વાપીમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ડુંગરી ફળિયામાં હિન્દૂ-મુસ્લિમ સમાજે અમન-શાંતિનો પૈગામ આપ્યો તો, ગુંજનમાં મુસ્લિમ સમાજ અને તમિલ સમાજે રક્તનું દાન કરી આ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ના વાપીમાં વિવિધ સામાજિક સંગઠનો દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ 76માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ડુંગરી ફળિયામાં હિન્દૂ-મુસ્લિમ સમાજે અમન-શાંતિનો પૈગામ આપતા મુશાયરાનું આયોજન કર્યું હતું. એ જ રીતે ગુંજન વિસ્તારમાં આવેલ મસ્જિદ એ હમઝા ખાતે મુસ્લિમ સમાજે રક્તદાન કેમ્પનું આયોજન કરી 132 બોટલ રક્ત એકત્ર કર્યું હતું. તો, છેલ્લા 25 વર્ષથી દર વર્ષે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરતા વાપી તમિલ સંગમે આ વર્ષે પણ લાયન્સ કલબ ઓફ વાપી ટ્રાન્સપોર્ટર્સ સાથે મળી 60 બોટલ રક્ત એકત્ર કર્યું હતું.
આ ત્રિવેણી સંગમ જેવા કાર્યક્રમો અંગે આયોજકોએ આજના પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ડુંગરી ફળિયામાં આયોજિત કાર્યક્રમ અંગે મુખ્તાર ઘાંચીએ જણાવ્યું હતું કે, દેશના દરેક હિન્દૂ-મુસ્લિમ સમાજમાં કોમી એકતા જળવાય રહે તે માટે પૈગામ ડુંગરી ફલિ...