Delhi-Mumbai Industrial Corridor ની કરોડરજ્જુ બનનાર Expresswayની Valsad જિલ્લામાં નામ માત્રની કામગીરી સામે Maharashtra માં પહાડો કાપી બનાવી દીધો ટનાટન Highway…!
Delhi-Mumbai Expressway Project ની વલસાડ જિલ્લામાં પેકેજ 8,9 અને 10 હેઠળ કામગીરી ચાલી રહી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે 1,350 કિ.મી. લાંબો છે. જે ભારતની રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીને આર્થિક રાજધાની મુંબઈ સાથે જોડતો 8 લેન પહોળો Entry-Driven Expressway છે. 2019થી કાર્યરત આ Expressway જમીન સંપાદન ખર્ચ સહિત કુલ આશરે ₹1,00,000 કરોડના મૂલ્યનો પ્રોજેક્ટ છે.
Expressway ની પેકેજ 10 હેઠળ કરવડ થી તલાસરી સેક્શન સહિત 277 કિલોમીટર નું વડોદરા થી મુંબઈ વચ્ચેનું અંતર છે. જો કે, વલસાડ જિલ્લામાંથી અને દાદરા નગર હવેલીમાંથી પસાર થતા આ Expressway ની કામગીરી સામે મહારાષ્ટ્રના પાલઘરના તલાસરી સહિતના વિસ્તારમાં પુરજોશમાં કામગીરી આગળ વધી છે.
Palghar ના આ વિસ્તારમાં અનેક નદીનાળા પર પુલ બનાવી, પહાડોને ચીરીને ટનાટન Highway બની ગયો છે. જ્યારે, વલસાડમાં હજુ પણ માત્ર જમીનનું લેવલ કરવાનું અને ઝાડ કાપવા સહિતનું કામ ...