Friday, December 27News That Matters

Month: August 2024

સંઘપ્રદેશ DNHDD માં હર ઘર તિરંગા અભિયાનનો પ્રદેશના પ્રશાસક દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો

સંઘપ્રદેશ DNHDD માં હર ઘર તિરંગા અભિયાનનો પ્રદેશના પ્રશાસક દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો

Gujarat, National
સંઘપ્રદેશ દાનહ દમણ અને દીવમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રદેશના પ્રશાસક દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. 9 ઓગસ્ટથી 15 મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત આજરોજ નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ માં પ્રશાસન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આજના આ ખાસ પ્રસંગે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તમામ લોકોને દેશદાઝ અને ખેલદિલીથી દેશના રાષ્ટ્રધ્વજ ને સન્માન સાથે પોતાના ઘરો અને અન્ય એકમો પર લહેરાવી આઝાદી અપાવનારા શહીદોને સાચા દિલથી શ્રદ્ધાંજલિ આપવા અને દેશ માટે જીવવા અને મરવાની ભાવના દરેક લોકોમાં ઉત્પન્ન થાય એવી પ્રેરણા પોતાના વક્તવ્ય થકી પૂરી પાડી હતી.આજના આ ખાસ પ્રસંગે સ્કૂલ, કોલેજના...
GSBTMના સહયોગથી રોફેલ ફાર્મસી કોલેજમાં એક દિવસીય વર્કશોપ યોજાયો

GSBTMના સહયોગથી રોફેલ ફાર્મસી કોલેજમાં એક દિવસીય વર્કશોપ યોજાયો

Gujarat, National
વાપીની રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીની ઘટક કોલેજ રોફેલ શ્રી જી.એમ. બિલખીયા કોલેજ ઓફ ફાર્મસીમાં, પ્રોટીઓમિકસ, જીનોમિકસ અને બાયોઈન્ફોર્મેટિકસ–ઈન ડ્રગ ડિસ્કવરી ઉપર તા. ૯–૮–ર૦ર૪નો શુક્રવારના રોજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ વર્કશોપ ગુજરાત રાજયની ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM) શાખા દ્બારા વિધાર્થીઓમાં બાયોટેકનોલોજીનાં જ્ઞાનને વધારવાની સરકારશ્રીની પહેલ અંતર્ગત છે. આ વર્કશોપનાં પ્રાંસગિક ઉદ્બોધનમાં રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ PRIP રોટેરીયન શ્રીકલ્યાણભાઈ બેનર્જી એ પ્રોટીઓમિકસ, જીનોમિકસ અને બાયોઈન્ફોર્મેટિકસ–ઈન ડ્રગ ડિસ્કવરી શાખાની લાક્ષણિકતાઓ તેમજ આ વિષયો માનવ સમાજને ઉપયોગી કેવી રીતે થાય તે વિષે વિસ્તૃત માહિતી આપી તથા વિધાર્થીલક્ષી ગુજરાત સરકારની (GSBTM) શાખાની પહેલને બિરદાવી હતી.આ વર્કશોપમાં રોફેલ ટ્રસ્ટનાં ટ્રસ્ટીશ્રી રોટેરીયન ભરતભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રી રોટેરીયન પ્રફુ...
સંઘપ્રદેશ દમણમાં આદિવાસી સમાજ દ્વારા 13માં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહ સાથે ઉજવણી  કરવામાં આવી

સંઘપ્રદેશ દમણમાં આદિવાસી સમાજ દ્વારા 13માં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહ સાથે ઉજવણી  કરવામાં આવી

