Friday, January 31News That Matters

Month: November 2024

વાપીના GST ભવનમાં ACB ની ટ્રેપ, CGST ઇન્સ્પેકટર 40 હજારની લાંચ લેતા ઝડપાયો

વાપીના GST ભવનમાં ACB ની ટ્રેપ, CGST ઇન્સ્પેકટર 40 હજારની લાંચ લેતા ઝડપાયો

Gujarat, National
વાપીમાં કાર્યરત GST ભવનમાં વલસાડ ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં બીજા માળે આવેલ સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એક્સાઇઝની કચેરીમાં ફરજ બજાવતો CGST ઇન્સ્પેકટર યશવંત રાજેન્દ્ર ગેહલોત 40 હજારની લાંચ લેતા ACB ના છટકામાં સપડાઈ ગયો હતો. આ અંગે ACB એ આપેલી વિગતો મુજબ એક જાગૃત નાગરિકે ACB માં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ એક ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢી ચલાવે છે. જે પેઢીનો સને 2020-21 ના વર્ષનો સેન્ટ્રલ જી.એસ.ટી તથા સ્ટેટ જી.એસ.ટી. ટેક્ષ ભરેલ હોવા છતા સી.જી.એસ.ટી. અને સેન્ટ્રલ એક્સાઇઝના પોર્ટલ ઉપર સી.જી.એસ.ટી. તથા એસ.જી.એસ.ટી.ના રૂપિયા ભરવા નોટીસ મળી હતી. આ અંગે ફરિયાદી સી.જી.એસ.ટી. કચેરી ખાતે જઇ કચેરીમાં ફરજ બજાવતા CGST ઇન્સ્પેકટર યશવંત રાજેન્દ્ર ગેહલોતને મળ્યો હતો. જેમણે નોટીસનો નિકાલ કરાવી આપવાના અવેજ પેટે 40 હજારની લાંચ માંગી હતી. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય ACBનો સંપર...
कौन बनेगा करोड़पति जैसा सवाल कि इन दिनों दमण में किस का धंधा जोरो पे है? शराब, ऑइल या केमिकल?

कौन बनेगा करोड़पति जैसा सवाल कि इन दिनों दमण में किस का धंधा जोरो पे है? शराब, ऑइल या केमिकल?

Gujarat, National
दमण एक पर्यटन स्थल के रूप में विदेशों में लोकप्रियता हासिल कर रहा है। वैसे ही पिछले कुछ वर्षों से गुजरात में अवैध शराब सप्लाय के मामले में भी दमण बदनाम है। हालाँकि, अब सूत्रों से जानकारी मिल रही है कि यही दमण  ऑइल के अवैध कारोबार में भी बदनाम हो रहा है।  सूत्रों की मानें तो दमण के भीमपोर, दाभेल-आटियावाड इस तरह के अवैध तेल कारोबार का केंद्र बन गए हैं। जिसमें किरण, विजय, शुक्ला जैसे नामवाले कारोबारी बड़े मुखिया बन गए हैं। हो शकता है की स्थानीय लोगों, नेताओं, अधिकारियों की निगरानी में यह अवैध कारोबार फल-फूल रहा है? धीरे-धीरे और भी बातें सामने आएंगी।...
રાષ્ટ્રીય કક્ષાએ ગ્રેપલિગ રેસલિંગ સ્પર્ધામાં રજ્જુ શ્રોફ રૉફેલ યુનિવર્સિટી વાપીના વિદ્યાર્થીઓ વિજેતા થયા

રાષ્ટ્રીય કક્ષાએ ગ્રેપલિગ રેસલિંગ સ્પર્ધામાં રજ્જુ શ્રોફ રૉફેલ યુનિવર્સિટી વાપીના વિદ્યાર્થીઓ વિજેતા થયા

