વલસાડના હનુમાન ભાગડામાં NDRF ટીમનું ઓપરેશન, સગર્ભા મહિલાને તબીબી સારવાર માટે પાણીમાંથી રેસ્ક્યુ કરી બચાવી લેવાઈ
વલસાડ જિલ્લામાં હાલ ત્રણેક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. વલસાડ તાલુકાની આસપાસનો વિસ્તાર વરસાદી પાણીમાં જળબંબાકાર બન્યો છે. એવામાં હનુમાન ભાગડા ખાતે NDRFની ટીમે એક સગર્ભા મહિલાને રેસ્ક્યુ કરી તબીબી સારવાર પુરી પાડી છે.આ અંગે વલસાડમાં તૈનાત વડોદરા 06 BN NDRFની ટીમ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ સોમવારે 26 ઓગસ્ટ 2024ના વલસાડ ADM દ્વારા મદદ માંગી હતી કે, વલસાડ જિલ્લાના હનુમાન ભાગડા ગામ આસપાસ પાણી ભરાયેલ છે. અને એક દિપાલી બેન નામના ગર્ભવતી મહિલાને તબીબી સારવારની જરૂર છે. પરંતુ પાણી ભરાવાના કારણે તેને લઈ જવા શક્ય નથી. એટલે 4 કિલોમીટર દૂર આવેલ મહિલાના ઘરે તાત્કાલિક NDRF ની ટીમ 6C સવારે 09:20 કલાકે બચાવ કામગીરી માટે રવાના થઈ હતી. 09:45 કલાકે ઓપરેશન શરૂ કર્યું હતું. અને સગર્ભા મહિલાને 10:20 કલાકે સફળતાપૂર્વક બચાવી લેવામાં આવી હતી....