Gujarat, National
સંઘપ્રદેશ દમણમાં વસતા આદિવાસી સમાજના લોકો દ્વારા 13 મા આદિવાસી દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નાની દમણ ના ભેંસલોર ચાર રસ્તા પાસે આવેલા કોળી પટેલ સમાજના નાના હોલમાં સમાજ દ્વારા વિશેષ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.જેમાં સમાજના યુવાનો અને નાના બાળકોની સાથે મોટેરાઓ દ્વારા આદિવાસી નૃત્ય તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજના આ ખાસ પ્રસંગે દમણ જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ ધીરૂભાઈ ધોડી દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમાજના લોકોને શુભેચ્છા પાઠવી જળ, જમીન, જંગલ તથા આદિવાસી સંસ્કૃતિ અને વિરાસત ને બચાવવા હર હંમેશ તત્પર રહેવા સમાજના લોકોને આહવાન કર્યું હતું.આ સાથે જ આદિવાસી સમાજના અમુક મુંઝવતા પ્રશ્નો જેવા કે મોટી દમણ કલેક્ટર કચેરી પાછળ આદિવાસી સમાજ માટે બનાવવામાં આવેલા આદિવાસી ભવન જ્યાં હાલ પ્રશાસન દ્વારા શિક્ષણ ભવન બનાવી દેવામાં આવ્યું છે તેમાં...
દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની સમસ્ત આદિવાસી સમાજ પારડી દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાઈ 

દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની સમસ્ત આદિવાસી સમાજ પારડી દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાઈ 

Gujarat, National
દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસીની ઉજવણી સમસ્ત આદિવાસી સમાજ પારડી દ્વારા ઉત્સાહભેર કરવામાં આવી હતી. પારડી તાલુકામાં સૌ પ્રથમ વખત આદીવાસી સમાજની જનજાગૃતિ રેલી બંગલા ફળિયા, તીઘરા ગામથી કાઢવામાં આવી હતી. આ રેલી શરૂ કરતાં પહેલાં સૌ પ્રથમ પ્રકૃતિ પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ આદિવાસી સમાજ ના આગેવાન કપિલભાઈ હળપતિ (કિલ્લા-પારડી), જીતેશભાઈ હળપતિ (તીઘરા), ગીરીશભાઈ શુકકરભાઈ પટેલ (ઓરવાડ), સંજયભાઈ વાડીયા (ઓરવાડ), સતીષભાઈ પટેલ (ડુંગળી), બિપિનભાઈ પટેલ (કિલ્લા-પારડી) દ્વારા આદીવાસી ફલેગ બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી ઉદવાડા ઝંડા ચોક આગળ થી ઉદવાડા સ્ટેશન થઈ મોતીવાડા હાઈવે થી કિલ્લા-પારડી મૂકામે પારડી પોલીસ સ્ટેશન પાસે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે માલ્યા અર્પણ કરી પારડી ચાર રસ્તા થી કિલ્લા-પારડી જુના બસ સ્ટેન્ડ નજીક ક્રાંતિકારી ભગવાન બિરસામુંડા સર્કલ પાસે સભામાં પરિવર્તન પામી હ...
વાપી-સેલવાસ માર્ગ પર ખાડાએ યુવતીનો ભોગ લીધો, બલિઠા-વાપી ટાઉનમાં પડેલા ખાડાઓમાં કોઈનો જીવ જાય એની રાહ જોવાય છે?

વાપી-સેલવાસ માર્ગ પર ખાડાએ યુવતીનો ભોગ લીધો, બલિઠા-વાપી ટાઉનમાં પડેલા ખાડાઓમાં કોઈનો જીવ જાય એની રાહ જોવાય છે?

