટકી રહેવાની લોકોની ચતુરાઇ દર્શાવે છે. મોસમી પ્રવાહો, જરા અમથા વરસાદ અને ઉપલબ્ધ ભૂમિમાંથી વાળવામાં આવેલાં પાણીને મોટા પથ્થરો કોતરી બનાવાયેલા જળાશયોમાં સ્ત્રોત કરાતું, સંગ્રહ કરાતો. આ જળાશયો પૂર્વી અને દક્ષિણી કિલ્લેબંધી સુધી વિદ્યમાન છે. પાણીની વધુ પ્રાપ્તિ માટે, સૌથી જૂનાં ઉદાહરણમાંના એક ગણાતાં એવાં જૂજ પથ્થરિયા કૂવા-વાવ શહેરમાં જુદાં ભાગોમાં જોવા મળે છે, તેમાંના સૌથી અસરકારક શહેરના હાર્દમાં છે. ધોળાવીરાની પાણી સંગ્રહની આવી સવિસ્તર યોજના અજોડ છે અને પ્રાચીન જગતમાં સૌથી કાર્યક્ષમ પદ્ધતિમાંની એક તરીકે ગણાય છે.

 

 

ભારત પાસે હવે એકંદરે 40 વિશ્વ ધરોહર અસ્ક્યામતો છે જેમાં 32 સાંસ્કૃતિક, 7 કુદરતી અને એક મિશ્ર સંપત્તિ છે.  જેમની પાસે 40 કે એનાથી વધારે વિશ્વ ધરોહરના સ્થળો હોય એવા ભારત સિવાયના દેશોમાં ઇટાલી, સ્પેન, જર્મની, ચીન અને ફ્રાન્સ છે. ભારતે 2014થી 2021 સુધીમાં 10 નવાં વિશ્વ ધરોહરનાં સ્થળોનો ઉમેરો કરી 40 સ્થળોનો Unesco માં સમાવેશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *