Friday, January 31News That Matters

Month: August 2024

‘એક પેડ માઁ કે નામ’ મહા અભિયાન હેઠળ વાપી નગરપાલિકાના સભ્યો, નાણામંત્રી અને ભાજપ આગેવાનોએ કર્યું વૃક્ષારોપણ

‘એક પેડ માઁ કે નામ’ મહા અભિયાન હેઠળ વાપી નગરપાલિકાના સભ્યો, નાણામંત્રી અને ભાજપ આગેવાનોએ કર્યું વૃક્ષારોપણ

Gujarat, National
વાપીના લખમદેવ તળાવ ખાતે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાપી પાલિકાના પ્રમુખ સહિતના સભ્યોએ એક પેડ માઁ કે નામ અભિયાનમાં જોડાઈ વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં સત્તા પક્ષના તમામ સભ્યોના નામે એક એક વૃક્ષ રોપવામાં આવ્યું હતું. અને તમામે તેના ઉછેરનો સંકલ્પ લીધો હતો.વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ લખમ દેવ તળાવ ખાતે 'એક પેડ માઁ કે નામ' મહા અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષરોપણની ખાસિયત એ હતી કે, અહીં નગરપાલિકા પ્રમુખ પંકજ પટેલ, ઉપપ્રમુખ દેવલ દેસાઈ, રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, શહેર પ્રમુખ સતીશ પટેલ, ભાજપ જિલ્લા મહામંત્રી શિલ્પેશ દેસાઈ સહિત સત્તા પક્ષના તમામ પાલિકા સભ્યોના નામે એક એક વૃક્ષ રોપવામાં આવ્યું હતું. અને તે તમામ વૃક્ષને ઉછેરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.વૃક્ષરોપણના મહત્વ અંગે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પર્યાવરણ બચાવવા વડ...
BJP DNHDD महिला मोर्चाने कोलकाता रेप विथ मर्डर की घटना के विरोध में निकाली विरोध मार्च

BJP DNHDD महिला मोर्चाने कोलकाता रेप विथ मर्डर की घटना के विरोध में निकाली विरोध मार्च

Gujarat, National
भारतीय जनता पार्टी दादरा नगर हवेली एवं दमण दिव प्रदेश महिला मोर्चा द्वारा विरोध मार्च निकाली गई। पश्चिम बंगाल के कोलकाता R G Kar Medical College में जूनियर महिला डॉक्टर के साथ हुई अमानवीय घटना (रेप विथ मर्डर) जैसी बर्बरता पूर्ण घटना के विरोध में निकाली गई इस शांतिपूर्ण विरोध मार्च में दमण ज़िला की महिला डॉक्टर एवं मेडिकल कॉलेज की छात्राओ एवं महिला मोर्चा की कार्यकर्ता बहने बड़ी संख्या में उपस्थित रही। इस अवसर पर प्रदेश महिला मोर्चा की अध्यक्षा सिम्पल बेन काटेला ने कहा कि पश्चिम बंगाल में महिला डॉक्टर के साथ हुई इस दुर्भाग्यपूर्ण घटना की हम कड़ी निन्दा करते है और वहाँ की महिला मुख्यमंत्री की ममता सरकार की असंवेदनशील व्यवहार की निंदा करते है।उन्होंने कहा कि आज पूरे देश भर में प्रतीकात्मक शांतिपूर्ण कैंडल मार्च निकाल कर सोई हुई पश्चिम बंगाल की सरकार की चेतना को जाग्रत करने का काम भाजपा महिला ...
વાપીમાં 75 માં વન મહોત્સવની ઉજવણી, વૃક્ષારોપણ-વોટર હાર્વેસ્ટિંગને પ્રોત્સાહન અને પ્રાધાન્ય આપો :- કનુભાઈ દેસાઈ, નાણામંત્રી