Gujarat, National
  વાપી-સેલવાસ માર્ગ પર ખાડાએ એક મોપેડ ચાલક યુવતીનો ભોગ લીધો છે. જે બાદ તંત્રને સદબુદ્ધિ સુજતા તાત્કાલિક ધોરણે ખાડાનું પુરાણ કરવામાં આવ્યું છે. જો કે, આવા જ જીવલેણ ખાડા બલિઠામાં રેલવે ફાટક થી દાંડીવાડ કબ્રસ્તાનને જોડતા રોડ પર પણ પડ્યા છે. આ ખાડાઓની પંચાયત દ્વારા કોઈ મરામત થતી નથી. જાણે... આ ખાડાઓ પણ કોઈ પરિવારના વ્હાલાનો જીવ લઈ લે પછી જ મરામત કરવાની રાહ જોવાય છે? તેવા સવાલ સાથે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. વાપી થી સેલવાસ માર્ગ પર હરિયા પાર્ક ડુંગરા વિસ્તારમાં જીવલેણ ખાડાએ 18 વર્ષીય યુવતીનો ભોગ લીધો છે. આ માર્ગ પર હાલ અસંખ્ય ખાડા પડી ગયા છે. જે ખાડાઓમાંથી પસાર થતી મોપેડ ચાલક યુવતીને ટેમ્પાએ અડફેટે લેતા ઘટના બાદ મોત નીપજ્યું છે. આ ઘટનાને લઈ મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ પ્રસર્યો છે. અકસ્માતની આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જે જોઈ ખ્યાલ આવી શકે છે કે, આ અકસ્માત કેટલો ગંભીર...
નેશનલ હાઇવે 48 પર ચાલતી વ્હાઈટ ટોપિંગની કામગીરીએ પરિવારના વડીલનો ભોગ લીધો, પત્રકારના પરિવારમાં શોકનો માહોલ…

નેશનલ હાઇવે 48 પર ચાલતી વ્હાઈટ ટોપિંગની કામગીરીએ પરિવારના વડીલનો ભોગ લીધો, પત્રકારના પરિવારમાં શોકનો માહોલ…

Gujarat, National
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પર મહારાષ્ટ્રમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વ્હાઈટ ટોપિંગની કામગીરી હાથ ધરાઈ છે. જે વાહનચાલકો, પ્રવાસીઓ માટે ત્રાસદાયક, જોખમી અને જીવલેણ સાબિત થઈ રહી છે. જેમાંની એક ઘટના 6 ઓગસ્ટના મંગળવારે બની હતી. આમગાંવ નજીક હાઇવે પર વાપીના પત્રકાર વિનય પટેલના પિતાજીનું અકસ્માત મૃત્યુ થતા પરિવારમાં શોકની ગમગીની છવાઈ છે.વાપીમાં વર્ષોથી પત્રકારત્વ સાથે સંકળાયેલ વિનય પટેલના પિતાજી વાપી થી તલાસરી વચ્ચે પોતાની રિક્ષામાં ફરસાણની ફેરી કરતા હતાં. જે તેના નિત્ય ક્રમ મુજબ મંગળવારે તલાસરી ગયા હતાં. જે બાદ જાણવા મળતી વિગતો મુજબ તેઓ વાપી તરફ પરત આવતા હતાં. ત્યારે મહારાષ્ટ્ર ના પાલઘર જિલ્લાના આમગાંવ પાસે નેશનલ હાઇવે પર ચાલતી વ્હાઈટ ટોપિંગ કામગીરીને કારણે રિક્ષાના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠા હતાં. રીક્ષામાંથી તેઓ હાઇવે પર ફંગોળાયા હતાં. અને રીક્ષા હાઇવે નજીક આવેલ ખુલ્લા ...
વાપીના આકાર મોટર્સ ખાતે વર્લ્ડ ફર્સ્ટ CNG બાઈક બજાજ ફ્રીડમનું લોન્ચિંગ કરાયું, પ્રથમ 7 ગ્રાહકોને અપાઈ ડિલિવરી

વાપીના આકાર મોટર્સ ખાતે વર્લ્ડ ફર્સ્ટ CNG બાઈક બજાજ ફ્રીડમનું લોન્ચિંગ કરાયું, પ્રથમ 7 ગ્રાહકોને અપાઈ ડિલિવરી

