Thursday, December 26News That Matters

Gujarat

હવે, સેલવાસ-દમણમાં પણ પ્રવાસીઓ ટ્રાઇબ્સ ઇન્ડિયા આઉટલેટમાંથી આદિવાસી ચીજવસ્તુઓ ખરીદી કરશે

હવે, સેલવાસ-દમણમાં પણ પ્રવાસીઓ ટ્રાઇબ્સ ઇન્ડિયા આઉટલેટમાંથી આદિવાસી ચીજવસ્તુઓ ખરીદી કરશે

Gujarat, National
સેલવાસ :- કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાં અને સંઘપ્રદેશ દમણમાં બે નવા ઇન્ડિયા આઉટલેટ (આદિજાતિ દુકાનો) નું  પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.  દેશના આદિવાસીઓની કલાને પ્રોત્સાહન આપી દેશ-વિદેશમાં આદિવાસી ચીજવસ્તુઓનું વેંચાણ કરી રોજગારી પુરી પાડતી ટ્રાઇબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલોપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (TRIFED) ના હવે દાદરા નગર હવેલી અને દમણમાં પણ 2 આઉટલેટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ ટ્રાઇફેડ સ્ટોર્સ દ્વારા કાપડ, આદિજાતિ પેઇન્ટિંગ્સ, વાંસ અને શેરડી હસ્તકલા, કાર્બનિક અને પ્રાકૃતિક ખોરાકના ઉત્પાદનો, આદિજાતિ ઝવેરાત, ધાતુનું કામ, માટીકામ, ગીર ગાય ઘી, ચોખા, લાલ ઘઉં વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે. આ આદિવાસીઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓની ઉપલબ્ધતા આ રાજ્યમાં આવતા પ્રવાસીઓ માટે સુનિશ્ચિત કરવામાં આવશે. આનાથી પ્રવાસીઓ આકર્ષિત થશે અને કેન્...
વાપીના ઉદ્યોગકારોએ કોરોના કાળમાં મબલખ કમાણી કરી તોય એક વર્ષ માટે સંપૂર્ણ ટેક્સ હોલિડે જોઈએ છે

વાપીના ઉદ્યોગકારોએ કોરોના કાળમાં મબલખ કમાણી કરી તોય એક વર્ષ માટે સંપૂર્ણ ટેક્સ હોલિડે જોઈએ છે

Gujarat, National
વાપી :- કોરોનાના કપરા કાળમાં જ્યાં નાના વેપારીઓના ધંધા રોજગાર ઠપ્પ હતાં. અથવા તો ગણતરીના કલાકો માટે જ ખુલ્લા રાખવાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જેની સામે ઉદ્યોગોને 24 કલાક ધમધમતા રાખી પ્રોડક્શન માટે પૂરતી છૂટ મેળવનાર વાપી GIDC ના ઉદ્યોગકારોને હજુ પણ એક વર્ષ માટે સંપૂર્ણ ટેક્સ હોલિડે આપવાની માંગ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગના મંત્રી પિયુષ ગોયલને કરતા મંત્રી અચંબામાં પડી ગયા છે. અને ઉદ્યોગોને જે પણ તકલીફોનો સામનો કરવો પડ્યો છે તે તમામની જાણકારી તેમને ઈ મેલ દ્વારા કે લેખિતમાં આપવા સૂચના આપી હતી.                                                                              5th June 2021 COVID 19 ના કપરા કાળ દરમ્યાન ઉદ્યોગોને તેમના કાર્યમાં કઈ તકલીફ પડી રહી છે તેની જાણકારી મેળવવા માટે તા.1 જૂન 2021 ના દિને, ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગના મંત્રી પિ...
પ્રશાસનના લઘુતમ વેતનના નોટિફિકેશનને ઘોળીને પી જનાર ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કામદારોની વેતન વધારાની માંગ

પ્રશાસનના લઘુતમ વેતનના નોટિફિકેશનને ઘોળીને પી જનાર ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કામદારોની વેતન વધારાની માંગ

