Thursday, December 5News That Matters

Month: November 2024

ઊર્જામંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે નવા બનનારા 66 કે.વી. ચલા અને છીરી સબ સ્ટેશનોનું ખાતમુહૂર્ત

ઊર્જામંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે નવા બનનારા 66 કે.વી. ચલા અને છીરી સબ સ્ટેશનોનું ખાતમુહૂર્ત

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચલા અને છીરી ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા રૂ. 10.48 કરોડના ખર્ચે 66 કે.વી. ચલા સબ સ્ટેશન અને રૂ. 11.18 કરોડના ખર્ચે 66 કે.વી. છીરી સબ સ્ટેશન મળી કુલ રૂ. 21.66 કરોડના ખર્ચે નવા બનનારા સબ સ્ટેશનોનું ખાતમુહૂર્ત કરાયું હતું.    ગુજરાત સરકારની કોસ્ટલ યોજના હેઠળ ચલા 66 કેવી સબ સ્ટેશનને સંલગ્ન રૂ. 6.06 કરોડના ખર્ચે 1.8 કિમી અને છીરી સબ સ્ટેશનને સંલગ્ન રૂ. 14.21 ના ખર્ચે 4.20 કિમી બેવડી વીજરેષાવાળી અન્ડર ગ્રાઉન્ડ કેબલ લાઇન સ્થાપવા કુલ રૂ. 20.27 કરોડના ખર્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવશે. વાપી વેસ્ટમાં અત્યાર સુધી કોઈ સબ સ્ટેશન ન હતું પરંતુ, હવે આ નવા 66 કેવી સબ સ્ટેશનના નિર્માણથી ફિડરો નાના થશે જેથી વીજ પુરવઠો જળવાઈ રહેશે અને લોકોને ફાયદો થશે. ચલા સબ સ્ટેશનના નિર્મા...
ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇએ પોતાના નિવાસસ્થાને લગાવડાવ્યું સ્માર્ટ વીજ મીટર, કહ્યું, સ્માર્ટ મીટરથી ડરવાની જરૂર નથી, ખોટી ધારણાઓ છોડી સ્માર્ટ મીટર લગાવડાવો 

ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇએ પોતાના નિવાસસ્થાને લગાવડાવ્યું સ્માર્ટ વીજ મીટર, કહ્યું, સ્માર્ટ મીટરથી ડરવાની જરૂર નથી, ખોટી ધારણાઓ છોડી સ્માર્ટ મીટર લગાવડાવો 

Gujarat, National
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતમાં તેમના વાપી સ્થિત નિવાસસ્થાનથી તેમના ધર્મપત્નીના હસ્તે કુમકુમ તિલક કરી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે.  વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોશિયેશન ખાતે મંત્રીની ઉપસ્થિતિમાં રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર અંતર્ગતના ‘સ્માર્ટ મીટર, સ્માર્ટ શરૂઆત’ કાર્યક્રમમાં સ્માર્ટ મીટરને લગતી તમામ માહિતી આપવામાં આવી હતી. મંત્રીએ સ્માર્ટ મીટર ઈન્ટોલેશન અંગે ખોટી ધારણાઓથી દૂર રહી સ્માર્ટ મીટર લગાવવા અપીલ કરતા કહ્યું હતું કે, સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન વિનામૂલ્યે કરવામાં આવે છે. દરેકે દેશના વિકાસમાં ફાળો આપવા સ્માર્ટ મીટર લગાવવા જોઈએ. સ્માર્ટ મીટરથી ડરવાની જરૂર નથી. આ મીટરથી મોબાઈલ એપ્લિકેશનમાં જ વીજ વપરાશ અંગે ડે ટુ ડે માહિતી મળી જશે. સ્માર્ટ મીટર લગાવવાથી અનેક ફાયદાઓ થશે. આ મીટરથી વધુ બીલ આવતું નથી પરંતુ વીજ વપરાશની સચોટ માહિતી મળશે. વધુમા...
વલસાડના સાંસદ ધવલ પટેલે વડાપ્રધાનને ‘‘મોદી વીથ ટ્રાયબલ’’ પુસ્તક ભેટ આપી સન્માનિત કર્યા

વલસાડના સાંસદ ધવલ પટેલે વડાપ્રધાનને ‘‘મોદી વીથ ટ્રાયબલ’’ પુસ્તક ભેટ આપી સન્માનિત કર્યા

