સ્ટેશન ગુજરાતમાં ને નામ મહારાષ્ટ્રના સ્ટેશનનું..? DFCCIL ના અધિકારીઓ ટ્રાયલ રન કરી ગયા…! જિલ્લાના નેતાઓ ઊંઘતા રહ્યા…?
વલસાડ જિલ્લામાં તાજેતરમાં 3 એવી મહત્વની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં જિલ્લાના નેતાઓની નેતાગીરીની ગુણવત્તા સામે સંશય ઉભો થયો છે. પ્રથમ ઘટનાની વાત કરીએ તો, 9મી ફેબ્રુઆરીએ ગુજરાત માટે મહત્વનો પ્રોજેકટ મનાતા DFCCIL પ્રોજેકટ હેઠળ પ્રથમ ટ્રેક ટ્રાયલ રન લેવાયો હતો. આ ટ્રાયલ રન સંજાણ થી સચિન, ભેસ્તાન, મકરપુરા સુધીનો હતો. જે અપ એન્ડ ડાઉન લાઇનમાં હતો. જેને લીલીઝંડી આપવા માટે જિલ્લાના નેતાઓને બદલે માત્ર DFCCIL મુંબઈ નોર્થના ચીફ જનરલ મેનેજર વિકાસ કુમાર અને તેમના સ્ટાફના અધિકારીઓ હતાં. જેઓએ આ ટ્રાયલ રન કોઈપણ પ્રકારના પબ્લિસિટી સ્ટંટ વગર પૂર્ણ કરી લીધો.
હવે, એ પહેલાંની પણ બીજી મહત્વની ઘટનાની વાત કરીએ તો, અયોધ્યા રામ મંદિરના દર્શન માટે એક મહિનાથી ચાલતી તૈયારીઓ બાદ 6 ફેબ્રુઆરીએ વાપીથી અયોધ્યા સ્પેશ્યલ ટ્રેન મારફતે રામભક્તો અયોધ્યા રવાના થયા હતા અને દર્શન કરીને પરત આવ્યા છે. આ ટ્રેનને લીલીઝંડી આપવા વલસા...