Gujarat
દમણ :- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવ પ્રશાસન દ્વારા મોંઘવારી અને કોરોના કાળમાં કામદારોને મદદરૂપ થવા નવા લઘુતમ વેતનનો પરિપત્ર બહાર પાડ્યો છે. જેને દમણના કચીગામમાં કાર્યરત ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો ઘોળીને પી જતા સોમવારે 300થી વધુ કામદારોએ પગાર વધારાની માંગ સાથે હડતાળ પાડી હતી. જેમાં પોલીસ અને લેબર ઓફિસરની દરમ્યાનગીરી અને સંચાલકોની ખાતરી બાદ કામદારોએ હડતાળ સમેટી લીધી હતી.     પ્રશાસને બહાર પાડેલ નવા નોટિફિકેશન મુજબ 1લી એપ્રિલથી દરેક કંપની સંચાલકે કામ કરતા કુશળ કારીગરને દૈનિક વેતન મુજબ 356 રૂપિયા, અર્ધકુશળ કારીગરને 348 રૂપિયા, બિનકુશળ કારીગરને 340 રૂપિયા વેતન ચૂકવવું ફરજીયાત છે. જ્યારે કંપની સંચાલકો કોરોનામાં કામદારોને કામ આપીએ છીએ એવી દમદાટી આપી કામદારોને 300 રૂપિયા આસપાસ જ વેતન આપી તેમનું શોષણ કરી રહ્યા છે. જેની સામે પ્રશાસન કાયદેસરની કા...
વાપીના શ્રમજીવીની હત્યાનો ભેદ ઉકેલાયો, લૂંટના માત્ર 500 રૂપિયા માટે કરી નાખી હત્યા!

વાપીના શ્રમજીવીની હત્યાનો ભેદ ઉકેલાયો, લૂંટના માત્ર 500 રૂપિયા માટે કરી નાખી હત્યા!

Gujarat, National
વાપી :- ગત 1લી જુનના વાપીમાં ટાઉન વિસ્તારમાં બુનમેક્સ સ્કૂલ નજીકના ખુલ્લા મેદાનમાથી 34 વર્ષીય રાજસ્થાની યુવકનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી એક સગીર સહિત 2 આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ગુન્હો ઉકેલી નાખ્યો છે. જેમાં મૃતક યુવકને આરોપીઓએ લૂંટયો હતો. જેમાં માત્ર 500 રૂપિયા જ મળતા યુવકનું ઢીમ ઢાળી દીધું હતું. વલસાડ જિલ્લાના વાપી ટાઉન વિસ્તારમાં 1લી જૂન મંગળવારે વાપી ચલા કસ્ટમ રોડ ઉપર બુનમેક્સ સ્કૂલ નજીક ખુલ્લા મેદાનમાં એક યુવકની લાશ પડી હોવાની વિગતો વાપી ટાઉન પોલીસને મળતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઇ તપાસ કરી હતી. જેમાં મૃતક યુવકનું નામ અમરસિંહ કિડીયા ડામોર હોવાનું અને છૂટક મજૂરી કરવા રાજસ્થાનના બાંસવાડાથી દોઢેક મહિના પહેલા જ વાપીમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વાપીમાં તે તેના બહેન-બનેવી સાથે રહેતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું...
વાપીની આદિત હોસ્પિટલમાં પૈસા બાબતે થયેલ વાયરલ વીડિઓ બાદ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ

વાપીની આદિત હોસ્પિટલમાં પૈસા બાબતે થયેલ વાયરલ વીડિઓ બાદ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ

Gujarat
વાપી :- વાપીમાં આવેલી આદિત હોસ્પિટલમાં 20 દિવસથી સારવાર હેઠળ રહેલા દર્દીને વધુ સારવાર માટે સુરત લઈ જતી વખતે હોસ્પિટલના તબીબની પત્નીએ દર્દીને પૈસા ભર્યાં વગર નહિ જવા દેવાની અને બીલને લઈને દર્દીઓના પરિવાર સાથે ઝઘડો કરતી હોય તેવો વીડિઓ વાયરલ થયો હતો. આ વિડીઓને લઈને વાપીમાં ચકચાર મચી ગયા બાદ આ મામલે યોગ્ય ન્યાય મળે, હોસ્પિટલ સામે યોગ્ય તપાસ કરી કડક પગલાં લેવાય તેવી રજુઆત અને ફરિયાદ દર્દીના પરિવારજનો તરફથી કરવામાં આવી રહી હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી છે. મળતી વિગતો મુજબ બુધવારે દર્દીના પરિવારજનોએ આ મામલે આરોગ્ય વિભાગ અને વલસાડ કલેકટરને રજુઆત કરી યોગ્ય ન્યાય મેળવવા તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ઓક્સિજન પર રહેલા દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ જતી વખતે દર્દીના સગાને પહેલા પૈસા ભરો પછી પેશન્ટને લઈ જાઓ તેવુ ગુસ્સામાં કહેતી અને સ્ટ્રેચર પર રહેલા પેશન્ટને લઈ ...
સેલવાસ પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું, મોજશોખ માટે બાઇક ચોરી કરતા સગીરવયના ચોર પાસેથી મળી 7 બાઇક

સેલવાસ પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું, મોજશોખ માટે બાઇક ચોરી કરતા સગીરવયના ચોર પાસેથી મળી 7 બાઇક