Gujarat, National
રાષ્ટ્રીય કક્ષાએ ગ્રેપલિગ રેસલિંગ ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન હરિદ્વાર ઉત્તરાખંડ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી વાપીના વિદ્યાર્થીઓ જુદી જુદી જુનિયર વિભાગ અને સિનિયર વિભાગમાં યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં માવ ખુશ્બુ બ્રોન્ઝ મેડલ 42 કિ.ગ્રામ, એકતા ઠાકોર 77 કિ.ગ્રામ ગોલ્ડ મેડલ, કરીના કોલતે 71 કિ.ગ્રામ સિલ્વર મેડલ, આલ્બર્ટો બિનોય 92 કિ.ગ્રામ બ્રોન્ડ મેડલ, ચાર્મી ભદ્રા 71 કિ.ગ્રામ સિલ્વર મેડલ, સુરૂચી સિંઘ બ્રોન્ઝ મેડલ 78 કિ.ગ્રામ, લોવેશ્ પાલીવાલ 54 કિ.ગ્રામ ગોલ્ડ મેડલ, સોનુ પ્રસાદ 71 કિ.ગ્રામ બ્રોન્ડ મેડલ, અભિનવ સિંગ 84 કિ.ગ્રામ બ્રોન્ઝ મેડલ, હિમાંશુ દુબે 58 કિ.ગ્રામ બ્રોન્ડ મેડલ પ્રાપ્ત કર્યા. આ તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના ઇન્ચાર્જ પ્રોવોસ્ટ ડો અરવિંદમ પોલ, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો.પ્રિયકાન્ત વેદ, ડાયરેક્ટર એમ.બી.એ ડો. કેદાર શ...
મુંબઈમાં રજિસ્ટ્રેશન અને વાપીના દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભાડાના પ્લોટમાં લાઈટર બનાવતી Sagacity Works નામની કંપની આગમાં સ્વાહા, કંપની સંચાલકોની ગતિવિધિ શંકાસ્પદ…? 

મુંબઈમાં રજિસ્ટ્રેશન અને વાપીના દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભાડાના પ્લોટમાં લાઈટર બનાવતી Sagacity Works નામની કંપની આગમાં સ્વાહા, કંપની સંચાલકોની ગતિવિધિ શંકાસ્પદ…? 

Gujarat, National
સોમવારે વાપી GIDC નજીક કરવડ ગામની હદમાં બનેલ દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ Sagacity Works Private Limited નામની લાઈટર બનાવતી કંપનીમાં આગ લાગી હતી. ઘટનામાં આખી કંપની સ્વાહા થઈ ગઈ છે. તો, આગની ઘટનાએ જે રીતે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાવ્યો હતો. એટલું જ રહસ્ય પણ ઉભું કર્યું છે. આ કંપનીમાં આગ કઈ રીતે લાગી તેના ચોક્કસ કારણો કંપની સંચાલકોએ જણાવ્યા નથી. આગ મામલે તેમજ કંપનીમાં થતી ગતિવિધિ મામલે ફાયર, પોલીસ, ફેક્ટરી ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓને પણ ગાફેલ રખાયા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે. આગની ઘટના દરમ્યાન કંપનીમાં 15 જેટલા કામદારો કામ કરતા હતાં. સદનસીબે તેમાંથી કોઈની જાનહાની થઈ નથી. પરંતુ ભાગદોડમાં એક વ્યક્તિને સામાન્ય ઇજા જરૂર પહોંચી છે. કંપનીમાં સેફટીને લઈને અનેક બેદરકારી પણ આ ઘટના દરમ્યાન છતી થઈ છે. પરંતુ જે મહત્વની વાત કહી શકાય તે ખૂબ જ ચોંકાવનારી છે. દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં...
વાપી GIDC માં આવેલ Anupam Colours Pvt. Ltd. કંપનીમાં લાગેલી આગમાં વેલ્ડરનું ભડથું થયેલ મૃતદેહ મળતા અરેરાટી ફેલાઈ

વાપી GIDC માં આવેલ Anupam Colours Pvt. Ltd. કંપનીમાં લાગેલી આગમાં વેલ્ડરનું ભડથું થયેલ મૃતદેહ મળતા અરેરાટી ફેલાઈ

Gujarat, National
વાપી GIDC માં 3rd phase માં આવેલ Anupam Colours Private Limited નામની કંપનીમાં સોમવારે બપોર બાદ આગની ઘટના બની હતી. જેમાં કૌશલ કુમાર યાદવ નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે.  ઘટના અંગે મળતી વિગતો મુજબ કંપનીમાં વેલ્ડીંગ ના કામકાજ માટે કોન્ટ્રકટરને કામ સોંપાયું હતું. જે કોન્ટ્રકટર પાસે કામ કરતો કૌશલ કુમાર યાદવ કંપનીમાં વેલ્ડીંગનું કામ કરવા આવ્યો હતો. જે દરમ્યાન વેલ્ડીંગના તણખા ઉડતા આગ લાગી હતી. આગની ઘટના દરમ્યાન નજીકમાં રહેલ સીંટેક્ષની ટેન્ક આગમાં સળગી હતી. જેમાં આ કર્મચારી પણ ભડથું થઈ ગયો હતો. આગની ઘટનાની જાણકારી ફાયરને મળતા ફાયરના જવાનોએ આગ બુઝાવી હતી. જે બાદ કૌશલ યાદવની તપાસ હાથ ધરાઈ હતી. જે તપાસમાં તેનો મૃતદેહ સીંટેક્ષની ટાંકી પાસેથી ભડથું થયેલ હાલતમાં મળી આવ્યો હતો. જેના મૃત્યુની ખબર મળતા તેમના સગા સંબંધીઓ પણ કંપની ખાતે દોડી આવ્યાં હતા. અને ભારે હંગામો મચાવ્યો હતો. જો ...
વલસાડના પારડી તાલુકાના મોતીવાડા ગામની કોલેજીયન યુવતી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી માનસિક વિકૃત નીકળ્યો, આરોપીએ એક મહિનામાં 5ની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો મળી