વાપીમાં 75 માં વન મહોત્સવની ઉજવણી, વૃક્ષારોપણ-વોટર હાર્વેસ્ટિંગને પ્રોત્સાહન અને પ્રાધાન્ય આપો :- કનુભાઈ દેસાઈ, નાણામંત્રી

Gujarat, National
  વલસાડમાં જિલ્લાના વાપીની હરિયા એલ. જી રોટરી હોસ્પિટલ ખાતે તાલુકા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ ઉજવણીમાં "એક પેડ મા કે નામ" અભિયાન હેઠળ મુખ્ય અતિથિ અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલીઝંડી આપી રવાના કર્યો હતો અને રોપા વિતરણ પણ કર્યું હતું.કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ દેસાઈએ જનાવ્યું હતું કે, ભારત વિકાસશીલ દેશ છે. પહેલાના સમયમાં દેશના વિકાસની ગતિ ઘણી ધીમી હતી. જ્યારે એક વિકાસશીલ દેશ આગળ વધવાનો પ્રયત્ન કરે ત્યારે રોડ, રેલવે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે બનતા હોય છે ત્યારે વૃક્ષોનું છેદન પણ થતું હોય છે. જેને અનુલક્ષીને ક્લાઈમેટ ચેન્જની પરિસ્થિતી ઉદભવે છે. તેથી ઋતુઓનું સંતુલન જળવાતું નથી. કચ્છમાં હવે સારા પ્રમાણમાં વરસાદ થાય છે અને નર્મદાનું પાણી સરહદ સ...
સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા 15મી, ઓગસ્ટે 78માં ‘સ્વતંત્રતા દિવસ’ની ભવ્ય ઊજવણી થઈ

સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા 15મી, ઓગસ્ટે 78માં ‘સ્વતંત્રતા દિવસ’ની ભવ્ય ઊજવણી થઈ

Gujarat
સરીગામ ખાતે આવેલ શ્રીમતી.શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠના સંકુલમાં આવેલ 'ધ્વનિ ઓડિટોરિયમ'માં તારીખ ૧૫મી,ઓગસ્ટ-૨૦૨૪ ના રોજ "૭૮ માં સ્વતંત્રતા દિવસ"ની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ભીલાડ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર PSI આર. પી. દોડીયા સાહેબ આવ્યા હતા. તેઓના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને સલામી આપવામાં આવી.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત,સમૂહ નૃત્ય,વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી તેમજ N.C.C. ના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સંકુલના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહી દેશભક્તિનો કાર્યક્રમ નિહાળ્યો હતો.આ કાર્યક્રમના આયોજન,માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનાર શાળાના ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા અને કુ.કિંજલબેન ગજેરા તથા લક્ષ્મી વિદ્યાપીઠ સંકુલના ડિરેક્ટરશ્રીઓ, આચાર્યશ્રીઓ,ઉપચાર્યશ્રીઓનો સ્નેહ...
ખાનવેલ ફોરેસ્ટ દ્વારા ખેરના લાકડા અને ટેમ્પો જપ્ત કર્યો, લાકડા ચોર વરસાદ અને અંધારાનો લાભ લઇ છટકી ગયા

ખાનવેલ ફોરેસ્ટ દ્વારા ખેરના લાકડા અને ટેમ્પો જપ્ત કર્યો, લાકડા ચોર વરસાદ અને અંધારાનો લાભ લઇ છટકી ગયા

Gujarat, National
ખાનવેલ ફોરેસ્ટ વિભાગે રૂદાના જંગલમાં ખેરના લાકડા ચોરતી ટોળકીને પકડવા રેડ કરી હતી. જો કે, રેડ દરમ્યાન ઘોર અંધારું અને વરસાદી માહોલ હોય લાકડાચોર 8 ખેરના ઝાડના કાપેલા લાકડા અને ટેમ્પો મૂકી ફરાર થઇ ગઇ હતી.ગત 13મી ઓગસ્ટના ખાનવેલ ફોરેસ્ટને મળેલી બાતમી આધારે રૂદાના જંગલમાં ખેરના લાકડા ચોરતી ટોળકીને પકડવા રેડ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગને બાતમી મળેલ કે કેટલાક શખ્સો રુદાના જંગલમાં ઝાડ ચોરી કરવાના ઇરાદાથી ફરી રહ્યા છે. જેથી ખાનવેલ Range ફોરેસ્ટ ઓફિસરે ટીમ સાથે વૉચ ગોઠવી હતી.14મી ઓગસ્ટના રૂદાના અનામત જંગલ સર્વે ન. 185 માં ગોઠવેલ વૉચ દરમ્યાન કેટલાક શખ્સોએ બિન પરવાનગીથી પ્રવેશ કર્યો હતો. જેઓએ ખેર ઝાડ નંગ 8 કાપી ટુકડા કરી ગંડેરા નંગ- 42 જેના ઘન મીટર - 2.773 બનાવી રાખ્યા હતાં. જે બાતમીના આધારે ફોરેસ્ટ  પેટ્રોલિંગ દરમિયાન 4.00 વાગે મુદ્દામાલ તથા  આઇશર ટેમ્પો નંબર MH 04-DK-5050 સહિત ખેરના લાકડાનો જથ્થો ...
સ્વતંત્રતા પર્વ અને શ્રાવણ માસ નિમિત્તે છીરીમાં શ્રી મનોકામનાપૂર્ણ હનુમાન મંદિરે અખંડ રામધૂન, ધ્વજવંદન અને મહાપ્રસાદનું આયોજન

સ્વતંત્રતા પર્વ અને શ્રાવણ માસ નિમિત્તે છીરીમાં શ્રી મનોકામનાપૂર્ણ હનુમાન મંદિરે અખંડ રામધૂન, ધ્વજવંદન અને મહાપ્રસાદનું આયોજન

Gujarat, National
વાપીમાં વર્ષોથી ધાર્મિક સેવાકીય પ્રવુતિ સાથે સંકળાયેલ તેમજ છીરીમાં ભવ્ય હનુમાન મંદિરનું નિર્માણ કરનાર કનૈયાલાલ મિશ્રા દ્વારા શ્રી મનોકામનાપૂર્ણ હનુમાન મંદિરે અખંડ રામધૂન, ધ્વજવંદન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા પર્વના આગલા દિવસથી સ્વતંત્રતા પર્વના દિવસ એમ 24 કલાક ચાલનારી આ અખંડ રામધૂનનું વર્ષ 2005થી દર વર્ષે આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ ગાયક વૃંદ સાથે રામધૂન બોલાવી હતી.આ અખંડ રામધૂન, ધ્વજવંદન અને મહાપ્રસાદના આયોજન અંગે કનૈયાલાલ મિશ્રા અને મોહન ઝા એ જણાવ્યું હતું. કે વર્ષ 2005માં આ હનુમાન મંદિરનું નિર્માણ શરૂ કરી વર્ષ 2011માં ભવ્ય હનુમાનજીની પ્રતિમાં સ્થાપિત કરી હતી. તેમની વર્ષો જુની મનોકામના સિદ્ધ થતાં આ મંદિરનું નામ શ્રી મનોકામના પૂર્ણ હનુમાન મંદિર રાખવામાં આવ્યું છે. અહીં દરેક ધાર્મિક તહેવારે વિશેષ કાર્યક્રમનું અને મહાપ્રસાદ નું આય...
સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાપીમાં તિરંગા યાત્રા યોજાઈ

સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાપીમાં તિરંગા યાત્રા યોજાઈ

Gujarat, National
સરકારના "હર ઘર તિરંગા અભિયાન" અંતર્ગત,  લક્ષ્મી વિદ્યાપીઠ, સરીગામના વિદ્યાર્થીઓએ 14મી ઓગસ્ટ 2024ના રોજ વાપીમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. આ રેલી વાપીમાં ગુંજન ચોકી થી હરિયા હોસ્પિટલ રોડ થઈ અંબા માતા મંદિર, મોરારજી સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. તિરંગા યાત્રામાં શાળા-કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતાં. વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા લઈ દેશભક્તિના સૂત્રો પોકાર્યા હતાં. બેન્ડ વાજા સાથેની આ રેલીએ દેશભક્તિનો માહોલ ઉભો કર્યો હતો.આ રેલીમાં લક્ષ્મી ગ્લોબલ સ્કૂલ અને લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા લગાવ્યા અને દેશભક્તિનાં ગીતો ગાઈને અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠના ના સંચાલકો દ્વારા સરકાર દ્વારા 'આઝાદીના અમૃત મહોત્સવ' ના કાર્યક્રમ અંતર્ગત  તારીખ 13મી,ઓગસ્ટ-2024 ના રોજ "હર...
છીરીમાં સાઈ સબુરી રેસિડેન્ટ્સમાં બિલ્ડરે ફાયર સેફટી, ગેસ લાઇન, સિકયુરિટી, ગાર્ડન જેવી સુવિધાઓ પુરી નહિ પાડતા રહેવાસીઓમાં આક્રોશ…

છીરીમાં સાઈ સબુરી રેસિડેન્ટ્સમાં બિલ્ડરે ફાયર સેફટી, ગેસ લાઇન, સિકયુરિટી, ગાર્ડન જેવી સુવિધાઓ પુરી નહિ પાડતા રહેવાસીઓમાં આક્રોશ…

Gujarat, National
વાપી તાલુકાના છીરી ગામમાં બિલ્ડર દ્વારા સાઈ સબુરી રેસિડેન્ટ્સ પ્રોજેકટ હાથ ધરી તૈયાર થયેલ ફ્લેટના ફ્લેટધારકોને પઝેશન આપ્યા બાદ બુકિંગ સમયે કરેલા મોટાભાગના વાયદાઓ છેલ્લા દોઢ થી 4 વર્ષ સુધીમાં પુરા નહિ કરતા ફ્લેટધારકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો છે.ફ્લેટ ધારકોએ જણાવ્યું હતું કે, તેમાંના ઘણા ખરા લોકોએ અહીં 4 વર્ષ પહેલાં બુકિંગ કરાવ્યું હતું. આ રેસિડેન્સીમાં અંદાજીત 8 જેટલા એપાર્ટમેન્ટ તૈયાર થઈ ચૂક્યા છે. જેમાં ફ્લેટ માલિકો પોતાના પરિવાર સાથે રહે છે. પરંતુ બિલ્ડર દ્વારા બુકિંગ વખતે આપેલી વિવિધ સવલતોની બાંહેધરી પુરી કરી નથી. રહેવાસીઓના જણાવ્યા મુજબ બિલ્ડિંગમાં ગેસ લાઇન નથી. ફાયર સેફટી નથી. ફાયરના વાહનની અવરજવર થઈ શકે તેટલા પહોળા રસ્તા નથી બનાવ્યા, મુખ્ય ગેટ પર સિકયુરિટી કે ગેટની વ્યવસ્થા નથી. CCTV કેમેરા માત્ર નીચે જ મુકવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં જવા માટેનો રસ્તો ખાડા ખાબોચિયા વાળો હોય આવાગમન માટ...
વાપી J ટાઈપ માં આવેલ Allure Gift Wraps કંપનીમાં મહિલા કામદારોએ પગાર અને હક્ક રજા ના મામલે સંચાલકોની મનમાની સામે ઠાલવ્યો આક્રોશ

વાપી J ટાઈપ માં આવેલ Allure Gift Wraps કંપનીમાં મહિલા કામદારોએ પગાર અને હક્ક રજા ના મામલે સંચાલકોની મનમાની સામે ઠાલવ્યો આક્રોશ

