Friday, March 14News That Matters

Gujarat

તિરંગા સાથે વાપીથી દમણ સુધી કાવડયાત્રીઓએ હર હર મહાદેવ, ભારત માતા કી જયના નારા સાથે યોજી DJ ના તાલે કાવડયાત્રા

તિરંગા સાથે વાપીથી દમણ સુધી કાવડયાત્રીઓએ હર હર મહાદેવ, ભારત માતા કી જયના નારા સાથે યોજી DJ ના તાલે કાવડયાત્રા

Gujarat, National
શ્રાવણ મહિનો શરૂ થતા વ્રત ઉપવાસની સાથે સાથે કાવડયાત્રા કરવાનું અનેરૂ માહાત્મય છે. શિવભક્તો કેસરી કપડાં પહેરીને કાવડયાત્રા કરે છે. ત્યારે આ વર્ષે આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન પણ ચલાવવામાં આવતું હોય, વાપીમાં અંબા માતા મંદિરથી દમણમાં દલવાડા સ્થિત વાસુકીનાથ મહાદેવ મંદિર સુધીની ડીજેના તાલે ભવ્ય કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં તિરંગા સાથે હર હર મહાદેવ, ભારત માતા કી જયના નારા સાથે નીકળેલા કાવડયાત્રીઓ ને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ પ્રસ્થાન કરાવ્યું હતું. વાપીના અંબા માતા મંદિરથી મોટી સંખ્યામાં કાવડીયાઓ એ હાથમાં તિરંગા, અને જળ ભરેલ કમંડળ સાથે દમણના દલવાળા ખાતે આવેલ વાસુકીનાથ મહાદેવ મંદિર સુધીની કાવડયાત્રાનું આયોજન કર્યું હતું. દલવાડા સ્થિત મહાદેવને જળાભિષેક કરવા નીકળેલા આ કાવડયાત્રીઓ ને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, વાપી શહેર પ્રમુખ સતીશ પટ...
વાપીમાં સાવલા પરિવાર આયોજિત રક્તદાન કેમ્પમાં નાણાપ્રધાને કહ્યું હર ઘર તિરંગા અભિયાનમાં દેશ એકતાના તાંતણે જોડાઈ ગયો છે

વાપીમાં સાવલા પરિવાર આયોજિત રક્તદાન કેમ્પમાં નાણાપ્રધાને કહ્યું હર ઘર તિરંગા અભિયાનમાં દેશ એકતાના તાંતણે જોડાઈ ગયો છે

Gujarat, National
વાપીમાં જાણીતા દાતા એવા સાવલા પરિવાર અને અચલગચ્છ જૈન સંઘ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 315 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહન આપવા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ આ સેવાના કાર્ય બિરદાવી. આઝાદીના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાનથી દેશમાં રાષ્ટ્રભાવના પ્રબળ બની હોવાનું જણાવ્યું હતું. વાપીમાં સાવલા પરિવાર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે તેમણે આઝાદી ના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાન અંગે જણાવ્યું હતું કે, દેશ આઝાદીના 75 માં અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આઝાદી કેવી રીતે મળી? આઝાદીમાં લોકોએ શું સમર્પણ આપ્યું? કેટલા શહીદો થયા? તે શહીદ પરિવારોને યાદ કરી સમગ્ર દેશમાં રાષ્ટ્રભાવના જાગે, નવી પેઢીને આઝાદીનું મૂલ્ય સમજાય તે માટે જે પ્રયત્નો કરવામાં આવી...
ગુજરાત પોલીસે મોબાઈલ-વાહનની ચોરી માટે શરૂ કરેલ e-FIR અંગે વાપીમાં ASP દ્વારા નગરજનોને જાગૃત કરવામાં આવ્યા

ગુજરાત પોલીસે મોબાઈલ-વાહનની ચોરી માટે શરૂ કરેલ e-FIR અંગે વાપીમાં ASP દ્વારા નગરજનોને જાગૃત કરવામાં આવ્યા