Gujarat, National
સેલવાસ :- સેલવાસ પોલીસે એક સગીરવયના બાઈક ચોરને ઝડપી પાડી તેમની પાસેેેથી ચોરીની 7 મોટરસાયકલ કબ્જે કરી હતી. પકડાયેલ સગીર બાઇક ચોર આ ચોરી પોતાના મોજશોખ માટે કરતો હોવાનું અને જ્યાં પેટ્રોલ પૂરું થાય તે વિસ્તારમાં બાઇક છોડી બીજી બાઇકની ચોરી કરી નાસી જતો હતો. બાઇક ચોરીમાં પકડાયેલ ચોર સગીર વયનો હોય જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ ના આદેશ આધારે સુરત ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી આપ્યો છે.  સેલવાસ પોલીસે વિગતો આપી હતી કે જિતેન્દ્રકુમાર રામબ્રિજ સિંગ નામના ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની 50 હજાર ની કિંમતની DN09-J-6310 નંબરની મોટરસાયકલને સેલવાસ વિનોબા ભાવે હોસ્પિટલ નજીક આવેલ સુરભી બાર સામે પાર્ક કરી હતી. ત્યારે કોઈ અજાણ્યો ચોર તેમની બાઇકને ચોરી ગયો હતો. આ ફરિયાદ આધારે સેલવાસ પોલીસે ચોરને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. જેમાં DIGP વિક્રમજીત સિંઘના માર્ગદર્શન હેઠળ અને સેલવાસ જિલ્લા પોલીસવડા હરેશ્વર સ્...
સેલવાસ પોલીસને જોઈ ભાગ્યા ગાંજાના આરોપીઓ, પોલીસે બંનેને દબોચી લઈ 1095 ગ્રામ ગાંજો જપ્ત કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા

સેલવાસ પોલીસને જોઈ ભાગ્યા ગાંજાના આરોપીઓ, પોલીસે બંનેને દબોચી લઈ 1095 ગ્રામ ગાંજો જપ્ત કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા

Gujarat, National
સેલવાસ :- મૂળ મહારાષ્ટ્રિના અને દાદરા નગર હવેલીમાં યુવાનોને ગાંજાના બંધાણી બનાવતા 2 આરોપીઓને સેલવાસ પોલીસે 1095 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી કોર્ટમાં રજુ કરતા કોર્ટે બંનેના 4 જૂન સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. પકડાયેલ બંને ઈસમોને પકડતી વખતે પોલીસને ચકમો આપી ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસે બંને ને ઝડપી લીધા હતાં.  સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના યુવાવર્ગમાં ગાંજાનો નશો કરવાનું પ્રમાણ વધ્યું હોવાની ફરિયાદ દાદરા નગર હવેલી અને દમણ અને દિવના DIGP વિક્રમજીત સિંઘને મળી હતી જે બાદ તેમના નિર્દેશ મુજબ સેલવાસ પોલીસ અધિક્ષક હરેશ્વર વી. સ્વામીએ ડ્રગ સપ્લાય કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા એક ટીમ બનાવી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.  31મી મેં ના પોલીસની એક ટીમ પીપરીયા આઉટ પોસ્ટ વિસ્તારમાં રૂટિન પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન આમલી નજીક DN09-H-0013 નંબરની મોટરસાયકલ પર નીકળેલા 2 શંકાસ્પ...
વાપીની આદિત હોસ્પિટલમાં પહેલા પૈસા ભરો પછી પેશન્ટને લઈ જાઓ કહેતી ડોકટર પત્નીનો વીડિઓ વાયરલ

વાપીની આદિત હોસ્પિટલમાં પહેલા પૈસા ભરો પછી પેશન્ટને લઈ જાઓ કહેતી ડોકટર પત્નીનો વીડિઓ વાયરલ