Gujarat, National
વાપી GIDC ના J ટાઈપ વિસ્તારમાં આવેલ Allure Gift Wraps Pvt. Ltd. નામની કંપનીમાં સંચાલકો દ્વારા કરાતી મનમાની સામે આદિવાસી મહિલા કામદારોએ હંગામો મચાવ્યો હતો. મામલો લેબર ઓફિસર સુધી પહોંચતા તેઓએ કંપનીમાં ઉપસ્થિત થઈ કામદારો ને સાંભળ્યા હતાં. જે દરમ્યાન કંપની સંચાલકોના તીખા તેવર સામે કામદારોને આપવામાં આવતા પગરભથ્થા અને સવલતોની વિગતો માંગતા કંપની સંચાલકોના પગ તળે રેલો આવ્યો હતો. અને તેઓની શાન ઠેકાણે આવી હતી. આખરે બંને પક્ષે સમાધાન કરાવી મહિલા કામદારો ને ન્યાય અપાવ્યો હતો.ઘટના અંગે મળતી વિગતો મુજબ એલ્યુર ગિફ્ટ રેપ્સ કંપનીમાં વલસાડ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાંથી 400 જેટલી આદિવાસી મહિલાઓ કામ માટે આવે છે. આ મહિલા કામદારો સાથે કંપની મેનેજમેન્ટનું વર્તન ખૂબ જ ખરાબ રહેતું હતું. કંપની પોતાની પ્રોડક્ટ ડિમાન્ડ પુરી કરવા રવિવારે રજાના દિવસે પણ કામદારો ને કામ કરવા બોલાવતા હતાં. અને જે કામદાર મહિલા ર...
ખાડા માર્ગમાં મટીરીયલ પાથરી કર્યું કિચ્ચડ… હવે, ખાડામાં પડીને નહિ… સ્લીપ થઈને પટકાયા વાહનચાલકો… માર્ગ અને મકાન વિભાગના અધિકારી-કોન્ટ્રાક્ટરની બુદ્ધિ બહેર મારી ગઈ છે?

ખાડા માર્ગમાં મટીરીયલ પાથરી કર્યું કિચ્ચડ… હવે, ખાડામાં પડીને નહિ… સ્લીપ થઈને પટકાયા વાહનચાલકો… માર્ગ અને મકાન વિભાગના અધિકારી-કોન્ટ્રાક્ટરની બુદ્ધિ બહેર મારી ગઈ છે?

Gujarat, National
શુક્રવારે ઔરંગા ટાઈમ્સ માં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે, વાપી સેલવાસ માર્ગની જેમ વાપી નજીક આવેલ બલિઠા ફાટક થી લઇ દાંડીવાડ કબ્રસ્તાનને લગતા રોડ પર પણ મસમોટા ખાડાઓ જીવલેણ બની રહ્યા છે. અવારનવાર અહીં નાનામોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે. તેમ છતાં પંચાયત કે માર્ગ મકાન વિભાગ આ રસ્તાઓની મરામત કરવામાં આંખ આડા કાન કરે છે. જો કે, આ અહેવાલ બાદ તંત્રએ આળસ ખંખેરી માર્ગની મરામત કામગીરી હાથ ધરી છે. પરંતુ, એમાં પણ એવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કે, હવે આ માર્ગ પર વાહનચાલકો ખાડામાં પડીને નહિ પરંતુ, સ્લીપ થઈને પટકાઇ રહ્યા છે. બલિઠાનો આ માર્ગ ભારે વાહનોની અવરજવરથી ધમધમતો માર્ગ છે. માર્ગ પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલ હોય ખાડો કેટલો ઊંડો છે. તેનો અંદાજ લગાવવામાં વાહનચાલકો ગફલત કરી રહ્યા હતા. આ રોડ એસ.ટી. બસો, નોકરીયાતોના વાહનો, સ્કૂલ બસ, ભારે વજનની ટ્રકો માટે મહત્વનો માર્ગ મનાય છે. ખાડાઓમાં ક...