લિકર કિંગ માઈકલ હોટેલમાં નાસ્તો કરવા આવ્યો અને પોલીસે દબોચી લીધો! આ થિયરી લોકોને ગળે ઉતરતી નથી. રમેશ કોઈ મોટી રાજરમત રમી રહ્યો છે?
વાપી :- દમણના લિકર કિંગ રમેશ માઈકલના નામથી ગુજરાતના બુટલેગરો જ નહીં પણ ખુદ ગુજરાત પોલીસ ફફડતી રહી છે. ગુજરાતમાં દારૂના અસંખ્ય ગુન્હામાં વોન્ટેડ હોવા છતાં ક્યારેય પોલીસે તેને પકડવાની હિંમત બતાવી નથી. ત્યારે અચાનક તે ગુજરાતના ભિલાડ ખાતે હાઇવે પર આવેલી અવધ હોટેલમાં નાસ્તો કરવા આવ્યો અને LCB ની ટીમે દબોચી લીધો હોવાની થિયરી લોકોને ગળે ઉતરતી નથી.
રમેશ માઈકલ કુખ્યાત બુટલેગર છે. તેમની સામે આ પહેલા પણ અસંખ્ય દારૂના ગુન્હા નોંધાયા છે. લિકર કિંગ તરીકે જાણીતા રમેશ માઈકલ માટે કહેવાય છે કે, દમણમાંથી ગુજરાતમાં આવતો મોટાભાગનો દારૂ માઈકલ એકલો સપ્લાય કરે છે. ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં તેણે કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી છે. કરોડોની લકઝરીયસ કારનો કાફલો ધરાવે છે. કેટલાય સાગરીતો પાસે તે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઠાલવતો આવ્યો છે.
જે ઇસમના સાગરીતોએ ભૂતકાળમાં પોલીસ જવાનો પર હુમલા કર્...