Gujarat, National
વાપી :- વાપીમાં આવેલી આદિત હોસ્પિટલમાં 20 દિવસથી સારવાર હેઠળ રહેલા દર્દીને વધુ સારવાર માટે સુરત લઈ જતી વખતે હોસ્પિટલના તબીબની પત્નીએ દર્દીને પૈસા ભર્યાં વગર નહિ જવા દેવાની અને બીલને લઈને દર્દીઓના પરિવાર સાથે ઝઘડો કરતી હોય તેવો વીડિઓ વાયરલ થયો છે. આ વિડીઓને લઈને હાલ વાપીમાં ચકચાર મચી ગઇ છે. ઓક્સિજન પર રહેલા દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ જતી વખતે દર્દીના સગાને પહેલા પૈસા ભરો પછી પેશન્ટને લઈ જાઓ તેવુ ગુસ્સામાં કહેતી અને સ્ટ્રેચર પર રહેલા પેશન્ટને લઈ નહિ જવા એમ્બ્યુલન્સના સ્ટાફને આદેશ કરી દર્દીના પરિવાર સાથે ઝઘડો કરતી ડોકટર પત્નીનો વીડિઓ વાયરલ થયો છે. દર્દીના સગા પણ આક્ષેપો કરે છે કે રોજના 50 હજાર સુધીનું બિલ ચૂકવતા આવ્યાં છીએ તો આ બિલ પણ ભરી દીધું છે. જે બાદ પેશન્ટના પરિવારજનોએ બીલના પૈસા ચૂકવી દેતા તે પૈસા ગણીને એમ્બ્યુલન્સને જવા દેવાનો ઈશારો કરે છે. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિઓ વાયરલ થયો ...
‘No tobacco day’ પર પ્રફુલ પટેલનું ટ્વિટ, લોકોએ કહ્યું પહેલા તમે ગુટખા ખાવાનું અને દારૂની પરમિશન આપવાનું બંધ કરો

‘No tobacco day’ પર પ્રફુલ પટેલનું ટ્વિટ, લોકોએ કહ્યું પહેલા તમે ગુટખા ખાવાનું અને દારૂની પરમિશન આપવાનું બંધ કરો

Gujarat, National
રિપોર્ટ :- ગુરુ G સેલવાસ :- સંઘપ્રદેશ લક્ષદ્વિપમાં ભારે વિરોધનો સામનો કરી રહેલા દાદરા નગર હવેલી અને દમણ-દિવ ના પ્રશાસક પ્રફુલ પટેલ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ના ટ્વીટર પર ટ્રોલ થયા હતાં. તેમના ટ્વીટ બાદ અન્ય ટિવટર યુઝર્સે તેમને ગુટખા, દારૂ અને લક્ષદ્રિપના લોકોનું થતું શોષણ અંગે પોતાનો બળાપો ઠાલવ્યો હતો. તમાકુનું વ્યસન એ તમામ પદાર્થોમાં સૌથી વધુ પ્રચલિત અને જીવલેણ છે. ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે ઈન્ડિયા (Global Adults Tobacco Survey India-GATS) 2016-2017 અનુસાર, વિશ્વમાં તમાકુના ઉત્પાદનમાં અને વપરાશમાં ભારત બીજા ક્રમે છે. આ દિવસને ધ્યાને રાખી દાદરા નગર હવેલી અને દમણ-દિવ તેમજ લક્ષદ્વિપ ના પ્રશાસક પ્રફુલ પટેલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું હતું કે,  Let's aim World No Tobacco Day to spread awareness on extermely dangerous diseases caused by consumption of tobacco such as cancer...
ઉમરગામમાં ભાજપના મંત્રી સાથે કાર્યકરો ફોટા પડાવવાની લ્હાયમાં સોશ્યલ ડિસ્ટન્સ ભૂલ્યા, રક્તદાન તો કર્યું જ નહીં

ઉમરગામમાં ભાજપના મંત્રી સાથે કાર્યકરો ફોટા પડાવવાની લ્હાયમાં સોશ્યલ ડિસ્ટન્સ ભૂલ્યા, રક્તદાન તો કર્યું જ નહીં

Gujarat
રિપોર્ટ :- ગુરુ G. ઉમરગામ :- વલસાડ જિલ્લામાં ભાજપ દ્વારા દરેક તાલુકામાં ભાજપના કેન્દ્રમાં સફળ 7 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ઉમરગામ તાલુકાના ભીલાડ ભંડારી સમાજ હોલ ખાતે વન અને આદિજાતિ રાજ્ય પ્રધાન રમણ પાટકરની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર 68 યુનિટ રક્ત જ એકત્ર થયું હતું. જ્યારે મંત્રી સાથે ફોટા પડાવવા સોશ્યલ ડિસ્ટન્સનું ભાન પણ કાર્યકરો ભૂલ્યા હતા. ઉમરગામ તાલુકામાં સેવા-હિ- સંગઠનના ઇન્ચાર્જ અને તાલુકા ઉપપ્રમુખ દોલત પટેલની અધ્યક્ષતામાં અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રકતદાન શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્ય પ્રધાન રમણલાલ પાટકરે હાલ જિલ્લામાં અને ઉમરગામ તાલુકામાં કોરોનાના કપરા કાળમાં દર્દીઓને બચાવવા માટે લોહીની મોટી જરૂરિયાત ઉભી થઈ છે. તેવું જણાવ્યા બાદ પણ કાર્યકરોએ ઉત્સાહ બતાવ્યો નહોતો. રક્તદાન કેમ્...