Gujarat, National
દિલ્હી સંસદભવન ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ઘવલ પટેલ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સાંસદ ધવલ પટેલને વલસાડ ડાંગ મતવિસ્તારના વિકાસ માટે માર્ગદર્શન આપ્યું હતું તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ધવલભાઈ પટેલની વલસાડ ડાંગના લોકો વચ્ચે રહી સતત કાર્યશીલ રહેવાની કાર્યશૈલીની ખુબ જ સરાહના કરી હતી. આ પ્રસંગે સાસંદ ધવલ પટેલ દ્વારા પ્રધાનમંત્રી મોદીને સ્વલિખિત ‘‘મોદી વીથ ટ્રાયબલ’’ પુસ્તક ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા....
વલસાડ જિલ્લા LCBએ 8.20 લાખના દમણિયા દારૂ સાથે કન્ટેનર ચાલકને ઝડપ્યો

વલસાડ જિલ્લા LCBએ 8.20 લાખના દમણિયા દારૂ સાથે કન્ટેનર ચાલકને ઝડપ્યો

Gujarat, National
વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાપી ટાઉન પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી. તે દરિમયાન અ.પો.કો કનકસિંહ દયાતરને મળેલી બાતમી આધારે દમણ તરફ થી આવતા  કન્ટેનર નંબર. WB11-E-7635ના ચાલક દિલીપ જયનારાયણ શાહને રોકી કન્ટેનરમાં તપાસ કરતા રૂપિયા 8,20,800નો દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 18,25,800 નો મુદ્દામાલ કબ્જે કરી ચાલકની ધરપકડ કરી આગળની વધુ તપાસ માટે વાપી ટાઉન પોલીસ મથકને સોંપ્યો છે. મૂળ ઓરિસ્સાનો કન્ટેનર ચાલક વિપુલ પ્રમાણ માં દારૂનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહ્યો છે જે બાતમીના આધારે વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાપી ટાઉન પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ બલીઠા ગામ ખાતે વોચમા હતા. તે કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ.5784 જેની કિંમત.8,20,800 નો ઝડપી પાડી વધુ તપાસ કરતા આ જથ્થો દમણ ખાતેથી રોહિત અને તેના અન્ય એક સાથીએ ભરાવી આપ્યો...
વાપીમાં બનશે “કનુભાઈ દેસાઈ VIA ઓડિટોરિયમ”, 1000 બેઠકની ક્ષમતાવાળા ઓડિટોરીયમનું નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મેરિલ ગ્રુપના નાનુભાઈ બાંભરોલિયા સહિત VIA સભ્યોના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ 

વાપીમાં બનશે “કનુભાઈ દેસાઈ VIA ઓડિટોરિયમ”, 1000 બેઠકની ક્ષમતાવાળા ઓડિટોરીયમનું નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મેરિલ ગ્રુપના નાનુભાઈ બાંભરોલિયા સહિત VIA સભ્યોના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ 

Gujarat, National
વલસાડ જિલ્લામાં વાપી પ્રથમવાર 1000 થી વધુ બેઠકનું AC ઓડિટોરીયમ વાપી VIA દ્વારા બનાવવામાં આવશે. અંદાજે રૂ. 13 થી 15 કરોડના ખર્ચે બનવા જઈ રહેલ આ ઓડિટોરિયમનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ, મેરિલ ગૃપના નાનુભાઈ બાંભરોલીયા સહિત VIA સભ્યોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, જ્યારે જ્યારે કોઈપણ પ્રોજેક્ટ લેવાની વાત આવી છે. ત્યારે VIA ની આખી ટીમે આગેવાની લઈ ટીમ વર્કથી પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. જે બદલ અભિનંદન આપુ છુ. ખાસ કરીને એ. કે. શાહ, મનુભાઈ અને રજનીશભાઈ જેવા વડીલોએ દરેક કામમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. સમગ્ર ગુજરાતમાં ગર્વ અનુભવાય તેવો ફિક્કીનો એવોર્ડ વાપીને મળ્યો છે. ફેકટરી અને પોલ્યુશનના નિયમો પાળીને ઉદ્યોગકારો પ્રગતિ કરી રહ્યા છે જે મોટી વાત છે. તો, ડીપ સી પાઈપલાઈન રૂ. 200 કરોડના ખર્ચે નાંખવાની હતી જેમાં હવે...
વાપી ટાઉનમાં GEB ની DP માં ફસાયેલ પતંગ-દોરી કાઢવા જતા 10 વર્ષના બાળકને લાગ્યો ઇલેક્ટ્રિક શૉક, બાળક હોસ્પિટલના ICU માં એડમિટ

વાપી ટાઉનમાં GEB ની DP માં ફસાયેલ પતંગ-દોરી કાઢવા જતા 10 વર્ષના બાળકને લાગ્યો ઇલેક્ટ્રિક શૉક, બાળક હોસ્પિટલના ICU માં એડમિટ

Gujarat, National
વાપી ટાઉન વિસ્તારમાં GEB ની DP એક બાળક માટે ઘાતક બની છે. ઘટના વાપી ટાઉનના અલકાપુરી વિસ્તારમાં આવેલ જૈન બિલ્ડિંગની DP ની છે. હાલ ઇલેક્ટ્રિક શોકનો ભોગ બનેલા 10 વર્ષીય બાળક જનસેવા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે મળતી વિગતો મુજબ વાપી ટાઉનમાં આવેલ અલકાપુરી વિસ્તારમાં આશુતોષ એપાર્ટમેન્ટ સામે જૈન બિલ્ડિંગની DP માં એક પતંગ ફસાઈ ગઈ હતી. આ પતંગ-દોરીને અહીં જ રહેતો 10 વર્ષીય રિધમ પરિહાર નામનો બાળક કાઢવા ગયો હતો. જે દરમ્યાન તેમને ઇલેક્ટ્રિક શૉક લાગ્યો હતો. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતાં. જેઓએ બાળકને જનસેવા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. બાળકને પગ અને મોઢાના ભાગે ઇલેક્ટ્રિક શૉક ના કારણે ગંભીર ઇજાઓ થઈ છે. જેની સારવાર માટે ICU માં દાખલ કરાયો છે. હાલ બાળકની સ્થિતિ સ્ટેબલ છે. પરંતુ ઇલેક્ટ્રિક શૉક ના કારણે પ્લાસ્ટિક સર્જરી સહિતની સારવાર કરવી પડે તેમ હોય એ અંગે તબીબોએ તૈયારીઓ હાથ ધરી છે....
વાપીની ડુંગરા પ્રાથમિક શાળા ખાતે યોજાયું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન, 64 શાળાના વિદ્યાર્થીઓએ 35 કૃતિઓ પ્રદર્શિત કરી

વાપીની ડુંગરા પ્રાથમિક શાળા ખાતે યોજાયું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન, 64 શાળાના વિદ્યાર્થીઓએ 35 કૃતિઓ પ્રદર્શિત કરી

Gujarat, National
ગુરુવારે વાપીના ડુંગરા સ્થિત ડુંગરા પ્રાથમિક શાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ માર્ગદર્શિત BRC વાપી આયોજિત તાલુકા (BRC) કક્ષાના આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની થીમ આધારિત હતું. જેમાં 64 શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કરેલ કૃતિઓ પૈકીની 35 કૃતિઓને પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. ડુંગરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંગે BRC કૉ-ઓર્ડીનેટર અશ્વિન ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં CRC કક્ષાએથી વિજેતા બનેલ કુલ 35 કૃતિઓને પ્રદર્શિત કરવામાં આવી છે. આ તાલુકા કક્ષાના વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય આધારિત 5 વિભાગમાં બાળ...
વાપીમાં Allure Gift Wraps અને વાપી સિંધી એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે Blood Donation કેમ્પનું કરાયું આયોજન

વાપીમાં Allure Gift Wraps અને વાપી સિંધી એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે Blood Donation કેમ્પનું કરાયું આયોજન

Gujarat, National
વાપી GIDC ના 1st Phase, J ટાઈપમાં આવેલ Allure Gift Wraps Pvt. Ltd. કંપનીના પ્લોટ નંબર 2914 ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપની ના કર્મચારીઓ દ્વારા 100 યુનિટ રક્તનું દાન કરી રક્તદાન શિબિરને સફળ બનાવી હતી. આ રક્તદાન શિબિર અંગે Allure Gift Wraps Pvt. Ltd. ના HR હેડ અમી ધરૂએ જણાવ્યું હતું કે, Allure Gift Wraps Pvt. Ltd. ના ડાયરેકટર મોહનરાય સિંઘાનિયા અને શરદ રાય સિંઘાનિયા હંમેશા સમાજને મદદરૂપ થતા આવ્યાં છે. કંપનીના કર્મચારીઓ ઉપરાંત વિવિધ સામાજિક પ્રવૃતિઓમાં પોતાનું યોગદાન આપે છે. જેના માર્ગદર્શન માં મેનેજમેન્ટ દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન શિબિરમાં રક્તનું દાન કરનાર તમામ દાતાઓ કંપનીના કર્મચારીઓ છે. જેના ઉત્સાહથી 100 યુનિટ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ સેવ્યો છે. અને આ જ પ્રકારે કંપની મેનેજમેન્ટ આવનારા સમયમાં પણ પોતાનું સામાજિક ઉત્તરદાયિ...
સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે ‘દે ઘુમા કે સિઝન-3’ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, 32 જેટલી શાળાના વિધાર્થીઓ બલ્લે બાજીમાં પોતાનું કૌવત બતાવશે

સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે ‘દે ઘુમા કે સિઝન-3’ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, 32 જેટલી શાળાના વિધાર્થીઓ બલ્લે બાજીમાં પોતાનું કૌવત બતાવશે

Gujarat, National
બહુ પ્રચલિત "દે ઘુમાકે - અન્ડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટ"ની ત્રીજી રોમાંચક સિઝન લક્ષ્મી વિદ્યાપીઠ કેમ્પસ, સરીગામ ખાતે શરૂ થઈ ચુકી છે. આ ટુર્નામેન્ટ લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા આયોજિત અને લક્ષ્મી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (LIT)ના ડૉ. બસાવરજ પાટીલ (નિર્દેશક, LIT)ના સશક્ત માર્ગદર્શન હેઠળ સંકલિત છે. ટુર્નામેન્ટ યુવા ક્રિકેટરની પ્રતિભાને બહાર લાવવાના ઉદ્દેશ થી આયોજિત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ આજે સવારે 10:00 વાગ્યે રાખવામાં આવેલ હતો, જેમાં પ્રોફેસર પરિક્ષિત પટેલ (હેડ, મેક્નિકલ ઇજનેરિંગ વિભાગ) દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, ડાયરેક્ટર ડો પાટીલ (LIT) એ કેમ્પસ પરિવાર વતી યજમાન સ્થાનેથી, આમંત્રિત મહાનુભાવો અને સ્પર્ધકોનું સ્વાગત કરતા ટુર્નામેન્ટ માટે ઊર્જાવાન માહોલ ઊભો કર્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ભાવેશ બારૈયાનું સન્માન કર્યું હતું, જે ગુજરાત ટીમના જાણીતા ક્રિકેટર છે....
वापी SOG ने 5.330 किलो गांजा और 4.20 लाख रुपए नकद के साथ युवक को किया गिरफ्तार

वापी SOG ने 5.330 किलो गांजा और 4.20 लाख रुपए नकद के साथ युवक को किया गिरफ्तार

Gujarat, National
वापी SOG (Spacial Operation Group) ने वापी के कब्रिस्तान रोड विस्तार में एक रूम में छापा मारकर गांजा के साथ 19 वर्षीय युवक को गिरफ्तार किया है। SOG के अनुसार हेड कांस्टेबल दिग्विजय सिंह को पता चला था कि कब्रिस्तान रोड पर राणा की चॉल में रहने वाला युवक नशीले पदार्थ की बिक्री में लिप्त है। जिसके बाद SOG ने वहां वाले करन राजेश गुप्ता की रूम में छापा मारा था। वहां एक प्लास्टिक में रखे नशीले पदार्थ की एफएसएल ने गांजा होने की पुष्टि की। SOG ने करन गुप्ता मूल निवासी गांव - बेलवा, जिला पश्चिम चंपारण, बिहार को गिरफ्तार कर लिया। पुलिस ने इस कार्रवाई में 4.20 लाख रुपए नकद भी जब्त किए हैं। प्रारंभिक पूछताछ में सामने आया है कि गिरफ्तार आरोपी का पिता राजेश गुप्ता गांजा मंगवाता था। बाद में उसे पुडिय़ा बनाकर बेचा जाता था। राजेश गुप्ता भी गांजा बेचने के मामले में गिरफ्तार हो चुका है। SOG ने 53...