Gujarat, National
  વાપીમાં આવેલ બજાજ ઓટોની ડિલરશીપ ધરાવતા આકાર મોટર્સ ખાતે 6 ઓગસ્ટ 2024ના વર્લ્ડ ફર્સ્ટ CNG બાઇક બજાજ ફ્રીડમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તેમજ 7 ગ્રાહકોને તેની ડિલિવરી આપવામાં આવી હતી. લોન્ચિંગના દિવસે ઉપસ્થિત ડિલર્સ, કર્મચારીઓ, બાઇક શોખીન ગ્રાહકોની ઉપસ્થિતિમાં કેક કટિંગ કરી બજાજ ફ્રીડમ-125 ના ત્રણ વેરિયન્ટનું લોન્ચિંગ કરાયું હતું.બજાજ ઓટોની બજાજ ફ્રીડમ-125 બાઇકની વિવિધ ખાસિયત અંગે આકાર મોટર્સના ઓનર કુંજલ શાહે જણાવ્યું હતું. કે, આ બાઇકની સેફટીને લઈ તેના 21 સેફટી ટેસ્ટ કરવામાં આવ્યા બાદ તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. બજાજ ફ્રીડમ એ વિશ્વની પ્રથમ CNG બાઇક કમ પેટ્રોલ બાઇક છે. જેમાં 2 લીટર ની ગેસ ટેન્ક અને 2 લીટર ની પેટ્રોલ ટેન્ક આપવામાં આવી છે. ફયુઅલ કાર્યક્ષમતા ઉપરાંત મોનો-લિન્ક્ડ ટાયર સસ્પેન્શન્સ, લાંબી અને ક્વિલ્ટેડ સીટ, એલઈડી હૅડલેમ્પ્સ, ડિજિટલ સ્પીડોમીટર્સ અને બ્લુટૂથ ...
दमण जिल्ला आदिवासी समाज द्वारा आंतर राष्ट्रीय आदिवासी दिन के उपलक्ष मे बिरसा मुंडा की प्रतिमा को बाइक रैली के साथ नगर चर्या करवाई

दमण जिल्ला आदिवासी समाज द्वारा आंतर राष्ट्रीय आदिवासी दिन के उपलक्ष मे बिरसा मुंडा की प्रतिमा को बाइक रैली के साथ नगर चर्या करवाई

Gujarat, National
दमण जिल्ला आदिवासी समाज द्वारा 9 ओगस्त आंतर राष्ट्रीय आदिवासी दिन के उपलक्ष मे दमन में एक बाइक रैली का आयोजन किया था। इस बाइक रैली के साथ बिरसा मुंडा की प्रतिमा को नगर चर्या करवाई गई थी।आदिवासी समाज द्वारा 9 ओगस्त आंतर राष्ट्रीय आदिवासी दिन के उपलक्ष मे दमन में आयोजित इस बाइक रैली मे 300 से अधीक बाइक और 100 जितनी फोर विलर के साथ आदिवासी समाज के लोगों ने हीसा लिया था।इस अवसर पर आदिवासी समाज प्रमुख- धीरूभाई धोडी, उप प्रमुख- भाविक हलपति, धोडी समाज प्रमुख- दिनेशभाइ धोडी, हलपति समाज प्रमुख- विक्रमभाइ हलपति, वारली समाज प्रमुख- रवुभाइ वारली, सरपंच हंसाबेन धोडी, डी-पंचायत सभ्य सुनीताबेन हलपति, सोमाभाइ हलपति,विष्णुभाइ हलपति, दाजीभाइ हलपति, दिनेश धोडी, प्रविन धोडी, संकरभाइ वारली की उपस्थिति में आदिवासी समाज के भाई बहेन जुड़े थे। ...
દમણ ટૂ નાસિક વાયા વાપી રેલવે લાઇન પ્રોજેકટ માટે હજુ દિલ્લી દૂર છે. પ્રોજેકટ ઓછા ટ્રાફિકના અંદાજે અભેરાઈ પર ચડે તેવી શકયતા?

