હરિયાલી પનીરમાં કોક્રોચ નીકળતા હોટેલ માલિક અને ગ્રાહક વચ્ચેની બબાલ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 15 દિવસ માટે હોટેલનું લાયસન્સ કર્યું સસ્પેન્ડ
વાપી નજીક સલવાવ પાસે આવેલ Parqotel હોટેલમાં ભોજન કરવા આવેલ ગ્રાહકે હરિયાલી પનીરની સબ્જી મંગાવી હતી. જેમાં કોક્રોચ નીકળતા હોટેલ માલિક અને ગ્રાહક સાથે વિવાદ થતા બબાલ મચી હતી. જેની જાણકારી ફૂડ એન્ડ ડ્રગ્સને કરતા અધિકારીઓએ સ્થળ પર આવી હોટેલના કિચનમાં તપાસ બાદ 15 દિવસ માટે હોટેલનું લાયસન્સ સસ્પેન્ડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ 8મી ઓક્ટોબરે વાપી નજીકના સલવાવ ખાતે આવેલ હોટેલમાં એક ગ્રાહકે ભોજન મંગાવ્યું હતું. આ ભોજનમાં નીકળેલી જીવાતના લીધે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને વલસાડના ડેઝિગ્નેટેડ ઓફિસર એ. આર. વળવીના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વલસાડના ફૂડ સેફટી ઓફિસર કે..જે. પટેલ તથા સી. એન. પરમાર સાથેની સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી હતી.
વાપી મોરાઇ NH-48 વિસ્તારમાં આવેલ પાર્કોટેલ ( ટીપ ટોપ રેસ્ટોરન્ટની તપાસણી હાથ ધરતા સમયે UNHYGIENIC AND ...