Thursday, December 5News That Matters

ઉમરગામમાં ભાજપના મંત્રી સાથે કાર્યકરો ફોટા પડાવવાની લ્હાયમાં સોશ્યલ ડિસ્ટન્સ ભૂલ્યા, રક્તદાન તો કર્યું જ નહીં

રિપોર્ટ :- ગુરુ G.
ઉમરગામ :- વલસાડ જિલ્લામાં ભાજપ દ્વારા દરેક તાલુકામાં ભાજપના કેન્દ્રમાં સફળ 7 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ઉમરગામ તાલુકાના ભીલાડ ભંડારી સમાજ હોલ ખાતે વન અને આદિજાતિ રાજ્ય પ્રધાન રમણ પાટકરની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર 68 યુનિટ રક્ત જ એકત્ર થયું હતું. જ્યારે મંત્રી સાથે ફોટા પડાવવા સોશ્યલ ડિસ્ટન્સનું ભાન પણ કાર્યકરો ભૂલ્યા હતા.
ઉમરગામ તાલુકામાં સેવા-હિ- સંગઠનના ઇન્ચાર્જ અને તાલુકા ઉપપ્રમુખ દોલત પટેલની અધ્યક્ષતામાં અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રકતદાન શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્ય પ્રધાન રમણલાલ પાટકરે હાલ જિલ્લામાં અને ઉમરગામ તાલુકામાં કોરોનાના કપરા કાળમાં દર્દીઓને બચાવવા માટે લોહીની મોટી જરૂરિયાત ઉભી થઈ છે. તેવું જણાવ્યા બાદ પણ કાર્યકરોએ ઉત્સાહ બતાવ્યો નહોતો. રક્તદાન કેમ્પમાં માટે 68 યુનિટ રક્ત એકત્ર થયું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના 7વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે લોકોને મદદરૂપ થવાની ભાવનાએ રવિવારના રોજ સમગ્ર જિલ્લા અને તાલુકામાં રક્તદાન શિબિરનું આયોજન કરી રકતની અછતને પહોંચી વળવાનો અમારો આ પ્રયાસ રહ્યો છે.
સાથે આખા દિવસ દરમિયાન અન્ય સેવાકીય કાર્યમાં માસ્ક વિતરણ, દવાખાનામાં દર્દીઓને ફળ અને બિસ્કિટ વિતરણ જેવા કાર્યક્રમો પણ હાથ ધરી મદદ રૂપ થવાની ભવાના સાથેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે રક્તની ઘટ હોવા છતાં કાર્યક્રમમાં ફોટા પાડવા આવેલા કાર્યકરો રક્તદાન કરવાથી અળગા રહ્યા હતાં. પરંતુ મંત્રી સાથે ફોટા પડાવવા સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડયા હતાં.
દેશની સૌથી મોટી પાર્ટીમાં કોરોના કાળની અસર વર્તાઈ હોય એમ પ્રધાનમંત્રી મોદીજીના શાસનકાળના 7વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અર્થે યોજાયેલા કાર્યક્રમોમાં કાર્યકરો તો દેખાયા પણ દરેક કાર્યક્રમોનો જાણે ફિયાસ્કો થયો હતો. સામાન્ય દિવસોમાં પણ જે કાર્યક્રમમાં 100 યુનિટ થી વધુ રક્ત એકત્ર કરી શકાય તેમ હોવા છતાં ભાજપના આ મહત્વના કાર્યક્રમમાં રક્તદાતાઓ કરતા સોશ્યલ ડિસ્ટન્સનું ભાન ભૂલી ફોટા પડાવતા કાર્યકરો વધારે જોવા મળ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *