Thursday, June 20News That Matters

Gujarat

તાઉ-તેની તબાહી ઘરથી-ખેતર સુધી, ઉદ્યોગો-જંગલથી લઈને સ્મશાન સુધી

તાઉ-તેની તબાહી ઘરથી-ખેતર સુધી, ઉદ્યોગો-જંગલથી લઈને સ્મશાન સુધી

Gujarat, National
રિપોર્ટ :- ગુરુ-G તાઉ-તેની તબાહી ઘરથી-ખેતર સુધી, ઉદ્યોગો-જંગલથી લઈને સ્મશાન સુધી મચી છે. જેમાં જેમ ચોમાસા દરમ્યાન પુરના પાણી ગામડાઓને સંપર્ક વિહોણા કરે તેમ વાવાઝોડા સાથે વરસેલા વરસાદમાં દુરસંચારની ક્ષતિએ અનેક પરિવારના લોકોને મોબાઈલ સંપર્ક વિહોણા કર્યા હતા.  વાપી :- વલસાડ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની અસર હેઠળ પારાવાર નુકસાન થયું છે. જો કે હજુ સુધી ક્યાં સેકટરમાં કુલ કેટલું નુકસાન થયું છે. તેનો સર્વે પૂરો થયો નથી. પરંતુ, વલસાડ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડા દરમ્યાન ઘરથી-ખેતર સુધી, ઉદ્યોગો-જંગલથી લઈને સ્મશાન સુધી ભારે તબાહી મચી છે. વલસાડ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાને લઈને ઉમરગામ તાલુકામાં સૌથી વધુ તારાજી સર્જાઈ છે. સૌથી પહેલાં વાત કરીએ તો જિલ્લામાં સૌથી વધુ નુકસાન GEB ને થયું છે. જિલ્લામાં અનેક થાંભલા ધરસાઈ થયા છે. ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે. ઉમરગામ પંથકમાં જ 92થી વધુ પોલ ધરસાઈ થયા છ...
વાપીમાં 2 દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસના લક્ષણો દેખાતા, વધુ સારવાર માટે મુંબઈ-સુરત ખસેડાયા!

વાપીમાં 2 દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસના લક્ષણો દેખાતા, વધુ સારવાર માટે મુંબઈ-સુરત ખસેડાયા!

Gujarat, National, Science & Technology
વાપી :- કોરોના રિકવર દર્દીઓ માટે વધુ એક બીમારી જીવલેણ બની રહી છે. આ બીમારી એટલે મ્યુકોર્માયકોસિસ. આ બીમારીને કારણે ગુજરાતમાં કેટલાય દર્દીઓએ આંખો ગુમાવવાની નોબત આવી છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ તેના 2 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે. અને તે વાપીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા બાદ તાત્કાલિક તેને સુરત-મુંબઈ વધુ સારવાર માટે રીફર કરી દેવામાં આવ્યા છે. વાપીમાં 2 દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસના લક્ષણો દેખાયા.... કોરોના રિકવરી બાદ આ ફંગલ ઈન્ફેક્શન સૌ પ્રથમ સાઈનસમાં થાય છે. અહીંથી આંખ સુધી પહોંચતાં 2 થી 4 દિવસ લાગે છે. આંખથી મગજ સુધી પહોંચવામાં માત્ર એક જ દિવસ લાગે છે. આ ઈન્ફેક્શન બાદ 20 થી 30 ટકા કેસમાં આંખોની રોશની જતી રહે છે. વલસાડ જિલ્લા માટે રાહતના સમાચાર છે કે હજુ સુધી આવા એકપણ કેસને વલસાડ જીલ્લામાં સારવાર આપવામાં આવી નથી. હાં, વાપીની ખાનગી હોસ્પિટલમાં 2 દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસના લક્...
દમણના વિકાસ માટે સુકર બખિયાના પરિવારે નિઃશુલ્ક હોટેલની જમીન આપી

દમણના વિકાસ માટે સુકર બખિયાના પરિવારે નિઃશુલ્ક હોટેલની જમીન આપી

Gujarat, National
દમણમાં સુકર શેઠ તરીકે જાણીતા અને દમણમાં કરોડોની મિલકત ધરાવતા સુકર નારાયણ બખિયાના પરિવારે દમણના દેવકા બીચના વિકાસ માટે પોતાની કરોડોની જમીન અને હોટેલને તોડવાની સહમતી આપી દેતા રવિવારે પ્રશાસને હોટેલ સાગર સન ને તોડી કરોડોના ખર્ચે નિર્માણ થનારા રમણીય સી-ફેસ પ્રોજેકટને આગળ ધપાવ્યો છે. દમણ :- કેન્દ્રશાસિત પ્રદેશ દમણના દેવકા બીચ પર આકાર લેનારા કરોડોના વિકાસના પ્રોજેકટમાં અડચણ બનેલી સાગર સન હોટેલને રવિવારે પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવી હતી. દેવકા સી-ફેસ પર આકાર લેનાર પ્રોજેકટ વચ્ચે દમણના જાણીતા સુકર શેઠની હોટેલ અને કરોડોની જમીન આવતી હતી. જે અંગે પ્રશાસન અને સુકર શેઠના પરિવારે એકબીજા સાથે સહમતી કરી લેતા હવે દમણના મહત્વાકાંક્ષી પ્રોજેકટને લીલીઝંડી મળી છે. રવિવારે દમણના મરવડ વિસ્તારમાં દેવકા બીચ પર આવેલ દમણની સૌથી જૂની અને જાણીતી હોટેલ સાગર સનને તોડી પાડવામાં આવી હતી. આ હોટેલ દમણના જાણી...
દમણથી દાદરા લઈ જવાતો દારૂ જપ્ત, દેવું સહિત પાંચ બુટલેગરો ફરાર

દમણથી દાદરા લઈ જવાતો દારૂ જપ્ત, દેવું સહિત પાંચ બુટલેગરો ફરાર

Gujarat
વાપી :- કોરોના મહામારી દરમ્યાન પણ બુટલેગરો અવનવા કિમીયા સાથે દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા અચકાતા નથી. ત્યારે, વાપી ટાઉન પોલીસે દમણથી દાદરા પાઈલોટિંગ કાર સાથે જતો 1,05,600 રૂપિયાનો દારૂ અને કાર ઝડપી પાડી છે. જો કે દારૂ લઈ જનાર કારચાલક અને તેનું પાઈલોટિંગ કરનાર વાપીનો નામચીન દેવું તેના અન્ય સાગરીતો સાથે પોલીસને ચકમો આપી નાસી ગયા હતા પોલીસે બાતમી આધારે ભડકમોરા ખાતે વોચ ગોઠવી હતી જે દરમ્યાન સુલપડનો દેવું નવીન પટેલ પોતાની કાર નમ્બર GJ15-CJ-0031માં અન્ય ત્રણ ઈસમો સાથે નીકળ્યો હતો. જેની પાછળ જ બીજી કાર નંબર GJ05-KC-7321માં અન્ય એક ઇસમ નીકળ્યો હતો જેને રોકવા જતા દેવુ પોતાની કાર પુરઝડપે હંકારી નાસી ગયો હતો. જ્યારે બીજી કારનો ચાલક કાર મૂકીને નાસી ગયો હતો. દમણથી દાદરા લઈ જવાતો દારૂ જપ્ત, દેવું સહિત પાંચ બુટલેગરો ફરાર..... પોલીસે કારમાં તપાસ કરતા કારની સીટના ...
વાપીમાં 6 મહિનાના બાળક સાથે સુરત જતી મહિલા બુટલેગર ઝડપાઇ, ભડકમોરામાં 4 બુટલેગરો નાસી છૂટ્યા!

વાપીમાં 6 મહિનાના બાળક સાથે સુરત જતી મહિલા બુટલેગર ઝડપાઇ, ભડકમોરામાં 4 બુટલેગરો નાસી છૂટ્યા!

Gujarat
વાપી :- કોરોના મહામારી દરમ્યાન પણ બુટલેગરો અવનવા કિમીયા સાથે દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા અચકાતા નથી. વાપી ટાઉન પોલીસે દમણથી સુરત જતી મહિલા પાસેથી 22,650નો દારૂ જપ્ત કર્યો છે. જ્યારે ભડકમોરા ખાતે કારમાંથી 1,05,600નો દારૂ ઝડપ્યો હતો. જો કે કાર ચાલકો પોલીસને ચકમો આપી નાસી ગયા હતા. ST બસમાં સુરત દારૂ લઈ જતી મહિલા ઝડપાઇ... વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ આધારે વાપી બસ ડેપો પર 6 મહિનાના બાળક સાથે આવેલ સુરતની મહિલા પાસેથી પોલીસે 22,650 રૂપિયાનો દારૂ ઝડપ્યો હતો. ટાઉન પોલીસને બાતમી મળી હતી કે દમણના કચીગામથી એક મહિલા એક ઇસમ સાથે મોટરસાયકલ પર દારૂ લઈને આવી રહી છે. પોલીસે બાતમી આધારે GJ15-DA-6526 નંબરની મોટર સાયકલના ચાલક હર્ષદ સોલંકીને અટકાવી તેની પાછળ 6 માસના બાળક સાથે બેસેલ બીજલી નામની મહિલા પાસે રહેલ થેલો તપાસતા તેમાંથી 261 નંગ દારૂની બોટલ અને પાઉચ મળી આવ્યા હતાં. દાર...
કોરોના મહામારીમાં રાત-દિવસ દોડી રહી છે 108 એમ્બ્યુલન્સ

