વાપીના ઝંડાચોક ખાતે સમસ્યારૂપ બનેલ ROB ના બેરીકેડ હટાવવા DySP દ્વારા કોન્ટ્રકટરને સૂચના, દુકાનદારોમાં ખુશી, ટ્રાફિકની સમસ્યામાંથી મળશે રાહત
વાપીમાં બની રહેલ નવા ઓવરબ્રિજ અને અન્ડરપાસ ના ઠપ્પ કામકાજ સાથે ઝંડાચોક પર PWD દ્વારા લગાવેલ બેરીકેડથી સ્થાનિક દુકાનદારો પરેશાન હતાં. જે સ્થળની વાપી ડિવિઝનના DySP બી. એન. દવેએ સ્થળ મુલાકાત લઈ, કોન્ટ્રકરને તેમનો માલસામાન હટાવવા સૂચના આપતા દુકાનદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે આ તમામ માલસામાન અને બેરીકેડ હટાવાથી ટ્રાફિક સમસ્યા પણ હળવી બનશે.આ અંગે વાપી ડિવિઝનના DySP બી. એન. દવેએ જણાવ્યું હતું કે, વાપીને ઇસ્ટ-વેસ્ટ સાથે જોડવા અહીં પહેલા એક ઓરબ્રિજ હતો. જેના પરથી વાપી, દમણના વાહનચાલકો પસાર થતા હતાં. ટ્રાફિકથી ધમધમતા આ ROB ને વધુ સુવિધાજનક બનાવવા હાલમાં તેને તોડી પાડી તેના સ્થળે નવા ROB અને RUB નું કામકાજ હાથ ધરાયુ છે. પરંતુ, ચોમાસાને કારણે કામકાજ ઠપ્પ છે. તો, વાપી ઝંડાચોક વિસ્તારમાં PWD દ્વારા બેરીકેડ લગાવી તેમાં કોન્ટ્રકટર નો માલસામાન પડેલો હોય તેનાથી સ્થાનિક દુકાનદારો પરેશાન હતાં. ...