Gujarat, National
સમગ્ર ગુજરાતમાં પોલીસ વિભાગ દ્વારા e-FIR સિટીઝન ફર્સ્ટ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ એપ્લિકેશન દ્વારા જે પણ ફરિયાદીના મોબાઈલ કે વાહનની ચોરી થઈ જાય ત્યારે પોલીસ સ્ટેશન સુધી જવાને બદલે જે તે સ્થળેથી જ ઓનલાઈન FIR નોંધાવી શકે છે. એ માટે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉદેશયથી વાપીમાં VIA ઓડિટોરિયમ ખાતે વાપી ડિવિઝનના ASP શ્રીપાલ શેષમાં અને વાપી ટાઉન, વાપી GIDC, ડુંગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓએ માહિતી માર્ગદર્શન આપ્યું હતું. વાપી VIA ખાતે આયોજિત e-FIR સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોર્ટલ અંગે ASP શ્રીપાલ શેષમાએ જણાવ્યું હતું કે, હાલ આ પોર્ટલ હેઠળ મોબાઈલ ચોરી અને વાહન ચોરીની ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાશે. આગામી દિવસોમાં આ એપ્લિકેશનને વધુ સુગમ બનાવવામાં આવશે. જે ફરિયાદી e-fir નોંધાવશે તેની વિગત જે તે સ્થાનિક પોલીસ મથકના રેકર્ડ પર લેવાશે. જે બાદ તપાસ અધિકારી 1 મહિનામાં તે કેસ અંગે કેટલી પ્રોસ...
વાપીમાં ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર ટેમ્પોમાંથી પડેલી એસિડ ભરેલી ટાંકી કોની? GPCB, પોલીસે તપાસ હાથ ધરી, રસ્તા પર ઘુમાડાંના ગોટેગોટા જોઈ ફેલાયો હતો ગભરાટનો માહોલ

વાપીમાં ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર ટેમ્પોમાંથી પડેલી એસિડ ભરેલી ટાંકી કોની? GPCB, પોલીસે તપાસ હાથ ધરી, રસ્તા પર ઘુમાડાંના ગોટેગોટા જોઈ ફેલાયો હતો ગભરાટનો માહોલ

Gujarat, National
વાપી GIDC માં હાઇવે નજીક આવેલ ગિરિરાજ હોટેલથી મોરારજી સર્કલ તરફ જતા ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર શુક્રવારે એક ટેમ્પોમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલી સીંટેક્સની ટાંકી રસ્તા પર પડી ગઈ હતી. ટાંકીમાં એસિડ ભરેલ હોય નીચે પડતા તેનો વાલ્વ લીકેજ થયો હતો. જેમાંથી એસિડ રસ્તા પર ઢોળાતા ધુમાડાના ગોટેગોટા જોઈ આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો. ઘટનાની ગંભીરતા જોઈ પોલીસ, ફાયર, VECC અને  GPCB ની ટીમે ઘટના સ્થળે પહોંચી ટાંકી ને સલામત સ્થળે લઈ જવા સાથે આ ટાંકીમાં રહેલું એસિડ કોના દ્વારા ક્યાં મોકલાતું હતું. અને ફરાર ટેમ્પો ચાલક કોણ હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.    વાપીમાં શુક્રવારે 11 વાગ્યા આસપાસ એક ટેમ્પોમાંથી એસિડ ભરેલ ટાંકી રસ્તા પર પડી ગઈ હતી. જેમાંથી કેટલુંક એસિડ રસ્તા પર ઢોળાતા ધુમાડાના ગોટેગોટા ઉઠ્યા હતાં. એસિડ રસ્તા પર ઢોળાતું જોઈ સ્થાનિકોએ ગભરાટના માર્યા પોલીસ, ફાયરને જાણ કરી હત...
વલસાડ સુગરમાં સારી રિકવરી મળવાનો સમય આવે ત્યારે જ ફેકટરી બંધ થઈ જાય છે. જેથી ખેડૂતો અને ફેક્ટરી બંને ને ખોટ સહન કરવી પડે છે.

વલસાડ સુગરમાં સારી રિકવરી મળવાનો સમય આવે ત્યારે જ ફેકટરી બંધ થઈ જાય છે. જેથી ખેડૂતો અને ફેક્ટરી બંને ને ખોટ સહન કરવી પડે છે.

Gujarat, National
શેરડીનો તમામ ભાવ તેની રિકવરી પર આધાર રાખે છે. સામાન્ય રીતે 13 થી 16 મહિના સુધીની જે શેરડી હોય તે શેરડી સારી રિકવરી આપતી શેરડી કહેવામાં આવે છે. જ્યારે નવથી દસ મહિનામાં જે શેરડીનું કટીંગ કરવામાં આવે છે. તેમાંથી જોઈએ તેવી રિકવરી અથવા તો ઉત્પાદન થતું નથી. વલસાડ સુગર ફેક્ટરીમાં નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીમાં શેરડી આવવાની શરૂ થાય છે જેનો રિકવરી રેટ 9 થી 10% હોય છે જ્યારે ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ આ ગાળામાં સૌથી વધુ રિકવરી મળી શકતી હોય તે સમયે જ રજીસ્ટર્ડ કેન વાળા ગ્રાહકો નહિ મળતા ફેક્ટરીને બંધ કરવી પડે છે. શેરડીમાંથી ખાંડ ના ઉત્પાદન અંગે ચેરમેન અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, શેરડીમાંથી બનતી ખાંડનું સારું ઉત્પાદન શેરડી કેટલા મહિના બાદ સુગર ફેકટરીમાં આવે છે. તેના પર આધારિત છે. જેને મહિના મુજબ રિકવરી ટકાવારીમાં ગણતરી કરાય છે. એટલે એમ કહી શકાય કે 10% રિકવરી હોય તો એક ટન શેરડીમાંથી એક ક...
વલસાડમાં શેરડીની ખેતી કરતા ખેડૂતો બાગાયત તરફ વળતા ઉત્પાદન ઘટ્યું

વલસાડમાં શેરડીની ખેતી કરતા ખેડૂતો બાગાયત તરફ વળતા ઉત્પાદન ઘટ્યું

Gujarat, National, Science & Technology
વલસાડમાં 18000 સભાસદો ધરાવતી વલસાડ સુગર ફેક્ટરી એક સમયે ગુજરાતની પ્રસિદ્ધ નામના ધરાવતી ફેક્ટરી હતી. શેરડીનું ખૂબ જ મોટું ઉત્પાદન થતું હતું. જો કે હવે શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે. જિલ્લાના ખેડૂતો બાગાયત પાકો તરફ વળ્યા છે. જેને કારણે વલસાડ સુગરને ચલાવવા અન્ય જિલ્લામાંથી આવતી શેરડી પર મદાર રાખવો પડી રહ્યો છે. ચેરમેન અરવિંદ પટેલના જણાવ્યું મુજબ દેશમાં શેરડીનું ઉત્પાદન ખાંડ ના આંતરરાષ્ટ્રીય ભાવોની વધઘટ પર મદાર રાખે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ ઊંચા હોય તો ઉત્પાદન વધે છે. જો ખાંડના ભાવ નીચા હોય તો ઉત્પાદન ઘટે છે. તેવા સમયે ખેડૂતો બાગાયત જેવા અન્ય પાકો તરફ વળી જાય છે. વલસાડ જિલ્લામાં મોટાભાગના શેરડી પકવતા ખેડૂતો હાલ બાગાયત તરફ વળ્યા છે. એક સમયે ફેક્ટરીમાં જે શેરડી આવતી હતી તેમાં હવે જિલ્લાની માત્ર 20 ટકા શેરડી આવે છે. જ્યારે 80 ટકા જેટલી ઘટને પૂરવા માટે વલસાડ સિવાય...
18000 સભાસદો હોવા છતાં વલસાડ સુગર વર્ષે ભોગવી રહી છે કરોડોની ખોટ?

18000 સભાસદો હોવા છતાં વલસાડ સુગર વર્ષે ભોગવી રહી છે કરોડોની ખોટ?

Gujarat, National
વલસાડ સુગર ફેક્ટરીમાં 18000 સભાસદો છે ગુજરાતમાં આ ફેક્ટરી એક સમય પ્રસિદ્ધ નામના ધરાવતી ફેક્ટરી હતી શેરડીનું ખૂબ જ મોટું ઉત્પાદન થતું હતું જેને કારણે વલસાડ સુગરનું એક્સપાન્શન પણ કરવામાં આવ્યું હતું. જો કે તે બાદ શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે બાગાયત તરફ ખેડૂતો વળી જતા હાલ શેરડીનો પૂરતો જથ્થો મળતો નથી અને પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની છે. ફેક્ટરીની હાલની પરિસ્થિતિ અને સરકારે તે માટે શું કરવું જોઈએ તે અંગે વલસાડ સુગર ફેકટરી(શ્રી વલસાડ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લીમીટેડ)ના ચેરમેન અરવિંદભાઈ ઉર્ફે જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે,  સરકારે FRP પોલીસી બનાવી છે. જે અંતર્ગત નક્કી કરેલા ભાવ ખેડૂતોને આપવા પડે છે. હાલમાં કટિંગ-કાર્ટિંગ સાથે 3200 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. જેની સામે ખાંડનો ભાવ પણ 3200 રૂપિયા જ છે. મોલાસીસ દ્વારા 400 રૂપિયાની આવક થાય છે. જે સરખામણીએ ખેડૂતોને થતું ચુકવણું અને અન્ય ખર્ચ વ...
સંસ્કૃતિ મંત્રાલયે 20 આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની વાર્તાઓ પરની ત્રીજી કોમિક બુકનું વિમોચન કર્યું

સંસ્કૃતિ મંત્રાલયે 20 આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની વાર્તાઓ પરની ત્રીજી કોમિક બુકનું વિમોચન કર્યું