કોરોના મહામારીમાં રાત-દિવસ દોડી રહી છે 108 એમ્બ્યુલન્સ

Gujarat, National
વાપી :- કોરોના રોગચાળાના આ યુગમાં, 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ ઓક્સિજનના અભાવને લીધે તૂટતા શ્વાસનો પ્રથમ અને સૌથી મોટો આધાર બની ગયો છે.  આ દિવસોમાં, મોટાભાગના દર્દીઓમાં કોરોનાથી સંક્રમિત ઓક્સિજનનું સ્તર ઓછું થાય છે.  આવી સ્થિતિમાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય ત્યાં સુધી 108 એમ્બ્યુલન્સમાં ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. આ કામ ડોકટરોની સલાહ મુજબ કરવામાં આવી રહ્યું છે.  એમ્બ્યુલન્સ પાઇલટ અને પેરામેડિકલ સ્ટાફને દર્દીઓને પ્રાથમિક સારવાર આપવા માટે તાલીમ આપવામાં આવે છે. વલસાડ જિલ્લામાં 108 ની 23 એમ્બ્યુલન્સ છે. તેમાંથી આઠ જેટલી એમ્બ્યુલન્સ શહેરી વિસ્તારોમાં જ્યારે બાકીની ગ્રામીણ વિસ્તારોમાં દોડી રહી છે.  સામાન્ય દિવસોમાં, જ્યાં એમ્બ્યુલન્સ દીઠ ત્રણ કોલ આવતા હતા, તેને બદલે હાલના દિવસોમાં ચારથી પાંચ કોલ આવી રહ્યા છે. 108 એમ્બ્યુલન્સના નિયંત્રણ કેન્દ્રમાંથી જણાવાયું હતું કે દરરોજ લગભગ 90 કોલ આવે છ...
કોરોના મહામારીમાં ઉદ્યોગોનું ઉત્પાદન ઘટ્યું

કોરોના મહામારીમાં ઉદ્યોગોનું ઉત્પાદન ઘટ્યું

Gujarat, National
વાપી : - કોરોનાની બીજી લહેરે લાખો લોકોને પોતાની ઝપેટમાં લીધા છે, ત્યારે આ કપરો સમય ઉદ્યોગકારો માટે પણ કઠિન સમય છે, જો કે તેમ છતાં ગત વર્ષના લોકડાઉનની સરખામણીએ આ વખતે ઉદ્યોગો ધમધમી રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશન સેવા ચાલુ છે. કામદારો વતન પરત ફર્યા નથી . જો કે તેમ છતાં ઉત્પાદનમાં 30 ટકાનો કાપ આવ્યો છે. વલસાડ જિલ્લામાં વાપી GIDC, સરીગામ GIDC, ઉમરગામ GIDC અને દમણમાં અનેક નાનામોટા ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગોમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય કામદારો કામ કરી રોજીરોટી મેળવી રહ્યા છે. જો કે ગત લોકડાઉનમાં આ તમામ ઉદ્યોગોની માઠી દશા બેઠી હતી. જ્યારે આ વખતે કોરોનાની બીજી લહેરમાં હજુ સુધી ઉદ્યોગો  માટે 30 ટકાથી મોટું નુકસાન થયું નથી. સરકાર પ્રેક્ટિકલ બનશે તો તે પણ દૂર થઈ જશે તેવી આશા ઉદ્યોગકારોએ સેવી છે. ઉમરગામ GIDC માં રો - મટિરિયલ્સ કે તૈયાર ઉત્પાદન પ્રોડક્ટને લાવવા મુકવામાં કોઈ જ તકલી...
દાદરા નગર હવેલીમાં અંતિમધામના રેકોર્ડ મુજબ બે મહિનામા 241 મૃતદેહો આવ્યા!

દાદરા નગર હવેલીમાં અંતિમધામના રેકોર્ડ મુજબ બે મહિનામા 241 મૃતદેહો આવ્યા!

Gujarat, National
          સેલવાસ :- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોના સામે વલસાડ જિલ્લા કરતા દોઢ ગણા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. છેલ્લા 2 મહિનામાં સેલવાસ મુક્તિધામ ખાતે 241 મૃતદેહોને અંતિમ સંસ્કાર કરાયા છે. જેમાં એપ્રિલ મહિનામાં જ 198 મૃતદેહોને અગ્નિસંસ્કાર કર્યા છે. પરંતુ સરકારી રેકોર્ડ મુજબ દાદરા નગર હવેલીમાં કોરોનાની બીમારીમાં માત્ર 3 દર્દીઓ જ મોતને ભેટ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી સહિત પાટનગર સેલવાસમાં કોરોના સંક્રમણે ભરડો લીધો છે. સેલવાસની સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. કેટલાય દર્દીઓ સારવાર દરમિયાન મોતને ભેટી રહ્યા છે. પરંતુ, જેમ ગુજરાત સરકાર કોરોનામાં મૃત્યુુ પામનારા દર્દીઓનો સાચો આંકડો છુપાવી રહી છે તેવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ નું પ્રશાસન પણ મોતના આંકડ...
કોરોના કાળમાં કપૂરની ડિમાન્ડ વધી, 500 રૂપિયાને બદલે હવે 1200 રૂપિયા કિલો!

કોરોના કાળમાં કપૂરની ડિમાન્ડ વધી, 500 રૂપિયાને બદલે હવે 1200 રૂપિયા કિલો!

Gujarat, National
હાલની કોરોના મહામારીમાં ઠેરઠેર લવિંગ, અજમા અને કપૂરની પોટલીનો વધુ વપરાશ થઇ રહ્યો છે. બજારમાં કપુર પોટલી જ નહીં, કપુર અગરબત્તી પણ ધૂમ વેચાઇ રહી છે, જેના કારણે કપૂરની માંગમાં દસ ગણો વધારો થયો છે.  એક સમયે કપૂરનો કિલોનો ભાવ રૂા.500થી 550 હતો જે અત્યારે વધીને છેક રૂા.1200 સુધી પહોંચ્યો છે.  સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. બીજી લહેરમાં 40 ટકા દર્દીઓનું ઓક્સિજન લેવલ નીચુ આવતુ રહ્યું હોવાનું બહાર આવ્યું છે. કોરોનાના સંક્રમણથી બચવા મેડિકલ ઉપચારની સાથોસાથ આ વખતે લોકો ઘરેલું ઉપચારનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યાં છે. જેને કારણે લવિંગ અજમા અને કપૂરની માંગમાં વધારો નોંધાતા ભાવ પણ ડબલ થયો છે. કપૂર, લવિંગ અને અજમાની પોટલી ખિસ્સામાં રાખી વારંવાર સુંઘવાથી કોરોના સામે રક્ષણ મળે છે. આવું આજકાલ આપણે તમામ લોકોના મોઢે સાંભળીયે છીએ. કોરોનાની આ બીજી લહેરમાં લોકોનું ઓક્સિજન લેવલ તરત ઘટ...
દાદરા નગર હવેલીમાં 9 શિક્ષકોનો કોરોનાએ ભોગ લીધો!

દાદરા નગર હવેલીમાં 9 શિક્ષકોનો કોરોનાએ ભોગ લીધો!

Gujarat, National
સેલવાસ :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 900 જેટલા શિક્ષકો કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવે છે. જેઓને પ્રશાસને હાલમાં કોરોના મહામારીમાં જોતરી દીધા છે. જો કે મહામારી સામે રક્ષણ મેળવવા પૂરતી કોઈ સગવડ શિક્ષકો ને અપાઈ નથી. જેને કારણે છેલ્લા 1 મહિનામાં 9 શિક્ષકો કોરોનાની બીમારીથી મોતને ભેટ્યા છે. 15થી વધુ સારવાર હેઠળ છે. ત્યારે શિક્ષકો ના પરિવારને આર્થિક સહાય મળે, વીમા કવચ મળે તેવી માંગ શિક્ષક એસોસિએશન દ્વારા કરવામાં આવી છે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 900 જેટલા શિક્ષકો કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવે છે. જેઓને પ્રશાસને હાલમાં કોરોના મહામારીમાં ઘરે ઘરે સર્વે કરવું, કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ કવોરંટાઇન કરાવવા, તેમના આરોગ્યની રોજેરોજ ચકાસણી કરવી, હોમ કવોરંટાઇન થયેલા દર્દીઓના પરિવારને તેમજ કંટાઇનમેન્ટ ઝોનમાં લોકોને જરૂરી રાશન સામગ્રી પહોંચાડવી જેવી કામગીરી સોંપી છે. શિક્ષકો પણ આ જવાબદારી સુપેરી નિભા...