વલસાડના પારડી તાલુકાના મોતીવાડા ગામની કોલેજીયન યુવતી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી માનસિક વિકૃત નીકળ્યો, આરોપીએ એક મહિનામાં 5ની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો મળી

Gujarat, National
વલસાડ જીલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામે એક કોલેજીયન યુવતી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી ફરાર આરોપીને વલસાડ પોલીસે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી મૂળ હરિયાણાનો છે. 29 વર્ષનો આ અપંગ યુવક વિકૃત માનસિકતા ધરાવતો રીઢો ચોર અને સિરિયલ કિલર છે. જેણે એક મહિનામાં જ કુલ 5 જેટલી વ્યક્તિઓની હત્યા કરી છે. રેપ વિથ મર્ડરનો આ આરોપી 5 રાજ્યમાં ટ્રેનમાં સફર કરતી વખતે ચોરી, લૂંટ હત્યા જેવી ઘટનાઓને અંજામ આપતો હતો. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી કે, ગઇ 14મી નવેમ્બર 2024ના પારડી તાલુકાના મોતીવાડા ગામ ખાતે રહેતી 19 વર્ષીય કોલેજીયન યુવતી ટ્યુશને ગઈ હતી. જે બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીની હત્યા કરનાર તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ ગળું દબાવી હત્યા કરી ભાગી ગયો હતો. જેને ઝડપી પાડવા વલસાડ પોલીસે જીલ્લાના 4 DySP, PI, LCB, SOG, સાયબર ક્રાઇમના પોલીસ અધિકાર...
કરમબેલી રેલવેના ફૂટ ઓવરબ્રિજ પર લાઇટની વ્યવસ્થા કરાઈ, સાંસદ ધવલ પટેલને કરેલી રજુઆતનું પરિણામ

કરમબેલી રેલવેના ફૂટ ઓવરબ્રિજ પર લાઇટની વ્યવસ્થા કરાઈ, સાંસદ ધવલ પટેલને કરેલી રજુઆતનું પરિણામ

Gujarat, National
વલવાડા ગ્રામ પંચાયતના માજી સભ્ય પ્રિયંકાબેન ધર્મેશભાઈ પટેલ દ્વારા તારીખ 22/11/2024ના વલસાડ ડાંગ જિલ્લાના લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી, તે સંદર્ભ ને સાંસદ ધવલ પટેલે ગંભીર નોંધ લઈ કરમબેલી રેલવે સ્ટેશન ફુટ ઓવરબ્રિજ પર યુદ્ધના ધોરણે લાઇટની વ્યવસ્થા કરાવી આપી છે. પારડી તાલુકાના મોતીવાડા ગામે ટ્યુશનથી પરત આવતી કોલેજીયન યુવતી સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બાદ આવી ઘટના પોતાના ગામમાં બને નહિ તે અંગે ઉમરગામ તાલુકાના વલવાડા ગામના પંચાયતના માજી સભ્ય પ્રિયંકાબેને વલસાડના સાંસદ, જિલ્લા પોલીસવડા અને રેલવે વિભાગને પત્ર લખી રજુઆત કરી હતી કે, કરમબેલી ગામમાં આવેલ રેલવે સ્ટેશનના ફૂટ ઓવરબ્રિજ પર લાઈટ, CCTV ની વ્યવસ્થા કરવામાં આવે અને પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે. આ રજૂઆતને ધ્યાને લઈ તારીખ 24/11/2024 ના દિને કરમબેલી રેલવે સ્ટેશન ફુટ ઓવર બ્રિજ પર...
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ પારડી વિધાનસભાના MLA કનુભાઈ દેસાઈએ કાર્યકર્તાઓ, હોદ્દેદારો, પદાધિકારીઓ સાથે થિયેટરમાં The Sabarmati Report ફિલ્મ નિહાળી

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ પારડી વિધાનસભાના MLA કનુભાઈ દેસાઈએ કાર્યકર્તાઓ, હોદ્દેદારો, પદાધિકારીઓ સાથે થિયેટરમાં The Sabarmati Report ફિલ્મ નિહાળી

Gujarat, National
રવિવારે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ દ્વારા પોતાના મતવિસ્તાર 180 પારડી વિધાનસભાના કાર્યકર્તાઓ, હોદ્દેદારો , પદાધિકારીઓ સાથે ગુજરાત ને શર્મશાર અને કલંકિત કરનાર ઘટના ગોધરાકાંડ ની વાસ્તવિકતાને લોકો સુધી ઉજાગર કરતી ફિલ્મ ધ સાબરમતિ રીપોર્ટ ને સાથે મળી નિહાળવામાં આવી હતી.  આતંકી ઘટનાના ભોગ બનેલા લોકોને ન્યાય મળે અને દેશમાં કોમી ભાઈચારો બન્યો રહે તે માટે ખૂબ સુંદર ફિલ્મની રચના કરવામાં આવી છે. જે તમામ ગુજરાત નિવાસી તમામ ભારતીયો નિહાળે અને સત્યતા સમજે અને સાજિશ નાં ભોગ બનેલ અયોધ્યાથી મહાયજ્ઞ કરી પરત ફરી રહેલા કારસેવકો, ભક્તો, યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ મળે તે માટે જરુર પરીવાર, મિત્રો સાથે આ ફિલ્મ નિહાળવી જોઇએ. તેવું આ ફિલ્મ નિહાળનારા તમામે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કનુભાઈ દેસાઈ સાથે ઉપસ્થિતિ અગ્રણી શિલ્પેષ દેસાઈ જિલ્લા મહામંત્રી, રાજેશ દેસાઇ જિલ...
કોંગ્રેસે Adani Group દ્વારા અપાયેલી 2100 કરોડની લાંચના અતિગંભિર આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા સંપૂર્ણ તપાસની માંગ કરી

કોંગ્રેસે Adani Group દ્વારા અપાયેલી 2100 કરોડની લાંચના અતિગંભિર આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા સંપૂર્ણ તપાસની માંગ કરી

Gujarat, National
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે અદાણી ગ્રુપ દ્વારા અપાયેલી 2100 કરોડની લાંચના અતિગંભિર આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા સંપૂર્ણ તપાસની માંગ કરી હતી. તેમજ અદાણી અને મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતાં. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપ સરકારની “પ્રજાને લૂંટો, સરકારની તિજોરી લૂંટો” પ્રકારની નીતિ રહી છે ત્યારે અદાણી ગ્રુપ દ્વારા અપાયેલી 2100 કરોડની લાંચના અતિગંભિર આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા સંપૂર્ણ તપાસની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં જામનગર ખાતે એશિયાની સૌથી મોટી રીફાઈનરીની રીલાયન્સ અને એસ્સાર બન્નેને કંપનીઓ વચ્ચે સ્પર્ધા હોવા છતાં સ્થાપના કરવામાં આવી....
दादरा एवं नगर हवेली के कलेक्टर प्रियांक किशोर के मार्गदर्शन मे विशेष दत्तक ग्रहण संस्था मे आश्रित एक बच्ची को दूसरे राज्य के निवासी माता-पिता को गोद दिया गया।

दादरा एवं नगर हवेली के कलेक्टर प्रियांक किशोर के मार्गदर्शन मे विशेष दत्तक ग्रहण संस्था मे आश्रित एक बच्ची को दूसरे राज्य के निवासी माता-पिता को गोद दिया गया।

Gujarat, National
संघ प्रदेश दादरा एवं नगर हवेली तथा दमण एवं दीव के महिला एवं बाल विकास विभाग के अंतर्गत विशेष दत्तक ग्रहण संस्था (Specialized Adoption Agency), झंडा चौक, सिलवासा पर कार्यरत हैं। यह विशेष दत्तक ग्रहण संस्था कोई भी माता-पिता द्वारा समर्पित बच्चा, त्याग किया हुआ बच्चा या कोई भी बच्चा जिसका कोई नहीं है और उसकी आयु 0-6 वर्ष हैं तो उसे इस एजन्सी में आश्रय दिया जाता है। दिनांक 21/11/2024 के दिन श्री प्रियांक किशोर (IAS), समाहर्ता के मार्गदर्शन मे श्री पियूष कुमार (IAS), उप समाहर्ता, दादरा एवं नगर हवेली के हाथो से विशेष दत्तक ग्रहण संस्था मे आश्रित एक बच्ची को एडॉप्शन रेग्युलेशन 2022 के तहत दूसरे राज्य के निवासी माता-पिता को गोद दिया गया। इस पूरी प्रक्रिया में राज्य दत्तक ग्रहण संस्था का अमुल्य सहयोग रहा है। इस के साथ ही, सिलवासा के दत्तक ग्रहण संस्था मे से कुल 17 बच्चो का आज तक दत्तक ग्रहण ह...