વલસાડ પોલીસ દ્વારા બીનવારસી વાહનોની હરાજી કરવામાં આવી, 173 વેપારીઓએ 52,86000 રૂપિયામાં ખરીદ્યા 1383 વાહનો
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપી ડિવિઝન હેઠળ આવતા 8 પોલીસ મથકમાં બિનવારસી પડી રહેલા 1317 ટુ-વ્હીલર, 46 થ્રી-વ્હીલર, 14 ફોર- વ્હીલર, 2 છોટા હાથી, 1 ટ્રક, 2 ટેમ્પો મળી કુલ 1383 વાહનોની હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં વલસાડ જીલ્લાના તથા જીલ્લા બહારના મળી કુલ-173 વેપારીઓએ ભાગ લીધેલ હતો. જેઓએ આ તમામ 1383 વાહનોની ખરીદી કરતા કુલ રૂા. 52,86000/- ની રકમ ઉપજી હતી. આ હરાજી વાપી ડિવિઝનના Dysp બી. એન. દવેની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
વલસાડ જીલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઘણા લાંબા સમયથી બિનવારસી પડી રહેલ વાહનોની હરાજી કરવા માટે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાધેલાએ નાયબ પોલીસ અધિક્ષક, વાપી વિભાગ બી. એન. દવેને નોડલ અધિકારી તરીકે નિયુંકત કરી, ઉપરોકત વાહનોનો નિયમોનુસાર SOP મુજબ હરાજી કરવા સુચના કરેલ,
જે અનુસંધાને 14મી ડિસેમ્બર 2024 ના વાપી ડિવીઝનના 8 પોલીસ સ્ટેશનોમાં લાંબા સમયથી બિનવારસી પડી ર...