વાપીમાં ઓપન દક્ષિણ ગુજરાત ગરબા સ્પર્ધા “હેલ્લારો 4.0” માં 13 ગરબા ટીમોએ પ્રાચીન- અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી
તા. 1લી ડીસેમ્બર 2024ના રોજ પદ્મભૂષણ શ્રી રજ્જુભાઈ શ્રોફ ઓડીટોરીયમ, નામધા-વાપી ખાતે ઓપન દક્ષીણ ગુજરાત ગરબા સ્પર્ધા "હેલ્લારો 4.0” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી, દમણ, ચિંચવડ, અતુલ, મુનસડ (નવસારી), સુરત અને ભરૂચની કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. જે તમામ ગરબા ગ્રુપે પ્રાચીન અને અર્વાચીન ગરબા રજુ કર્યા હતાં.
વાપીની કલા સંસ્થા “સ્પંદન” દ્વારા ગરબાની કલાના પ્રચાર પ્રસાર અને સંવર્ધન તથા આ ક્ષેત્રે કાર્ય કરતા જુના તેમજ નવોદિત કલાકારોને ગરબાની રજૂઆતમાં એક પ્લેટફોર્મ મળે. તે માટે તા. 1લી ડીસેમ્બર 2024ના રોજ પદ્મભૂષણ શ્રી રજ્જુભાઈ શ્રોફ ઓડીટોરીયમ, નામધા ખાતે ઓપન દક્ષીણ ગુજરાત ગરબા સ્પર્ધા "હેલ્લારો 4.0” નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વાપી, દમણ, ચિંચવડ, અતુલ, મુનસડ (નવસારી), સુરત અને ભરૂચની કુલ 13 ટીમોએ ભાગ લીધેલ અને પ્રાચીન અને અર્વાચીન ગરબા રજુ કર્યા હતાં. કાર્યક્રમનો શુભાર...