Gujarat, National
સંસ્કૃતિ મંત્રાલયે 2જી ઓગસ્ટે નવી દિલ્હીમાં તિરંગા ઉત્સવની ઉજવણીમાં 20 આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની વાર્તાઓ પરની ત્રીજી કોમિક બુકનું વિમોચન કર્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જી. કિશન રેડ્ડી, સંસદીય કાર્ય અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી ઉપસ્થિત રહ્યા હતા. વાર્તાઓનો આ સંગ્રહ કેટલાક બહાદુર પુરુષો અને સ્ત્રીઓના બલિદાનને યાદ કરે છે જેમણે તેમની જાતિઓને પ્રેરણા આપી અને બ્રિટિશ શાસન સામે લડવા માટે તેમના જીવનનો ત્યાગ કર્યો.       આઝાદી કા અમૃત મહોત્સવ (AKM) ના ભાગ રૂપે સંસ્કૃતિ મંત્રાલયે આપણા ઓછા જાણીતા નાયકોના સર્વોચ્ચ બલિદાન અને દેશભક્તિ વિશે યુવાનો અને બાળકોમાં જાગૃતિ લાવવા અમર ચિત્ર કથા (ACK) ના સહયોગથી 75 સ્વાતંત્ર્ય સેનાનીઓ પર ચિત્રાત્મક પુસ્તકો બહાર પાડ્ય...
પ્રધાનમંત્રી મોદીએ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે હોસ્પિટલનું ઉદ્ઘાટન તેમજ સેન્ટર ઑફ એક્સેલન્સ ફોર વુમન અને એનિમલ હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી મોદીએ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે હોસ્પિટલનું ઉદ્ઘાટન તેમજ સેન્ટર ઑફ એક્સેલન્સ ફોર વુમન અને એનિમલ હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો

Gujarat, Most Popular, National, Science & Technology
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના વલસાડ જિલ્લામાં શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે હોસ્પિટલ પ્રોજેક્ટ મહિલાઓ અને સમાજના અન્ય જરૂરિયાતમંદ વર્ગો માટે મોટી સેવા સાબિત થશે. તેમણે શ્રીમદ રાજચંદ્ર મિશનની મૂક સેવાની ભાવનાની પ્રશંસા કરી હતી.     મિશન સાથેના તેમના લાંબા જોડાણને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ તેમની સેવાના રેકોર્ડની પ્રશંસા કરી અને કહ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવના આજના સમયમાં ફરજની આ ભાવના સમયની જરૂરિયાત છે. પીએમએ ગુજરાતમાં ગ્રામીણ સ્વાસ્થ્ય ક્ષેત્રે પૂજ્ય ગુરુદેવના નેતૃત્વમાં શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા કરવામાં આવેલા પ્રશંસનીય કાર્ય પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે નવી હોસ્...
વાપીમાં GPCB નો સપાટો, થેલો ને ક્લોઝર, ક્રિએટિવ અને કુંદર કેમિકલને લાખોના દંડ સાથે નોટિસ?

વાપીમાં GPCB નો સપાટો, થેલો ને ક્લોઝર, ક્રિએટિવ અને કુંદર કેમિકલને લાખોના દંડ સાથે નોટિસ?

Gujarat, Most Popular, National
વાપી GIDC માં ઉદ્યોગો દ્વારા પર્યાવરણને થતા નુકસાન સામે GPCB એ લાલ આંખ કરી છે. હવા, પાણીના પ્રદુષણ માટે બદનામ વાપી GIDC ના ઉદ્યોગો સામે GPCBએ છેલ્લા ત્રણેક મહિનામાં સપાટો બોલાવ્યો છે. ત્યારે હાલમાં GPCB એ વાપીમાં આવેલ થેલો કલર્સ નામની કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે. તો, ક્રિએટિવ ટેકસ્ટાઈલ્સને 38 લાખનો દંડ અને નોટિસ ઓફ ડાયરેક્શન આપ્યું છે. અન્ય કંપની કુંદર કેમિકલને 25 લાખનો દંડ અને નોટિસ ઓફ ડાયરેક્શન આપતા વાપીના ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા વાપીની 3 કંપની સામે કાયદાનો દંડો ઉગામતા GIDC ના અન્ય ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે મળતી વિગત મુજબ GPCB દ્વારા વાપી GIDCના 3rd ફેઝમાં પ્લોટ નંબર 808/A/1&3 માં આવેલ થેલો કલર્સ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીને ક્લોઝર નોટિસ આપી છે. કંપની સામે GPCB એ સેક્શન 5 હેઠળ 15 દિવસની ક્લોઝર નોટિસ ફટકારી જવાબ ...