દમણ ટૂ નાસિક વાયા વાપી રેલવે લાઇન પ્રોજેકટ માટે હજુ દિલ્લી દૂર છે. પ્રોજેકટ ઓછા ટ્રાફિકના અંદાજે અભેરાઈ પર ચડે તેવી શકયતા?

Gujarat, National
રેલવે મંત્રાલય દ્વારા થોડા સમય પહેલા દમણ-વાપી-નાસિક (210 કિમી) નવી રેલ્વે લાઇન માટે સર્વેક્ષણ હાથ ધરાયુ હતું. જો કે, હવે જાણવા મળતી વિગતો મુજબ આ રૂટ પર ઓછા ટ્રાફિકનો અંદાજ કાઢી હાલ પ્રોજેકટ સ્થગિત કરવામાં આવ્યો છે.રેલવે મંત્રાલય દ્વારા દમણ-વાપી-નાસિક (210) કિલોમીટરની નવી રેલ્વે લાઇનના નિર્માણ માટેનો પ્રોજેકટ હાથ ધરી સર્વે શરૂ કર્યો હતો. જે સર્વે હાલ માં જ પૂર્ણ થયો છે. પરંતુ પ્રોજેક્ટના સર્વેમાં આ રૂટ પર ઓછો ટ્રાફિક મળી શકે છે. તેવો અંદાજ સામે આવ્યો છે. તેવું લોકસભાના ચાલુ સત્રમાં રેલવે મંત્રાલયે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે. દમણ-વાપી-નાસિક (210 કિમી) નવી રેલ્વે લાઇનના નિર્માણ માટેનો સર્વે થોડા સમય પહેલા શરૂ કર્યા બાદ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ રૂટ પર વાપી એ હાલનું રેલ્વે મુંબઈ થી સુરત-અમદાવાદ વચ્ચેનું A ગ્રેડનું મહત્વનું રેલવે સ્ટેશન છે. વાપી થી દમણ માત્ર 11 કિમી દૂર છે.  જ્યારે નાસિક ...
ગુજરાત રાજ્યના નાણામંત્રીના ગામમાં નિર્માણાધિન પુલનો પીલ્લર ધબાય નમઃ…! 

ગુજરાત રાજ્યના નાણામંત્રીના ગામમાં નિર્માણાધિન પુલનો પીલ્લર ધબાય નમઃ…! 

Gujarat, National
ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ મોહનભાઈ દેસાઈના ગામ ઉમરસાડી દેસાઈવાડ માં દરીયાઈ ટુરિઝમ ને પ્રોત્સાહન આપવા માટે તૈયાર‌ થઈ રહેલ બ્રિજનો એક પીલ્લર જમીનમાંથી ઉખડી જતા અચરજ ફેલાયું છે.ઉમરસાડી દેસાઈવાડ સ્મશાનભૂમિ અને 66kv પાવરહાઉસની વચ્ચેથી બનાવવામાં આવી રહેલ બ્રિજ ના પીલ્લરની આ દશા બ્રિજના કામ અંગે શંકા ઉભી કરી છે કે, બ્રિજનું કામ કેટલું મજબૂત હશે? કે ભરચોમાસે પત્તા નો મહેલ ધરાશાયી થાય તે રીતે તેનો એક પીલર જમીનમાંથી જ ફસકી ગયો છે. પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં બ્રિજ નિર્માણના આ પિલરની આ દુર્દશા જોઈ વિપક્ષ ભાજપ રાજમાં ભ્રષ્ટાચાર છાપરે ચઢીને પોકારી રહ્યો છે. તેનો આ ઉત્તમ નમૂનો હોવાનું જણાવી આ ઘટના માં કોઈ દોષી પુરવાર થશે નહીં. કારણ કે આવા દોષી લોકોના પાર્ટી ફંડ ના કારણે જ ભાજપ આજે મજબૂત બન્યું છે. તેવા રાગ અલાપી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પારડીના ઉંમરસાડી દેસાઈ વાડથી દરિયા કિનારા તરફ આવાગમન સર...